________________
સર્ગ ૩ જે.
હનુમાનની ઉત્પત્તિ અને વરૂણનું સાધન
વૈતાઢયગિરિ ઉપર આવેલા આદિત્યપુર નામના નગરમાં પ્રહૂલાદ નામે એક રાજા હતું. તેને કેતુમતી નામે પ્રિયા હતી. તેમને પવનંજય નામે એક પુત્ર થયે, જે બળથી અને આકાશગમનથી પવનના જે વિજયી હતા. તે સમયમાં ભરતક્ષેત્રને વિષે સમુદ્રને કિનારે આવેલા દંતી પર્વતની ઉપર માહેંદ્રપુર નગરમાં મહેંદ્ર નામે એક વિદ્યાધરને રાજા હતા. તેને હૃદયસુંદરી નામે પત્ની હતી. તેમને અરિદમ વિગેરે સે પુત્રની ઉપર અંજનાસુંદરી નામે એક પુત્રી થઈ હતી. જ્યારે તે બાળ ઉત્કટ યૌવનને પ્રાપ્ત થઈ ત્યારે તેના પિતાને વરની ચિંતા થતાં મંત્રીઓ તેને લાયક એવા હજારો યુવાન વિદ્યાધરોના નામ આપવા લાગ્યા. પછી મહેંદ્રની આજ્ઞાથી તે મંત્રીઓએ અનેક વિદ્યાધરોનાં કુમારના યથાવસ્થિત સ્વરૂપ ૫ટ ઉપર જુદા જુદા આલેખી મંગાવીને બતાવવા માંડ્યા.
એક વખતે કોઈ મંત્રીએ વિદ્યાધરપતિ હિરણાભ અને તેની પત્ની સુમનાના ઉદરથી ઉત્પન્ન થયેલા વિદ્યુતપ્રભ નામના વિદ્યાધરનું અને પ્રહૂલાદ રાજાને પુત્ર પવનંજયનું મનહર સ્વરૂપ ચિત્રમાં આલેખીને મહેંદ્ર રાજાને બતાવ્યું. તે બન્ને રૂપ જોઈ મહેદ્ર મંત્રીને પૂછયું કે-આ બન્ને સરખા રૂપવાન અને કુલીન છે, તેથી તે બન્નેમાંથી કુમારી અંજનાસુંદરી માટે કર્યો વર પસંદ કરે?” મંત્રી બે હે સ્વામી ! આ વિદ્યત્ જેવી પ્રભાવાળે વિદ્યુભ અઢાર વર્ષનું આયુષ્ય પૂરું કરી મેક્ષે જવાનો છે, એવું નિમિત્તિઆઓએ મને પ્રથમ સ્પષ્ટ કહેલું છે, અને આ પ્રલાદને પુત્ર પવનંજય દીર્ઘ આયુષ્યવાળે છે, તેથી પવનંજય ગ્ય વર છે; માટે અંજનાસુંદરી તેને આપ.”
એ સમયમાં સર્વ વિદ્યારે દ્રો પોતપોતાના પરિવાર લઈ મોટી સમૃદ્ધિ સાથે નંદીશ્વરદ્વીપે યાત્રાને માટે જતા હતા, તેમાં મહેન્દ્ર રાજાને આવેલા જોઈ પ્રહૂલાદે કહ્યું કે તમારી પુત્રી અંજનાસુંદરી મારા પુત્ર પવનંજયને આ પે.” મહેકે તે વાત સ્વીકારી. કારણ કે પ્રથમથીજ એ વિચાર તેના હૃદયમાં હતો; પ્રહૂલાદની પ્રાર્થના તે નિમિત્ત માત્રજ હતી. પછી આજથી ત્રીજે દિવસે માનસ સરોવરની ઉપર વિવાહ કરવો” એમ ઠરાવી તે બને પિતતાને સ્થાનકે ગયા.
પછી મહેંદ્ર અને પ્રહૂલાદે આહ્લાદ સહિત સર્વ સ્વજનોને લઈને માનસ સરોવરને કિનારે જઈ નિવાસ કર્યો. તે પ્રસંગે પવનંજયે પ્રહસિત નામના પોતાના મિત્રને પૂછયું કેઅંજનાસુંદરી કેવી છે? તે તમે જોઈ છે?” પ્રહસિત હસીને બેલ્યો “મેં તેને જોઈ છે. અંજનાસુંદરી રંભાદિક અપ્સરાઓ કરતાં પણ અધિક સૌંદર્યવાન છે, તેનું નિરૂપમ રૂપ જેવું દષ્ટિથી જોવાય તેવું વાચાળ માણસથી પણ વચનવડે કહી શકાય તેમ નથી.” પવનજય બોલ્યો-મિત્ર! હજુ વિવાહને દિવસ દૂર છે અને મારે આજેજ તે સુંદરીને ષ્ટિગચર કરવાની ઈચ્છા છે, તો તે કાર્ય શી રીતે કરવું ? વહાલી સ્ત્રીમાં ઉત્કંઠિત થયેલા પુરૂષને એક ઘડી દિવસ જેવી અને એક દિવસ માસ જે થઈ પડે છે, તે મારા આ