________________
પર્વ ૭ મું
૩૯
થયાં, ગતિ અત્યંત મંદ થઈ, અને નેત્ર વિશાળ ને ઉજવળ થયાં. તે સિવાય બીજા પણ ગર્ભનાં લક્ષણો તેના શરીર ઉપર સ્પષ્ટ જણાવા લાગ્યાં. તે જોઈને કેતુમતી નામે તેની સાસુ તિરસ્કારથી બેલી-“અરે પાપિણી ! બને કુળને કલંક આપનારું આ કાર્ય તેં શું કયું ? પતિ દેશાંતર છતાં તે ગર્ભિણી કેમ થઈ ? મારે પુત્ર તારી અવજ્ઞા કરતો, ત્યારે હું જાણતી કે તે અજ્ઞાનથી તને દૂષિત ગણે છે, પણ તું વ્યભિચારિણી છે તે આજ સુધી મારા જાણવામાં નહોતું.” આવી રીતે જ્યારે સાસુએ તેનો તિરસ્કાર કર્યો, ત્યારે અંજનાસુંદરીએ નેત્રમાં અશ્રુ લાવીને પતિસમાગમના ચિન્હરૂપ મુદ્રિકા તેને બતાવી. તે છતાં પણ લજજાથી નમ્ર મુખ કરી રહેલી અંજનાને તેની સાસુએ ફરીવાર તિરસ્કારથી કહ્યું કે અરે દુષ્ટા ! જે તારો પતિ તારું નામ લેતો નહિ તેની સાથે તારો સંગમ શી રીતે થાય ? માટે માત્ર મદ્રિકા બતાવી અમને શા માટે છેતરે છે ? વ્યભિચારિણી સ્ત્રીઓ એવા છેતર. વાના પ્રકારે ઘણું જાણે છે. હે સ્વછંદચારિણી ! તુ આજે જ મારા ઘરમાંથી નીકળીને તારા પિતાને ઘેર જા, અહીં ઊભી રહે નહિ. મારું સ્થાન તારા જેવીને રહેવા યોગ્ય નથી. આ પ્રમાણે અંજનાને તિરસ્કાર કરી રાક્ષસીની જેવી નિર્દય કેતુમતીએ તેને તેના પિતાને ઘેર મૂકી આવવા માટે સેવક પુરૂષને આજ્ઞા કરી. તેઓ અંજનાને વસંતતિલકા સહિત વાહનમાં બેસારી માહેદ્ર નગરની સમીપે લઈ ગયા, અને ત્યાં નેત્રમાં અશ્રુ લાવી તેને વાહનમાંથી ઉતારી, પછી માતાની જેમ નમસ્કાર કરી અને તેને ખમાવીને તેઓ પાછા ગયા. ઉત્તમ સેવકો સ્વામીના પરિવાર ઉપર પણ સ્વામીની સમાન વૃત્તિવાળા હોય છે,
તે સમયે જાણે તેના દુઃખથી દુઃખી થયે હેય તેમ સૂર્ય અસ્ત પામી ગયે. કારણ કે પુરૂષો સજનની વિપત્તિ જોઈ શકતા નથી, ઘછી ત્યાં અંજનાએ ઘુવડ પક્ષીના ઘેર ઘુત્કારથી, ફાઉડીઓના ફત્કારથી, નાહારના આક્રંદથી, શીકારી પ્રાણીઓના વિવિધ શબ્દોથી અને રાક્ષસેના સંગીતની જેવા પિંગળાના કોલાહલથી જાણે પિતાના કાન કુટી ગયા હોય તેમ આખી રાત્રિ જાગ્રતપણેજ નિર્ગમન કરી. પ્રાતઃકાળે તે દીન બાળા લજજાથી સંકોચ પામતી સતી ભિક્ષુકીની જેમ પરિવારહિત, પિતાના ગૃહદ્વાર પાસે હળવે હળવે આવી. તેને અચાનક આવેલી જોઈ પ્રતિહારી સંભ્રમ પામી ગયે. પછી વસંતતિલકાના કહેવાથી તેની તેવી અવસ્થા તેણે રાજાની પાસે નિવેદન કરી. તે જાણી રાજાનું મુખ નમ્ર અને શ્યામ થઈ ગયું. તે વિચારમાં પડ્યો કે “અહા ! વિધિના વિપાકની પેઠે સ્ત્રીઓનું ચરિત્ર પણ અચિંત્ય છે. આ કુલટા અંજના મારા કુળને કલંકિત કરવાને માટે મારે ઘેર આવી છે; પરંતુ અંજનને લેશ પણ ઉજજ્વળ વસ્ત્રને દૂષિત કરે છે. આ પ્રમાણે રાજા ચિંતવતો હતો, તેવામાં તેને પ્રસન્નકતિ નામે નીતિમાન પુત્ર અપ્રસનમુખે કહેવા લા-આ દુષ્ટાને સત્વરે અહીંથી કાઢી મૂકે, તેણે આપણું કુળને દૂષિત કર્યું છે સર્ષે ડસેલી આંગળીને બુદ્ધિમાન પુરૂષ શું નથી છેદી નાંખતો?” તે વખતે મહત્સાહ ના મને એક મંત્રી બોલ્યા-દુહિતાઓને સાસુ તરફથી દુ:ખ ઉત્પન્ન થાય ત્યારે પિતાના ઘરનું જ શરણ હોય છે. હે પ્રભુ! કદી તેની સાસુ કેતુમતીએ ક્રૂર થઈને આ નિર્દોષ બાળ ઉપર કઈ ખોટો દોષ ઉત્પન્ન કરીને કાઢી મૂકી હશે તે શી ખબર? માટે જ્યાં સુધી આ સદોષ છે કે નિર્દોષ છે એવી સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી તેનું ગુપ્ત રીતે પાલન કરે. એને પોતાની પુત્રી જાણીને એના ઉપર એટલી કૃપા કરો.” રાજાએ કહ્યું-“સર્વ ઠેકાણે સાસુ તે એવી હોય છે, પણ વધૂઓનું આવું ચરિત્ર કોઈ ઠેકાણે હોય નહિ,