________________
૩૮
સ ૩ જો
ભુજાથી પકડીને બહાર કાઢ. હું ચંદ્રના જેવી નિળ છુ. તેથી તેને જોવાને પણ ચગ્ય નથી. મારા પતિ પવન’જય સિવાય આ મારા સ્થાનમાં કેાઇ બીજાને પ્રવેશ કરવાના અધિકાર નથી. તું શું જોઈ રહી છે?’” તે સાંભળી પ્રહસિત નમસ્કાર કરીને ખેલ્યા-સ્વામિની ! ચિરકાળે ઉત્કંઠિત થઈ ને આવેલા પવનજયના સમાગમની તમને વધામણી છે. કામદેવના મિત્ર વસંતની જેમ હું તેના પ્રહસિત નામના મિત્ર તમારી આગળ આવ્યા છું, મારી પછવાડે તમારા પતિ આવેલા જ છે એમ જાણી લેજો.' અજના ખેલી–“અરે પ્રહસિત ! વિધિએજ મારૂ' હાસ્ય કરેલું છે, તેા તમે મને શા માટે હસે છે ? આ મશ્કરીના સમય નથી, અથવા એમાં તમારા દોષ નથી. મારા પૂર્વકનાજ દોષ છે; નહિં તો તેવા કુળવાન પતિ મારા શા માટે ત્યાગ કરે ? પાણિગ્રહણથી માંડીને પતિએ ત્યાગ કરેલી એવી મને આજે આવીશ વર્ષ વીતી ગયાં છે, તથાપિ હું પાપિણી અદ્યાપિ જીવુ છું.” આ પ્રમાણેનાં તેનાં વચના સાંભળી તેના દુઃખના ભાર જેની ઉપર આવેલા છે એવા પવન'જય અંદર પ્રવેશ કરીને અશ્રુથી ગદ્ગદ્ વાણીએ આ પ્રમાણે ખેલ્યા-હે પ્રિયા ! મૂખ છતાં પેાતાને ડાહ્યો માનનારા એવા મે' વિવાહથી માંડીને તારા જેવી નિર્દોષ સ્ત્રીને દોષિત ગણી ત્યાગ કરેલી છે. મારા દોષથી તુ' આવી દુઃસહ દુર્દશાને પ્રાપ્ત થઈ છે અને થાડા વખતમાં મૃત્યુ પણ પામી જાત. પણ મારા ભાગ્યયોગે તુ જીવતી રહી છે.’ આ પ્રમાણે ખેલતા પેાતાના પતિને ઓળખોને લજજાવતી બાળા પલંગની ઈસના ટેકો લઇ મુખ નીચુ` રાખીને ઊભી થઇ. પછી હસ્તી જેમ લતાને પકડે તેમ વલયાકાર ભુજાએ તેને પકડી લઈને પવન જય પલંગ ઉપર બેઠા. પવન જયે ફરીથી કહ્યું–હે પ્રિયા ! ક્ષુદ્ર બુદ્ધિવાળા મેં તારા જેવી નિરપરાધી સ્ત્રીને દુઃખો કરી છે તે ક્ષમા કરજે.' પતિનાં આવાં વચન સાંભળી અજના ખેલીનાથ ! એવું ખેલા નહિ; હું તમારી સદાની દાસી છું, તેથી મારી ક્ષમા માગવી તે અનુચિત છે,’ પછી પ્રહસિત અને વસંતતિલકા બહાર આવ્યાં. કારણ કે જ્યા રે દ પતિ એકાંતમાં મળે ત્યારે ચતુર પાસવાના ત્યાં રહેતા નથી.” પછી અજના અને પવન'જય સ્વેચ્છાએ રમવા લાગ્યા, અને રસના આવેશમાં આખી રાત્રી એક પહેારની જેમ વીતી ગઈ. રાત્રી વીતીને પ્રભાત થયેલ જોઈ પવનજયે કહ્યું કે-હે કાંતા ! હું વિજય કરવા માટે જઇશ, નહિ તા ગુરૂજનને ખખર પડશે. હે સુંદરી ! હવે પછી ખેદ કરશેા નહિ, અને હું રાવણુનું કા કરીને આવુ' ત્યાં સુધી સખીઓની સાથે સુખે કાળ નિમન કરજો.' અજના ખેલી–‘તમારા જેવા બળવાન વીરને તે કાર્ય તા સિદ્ધ થયેલું છે; પરંતુ જો મને જીવતી જોવા ઈચ્છતા હો તેા અર્થ સાધીને સત્વર પાછા પધારો, વળી હું આજે ઋતુસ્નાતા હતી; તેથી કદિ જો મને ગર્ભ રહેશે તા દુર્જન લાકે તમારી ગેરહાજરીમાં મારી નિંદા કરશે.” પવન જયે કહ્યું–“હે માનિની ! હું સત્વર પાછે! આવીશ. મારા આવવાથી નીચલાકને તારા અપવાદ ખેલવાના અવકાશજ મળશે નહિં, અથવા મારા સમાગમને સૂચવનારી આ મારા નામથી અંકિત મુદ્રિકા લે, તેવા સમય આવે તે તે પ્રકાશિત કરજે.’ એવી રીતે કહી મુદ્રિકા આપીને પવન'જય ત્યાંથી ઉડી માનસ સરોવરના તટ ઉપર રહેલી પેાતાની છાવણીમાં આવ્યા. પછી દેવતાની જેમ સન્યની સાથે આકાશમાર્ગે ચાલી તે લંકાપુરીમાં આવ્યા, અને રાવણને પ્રણામ કર્યા. ત્યારપછી કાંતિવડે તરૂણ સૂર્યની જેમ પ્રકાશતા રાવણ પણ સેનાની સાથે પાતાળમાં વરૂણની સામે યુદ્ધ કરવા ગયા.
અહી. તે દિવસથી અજનાસુંદરીએ ગર્ભ ધારણ વિશેષ સૌ`દ થી શાભવા લાગ્યાં. મુખપર ગાલની શેાભા ૧ પાસે રહેનારા મિત્ર, સખી, દાસ દાસી વિગેરે.
કર્યાં; તેથી તેનાં સર્વ અવયવ પાંડુવણી થઇ, સ્તનનાં મુખ શ્યામ