________________
પર્વ ૭ મું
३७ તેનું દુમનપણું પહેલાંથી જ મારા જાણવામાં આવ્યું છે, પણ માત્ર માતાપિતાની આજ્ઞાના ઉલંઘનને ભયથી જ મારે તેને પરણવી પડી છે. તે વખતે અંજન તેના ચરણમાં પડી અંજલિ જોડીને બેલી કે-“હે સ્વામી ! તમે બધાની સંભાળ લીધી, બધાની સાથે હળ્યા મળ્યા અને મારી જરા પણ સંભાળ લીધી નથી, તથાપિ હું વિજ્ઞપ્તિ કરું છું કે તમે મને ભૂલી જશે નહિ પુનઃ વહેલા પધારજો અને તમારે માગ સુખાકારી થજે.” આ પ્રમાણે બોલતી દીન થઈ ગયેલી શુદ્ધ ચરિત્રવાળી સતીની પણ અવગણના કરીને પવનંજય વિજયને માટે ચાલ્યા ગયે. પતિએ કરેલી અવજ્ઞાથી વિગપીડિત એ બાળા અંતઃ ગૃહમાં જઈને જલદી ભેદાયેલા નદીના તટની જેમ પૃથ્વીતળ ઉપર પડી. પવનંજય ત્યાંથી ઉડીને માનસરોવરે ગયો, અને ત્યાં પ્રદેષકાલે નિવાસ કર્યો. ત્યાં એક પ્રાસાદ વિફવીને તે તેમાં રહ્યા. કારણ કે “વિદ્યાધરોની વિદ્યા સર્વ મનોરથને સિદ્ધ કરે છે તે મહેલમાં પવનંજય પલંગ પર બેઠે હતું, તેવામાં નજીક આવેલા માનસ સરોવરના કિનારા ઉપર પ્રિયવિયોગથી પીડિત એક ચક્રવાકી તેના જેવામાં આવી. તે પક્ષિણી પ્રથમ ગ્રહણ કરેલી મૃણાળલતાને પણ ખાતી ન હતી. શીતળ છતાં જાણે ઉકળેલું હોય તેવા જળથી પરિતાપ પામતી હતી. અગ્નિજવાળાની જેમ ચંદ્રિકાથી પણ તે દુભાતી હતી, અને કર્ણસ્વરે આક્રંદ કરતી હતી. એવી તે બાળાને જોઈ પવનંજય વિચારવા લાગ્યો કે “આ ચક્રવાકીઓ આ બે દિવસ પિતપોતાના પતિની સાથે ક્રીડા કરે છે, તે છતાં માત્ર રાત્રિએ તેમનો વિરહ તે સહન કરી શક્તી નથી; તે વિવાહ પછી તરતજ જેનો મેં ત્યાગ કર્યો છે, અને પરસ્ત્રીની જેમ મેં જેને કદાપિ બેલાવી પણ નથી, તેમજ અહીં આવતી વખતે પણ મેં જેની સંભાળ લીધી નથી; અરે ! જે પર્વત જેવા દુઃખના ભારવડે મૂળથી જ દબાયેલી છે અને જેણે મારા સમાગમનું કિંચિત્ પણ સુખ જોયું નથી તે અંજનાનું શું થયું હશે ? અરે ! મારા એવા અવિવેકને ધિક્કાર છે ! તે બિચારી મારાથી અપમાનિત થયેલી જરૂર મરી જશે. તેની હત્યાના પાપથી દુર્મુખ થયેલ હુ પછી ક્યાં જઈશ ?” આ પ્રમાણે ચિંતવી તેણે તે સર્વ પિતાના પ્રિય મિત્ર પ્રહસિતને જણાવ્યું. કારણ કે મિત્ર વિના પોતાના દુઃખને જણાવવાનું બીજું કઈ પાત્ર નથી.પ્રહસિતે કહ્યું-લાંબે કાળે પણ તે તારા જાણવામાં આવ્યું તે સારું થયું; પણ તે બાળા વિયોગી સારસ પક્ષિણીની જેમ અત્યારે જીવતી હશે કે નહિ. હે મિત્ર! કદી તે જીવતી હોય તો અદ્યાપિ તેનું આશ્વાસન કરવું તારે યુક્ત છે; તેથી તેની પાસે જઈ પ્રિયવચને તેની આજ્ઞા મેળવીને સ્વાર્થને માટે તારે પાછું અહીં આવવું. આ પ્રમાણે હદયની જેમ ભાવી સંભાવના કરનાર તે મિત્રની પ્રેરણાથી પવનંજય તેને સાથે લઈ ત્યાંથી ઉડીને અંજનાસુંદરીના મંદિરમાં આવ્યા અને ગુપ્તપણે દ્વાર ઉપર ઉભો રહ્યો. પ્રથમ પ્રહસિત આગળ થઈને તેના ઘરમાં પેઠે. તે વખતે અંજનાસુંદરી અલ્પ જળમાં રહેલી માછલી જેમ પલંગ ઉપર તરફડતી હતી, હિમવડે કમલિની પીડાય તેમ ચંદ્રની જેનાથી તે પીડાતી હતી, હદયના અંતરતાપથી તેના હારનાં મોતી કુટી જતાં હતાં, લાંબા નિઃશ્વાસથી તેના કેશની શ્રેણી ચપળ થતી હતી, અસહ્ય પીડાવડે પછડાતી ભુજાઓથી મણિનાં કંકણ ભાંગી જતાં હતાં. વસંતતિલકા સખી તેને વારંવાર ધીરજ આપતી હતી, અને જાણે કાષ્ઠમય હોય તેમ તેની દષ્ટિ અને ચિત્ત શૂન્ય થઈ ગયાં હતાં. આવી સ્થિતિમાં રહેલી અંજનાસુંદરી પ્રહસિતના જોવામાં આવી. પ્રહસિતને વ્યંતરની જેમ અકસ્માતુ પોતાના મહેલમાં આવેલો જોઈ “અહિં કેણ આવ્યું ?” તેમ ભય પામતી તે બાળા ધીરજ લાવીને બોલી“અરે ! તમે કોણ છો ? અને પરપુરૂષ છતાં અહી' કેમ આવ્યા છો ? અથવા મારે તે જાણવાની જરૂર નથી; તમે આ પરસ્ત્રીના ઘરમાંથી જતા રહો. હે વસંતતિલકા ! આ પુરૂષને