________________
પર્વ ૭ મું
૩૧
સર્વથી વિશેષ પરાક્રમી છું” એ અહંકાર કોઈએ કરવો નહીં. હાલમાં મુકેશ રાક્ષસના કુળમાં સૂર્ય સમાન લંકાપતિ રાવણ નામે એક વીર ઉત્પન્ન થયેલો છે; જે સર્વના વીરત્વને હરનારે છે, પ્રતાપમાં સૂર્ય જે છે, અને સહસ્રાંશુ જેવા વીરને કબજે કરનાર છે. વળી તેણે લીલામાત્રમાં કૈલાસ પર્વતને ઉપાડ્યો હતો, મરૂત્તરાજાના યજ્ઞનો ભંગ કર્યો હતો; અને જમ્બુદ્વીપના પતિ યક્ષરાજથી પણ તેનું મન ક્ષોભ પામ્યું નહોતું. અહંત પ્રભુની પાસે પિતાની ભુજવીણવડે ગાયન કરતે જોઈને સંતુષ્ટ થયેલા ધરણે કે તેને અમોઘ શક્તિ આપી છે અને પ્રભુ, મંત્ર તથા ઉત્સાહ એ ત્રણે શક્તિથી તે ઉર્જિત છે. વળી જાણે તેની બે ભુજા હોય તેવા તેની સરખા બે ભાઈઓ (કુંભકર્ણ અને વિભીષણ) થી તે ઉત્કટ છે. એ રાવણે તારા સેવક શ્રવણને તથા યમને હેલામાત્રમાં ભગ્ન કરી દીધા છે, વાળીના ભાઈ વાનરપતિ સુગ્રીવને પિતાને પત્તિ કર્યો છે; અને જેની આસપાસ અગ્નિને દુર્લય કિલે હતો એવા દુર્લધ્યપુરમાં પણ પ્રવેશ કરીને તેના અનુજ ભાઈએ નલકુબેરને કબજે કર્યો છે. એ તે વીર રાવણ અત્યારે તારી સામે આવ્યો છે; તો પ્રલયકાળના અગ્નિ જે એ ઉદ્ધત રાવણ પ્રણિપાતરૂપ અમૃતવૃષ્ટિથી શમી જશે, તે સિવાય શાંત થશે નહિ. તારી રૂપવતી નામે સ્વરૂપવતી પુત્રીને રાવણ વેરે આપ, કે જેથી એ સંબંધ બંધાવાને લીધે તારે તેની સાથે ઉત્તમ સંધિ થશે.” પિતાનાં આવાં વચન સાંભળી ઈદ્રકોપ કરી બોલ્યા“હે પિતા ! આ વધ કરવા લાયક રાવણને હું મારી કન્યા કેમ કરીને આપું? કારણ કે તેની સાથે આધુનિક વૈર નથી પણ વંશપરંપરાનું વૈર છે. પિતા વિજયસિંહને તેના પક્ષના રાજાએ મારી નાંખ્યા હતા તે સંભાર. તેના પિતામહ માળીને માથું જે મેં કર્યું હતું તે આને માથે પણ કરીશ. એ ભલે આવે, તે કોણ માત્ર છે! તમે નેહને લીધે ભીરૂ થાઓ નહિ, સ્વાભાવિક ધૌર્યને ધારણ કરે. તમે તમારા પુત્રનું પરાક્રમ ઘણીવાર જોયેલું છે, શું તમે મારા પરાક્રમને જાણતા નથી ? ”
આ પ્રમાણે ઈદ્ર કહેતો હતો, તેવામાં દુર્ધર રાવણે રથનુ પુર નગરે આવીને પિતાની સેનાવડે તે નગરને ઘેરી લીધું. મહાપરાક્રમી રાવણે પ્રથમ દૂત મોકલ્યા. તે દૂતે મિષ્ટ વચનોવડે ઈદ્રને કહ્યું- “જે રાજાઓ વિદ્યા અને ભુજાબલથી ગર્વિષ્ટ હતા તે સર્વેએ આવીને ભેટ ધરી રાવણની પૂજા કરેલી છે. રાવણની વિસ્મૃતિથી અને તમારી સરલતાથી આટલો કાળ ચાલ્યો ગયો. પરંતુ હવે ભક્તિ બતાવવાનો તમારો સમય છે, તેથી તેના પ્રત્યે ભક્તિ બતાવે અથવા શક્તિ બતાવો; ભક્તિ અને શક્તિ બંનેથી રહિત થશે તે એમના એમ વિનાશ પામી જશે.” ઈદ્ર બે –“દીન રાજાઓએ તેને પૂજ્ય તેથી તે રાવણ મન થઈ ગયું છે. તેટલા માટે તે મારી પાસેથી પણ પ્રજાની વાંછા કરે છે. પરંતુ આટલે કાળ તે રાવણની જેમ તેમ સુખને માટે ગયો, પણ હવે તેનો આ કાળરૂપ કાળ આવેલ છે. માટે તું જઈને તારા સ્વામીને કહે કે તે ભક્તિ અથવા શક્તિ બતાવે; જે શક્તિ અને ભકિતએ રહિત થશે તો તે સત્વર વિનાશ પામી જશે.” દૂતે આવીને રાવણને તે પ્રમાણે કહ્યું, એટલે રાવણ કેપથી ભયંકર થઈ મેટા ઉત્સાહથી સર્વ સૈન્યની સાથે તૈયાર થઈ ગયે. ઈદ્ર પણ તૈયાર થઈને ઉતાવળે રથનૂ પુર નગરમાંથી બહાર નીકળ્યો. કેમકે વીર લેકે બીજા વીરના અંહકારને કે આબરને સહન કરી શકતા નથી,
પછી સામે તેની સાથે સામતે, સૈનિકની સાથે સૈનિકો અને સેનાપતિઓની સાથે સેનાપતિઓ-એમ બંને સૈન્યનું પરસ્પર યુદ્ધ શરૂ થયું. શોને વર્ષાવતા બંને સૈન્ય વચ્ચે
૧. અષ્ટાપદ પર્વત.
શી,