________________
૩૨
સગ ૨ જે
સંવર્ત અને પુષ્કરાવ મેઘની જેમ મેટો સંદેટ થઈ પડયો. પછી “આ બિચારા મસાલાના જેવા રસૈનિકોને મારીને શું કરવું ?” એમ કહેતે રાવણ ભુવનાલંકાર નામના ગજેંદ્ર ઉપર ચડી અને પણછ ઉપર ધનુષ ચડાવી રાવણ હસ્તી ઉપર રહેલા ઈદ્રની સામે આવ્યો. રાવણ અને ઈદ્રના હાથીઓ પરસ્પર મુખમાં સૂંઢ વીંટાળીને જાણે નાગપાશ રચતા હોય તેમ સામસામા મળ્યા. બંને મહા બલવાન ગજેદ્રો દાંતે દાંતે પરસ્પરને પ્રહાર કરી અરણિ કાષ્ટના મથનની જેમ તેમાંથી અગ્નિના તણખા ઉડાડવા લાગ્યા. માંહોમાંહે દાંતના આઘાતથી, વિરહિણી સ્ત્રીના હાથમાંથી નીકળી પડે તેમ સુવર્ણ વલયની શ્રેણી તેમાંથી નીકળીને પૃથ્વી પર પડવા લાગી. પરસપર દાંતના ઘાતથી છેદાઈ ગયેલા શરીરમાંથી, ગંડસ્થળમાંથી મદધારાની જેમ રૂધિરની ધારા ઝરવા લાગી. તે અવસરે રાવણ અને ઈક પણ ક્ષણવોર શલ્યોથી, ક્ષણવાર બાણોથી અને ક્ષણવાર મુદ્દગાથી બીજા બે હાથી હોય તેમ સામસામા પ્રહાર કરવા લાગ્યા. એ બંને મહાબલવાન હતા, તેથી તેઓ એક બીજાનાં અસ્ત્રોને અસ્ત્રો વડે ચૂર્ણ કરતા હતા. એમ પૂર્વ અને પશ્ચિમ સાગરની જેમ તેઓમાંથી એક પણ હીન થયો નહીં. ને રણરૂપ યજ્ઞમાં દીક્ષીત થયેલા તે બંને બાધ્ય અને બાધકતાને કરનારા ઉત્સગ તથા અપવાદ માર્ગની જેમ મંત્રાસ્ત્રોથી એકબીજાનાં અસ્ત્રને તત્કાળ બાધ કરતા સતા યુદ્ધ કરવા લાગ્યા. જ્યારે ઐરાવણ અને ભુવનાલંકાર–એ બંને હાથી એક ડીંટમાં રહેલાં બે ફળની જેમ ગાઢપણે મળી ગયા, ત્યારે છીને જાણનાર રાવણ પિતાના હાથી ઉપરથી ઉછળીને ઐરાવણ ઉપર કુદી પડ્યો. અને તેના મહાવતને મારી નાંખીને મોટા હાથીની જેમ ઈન્દ્રને બાંધી લીધા પછી મધપૂડાને ભમરીઓની જેમ રાક્ષસવીરોએ હર્ષથી ઉગ્ર કેલાહલ કરીને ચારે તરફથી તે હાથીને ઘેરી લીધે, અર્થાત તેની ફરતા ફરી વળ્યા જ્યારે રાવણે ઈદ્રને પકડી લીધા, ત્યારે તેનું સર્વ સૈન્ય ઉપદ્રવિત
ગયું. કારણ કે “ સ્વામી જીતાતા રીન્ય પણ જીતાય છે.' પછી રાવણ અરાવણહસ્તી સહિત ઈદ્રને પોતાની છાવણીમાં લઈ ગયો અને પોતે વૈતાઢયની બંને શ્રેણીઓનો નાયક થયો. ત્યાંથી પાછા ફરીને રાવણ તત્કાળ લંકામાં ગયો અને કાષ્ઠના પાંજરામાં પોપટને નાખે તેમ ઈદ્રને કારાગૃહમાં નાંખ્યો.
આ ખબર પડતાં ઈદ્રનો પિતા સહસ્ત્રાર દિકપાલે સહિત લંકામાં આવ્યો, અને રાવણને નમસ્કાર કરી એક પાળાની જેમ અંજલિ જોડીને બોલ્યો-“જેણે એક પાષાણના ખંડની જેમ કૈલાસ પર્વતને ધારણ કર્યો હતો એવા તમારી જેવા પરાક્રમી વીરથી છતાતાં અમને જરા પણ લજજા આવતી નથી, તેમજ તમારી જેવા વીરની પાસે યાચના કરવાથી પણ અમને બીલકુલ લજાવું પડે તેમ નથી, માટે હું યાચના કરું છું કે ઈદ્રને છોડી દો અને મને પુત્રભિક્ષા આપે ” રાવણ બેલ્યો-“જે એ ઈદ્ર તેના દિકપાલ અને પરિવાર સહિત નિર. તર આ પ્રમાણેનું કામ કરવું કબુલ કરે તે હું તેને છોડું. સાંભળો| મારી આ લંકાપુરીને ક્ષણે ક્ષણે વાસગૃહની ભૂમિની જેમ તૃણુ કાઇ વિગેરે કચરાથી રહિત કરે, નિત્ય પ્રાત:કાળે મેઘની જેમ આ નગરીમાં દિવ્ય સુગંધી જળવડે સિંચન કરે, અને સર્વ દેવાલયમાં માળીની જેમ પુપોને ચુંટી અને ગુંથીને તેની માળાઓ પૂરી પાડે. આ પ્રમાણે નિત્યકાર્ય કરતો સતે આ તમારે પુત્ર ફરીથી રાજ્યનું ગ્રહણ કરે અને મારા પ્રાસાદથી આનંદ પામે.” પછી તે પ્રમાણે મારો પુત્ર કરશે” એવું જ્યારે સહસ્ત્રારે કબુલ કર્યું ત્યારે રાવણે પિતાના બંધુની જેમ સત્કાર કરી ઈદ્રને છોડી મૂક્યો. પછી ઈદ્ર રથનૂ પુરમાં આવીને મોટા ઉદ્વેગથી રહેવા લાગે. કેમકે તેજસ્વી પુરૂષોને નિસ્તેજ થવું તે મૃત્યુથી પણ દુસહ છે.