________________
સગર જો
કુબરની પત્ની ઉપર’ભાએ એક દૂતીને મોકલી, તેણે આવીને રાવણને કહ્યું “મૂત્તિ મતી જયલક્ષ્મી હેાય તેવી ઉપરભા તમારી સાથે ક્રીડા કરવાને ઇચ્છે છે, તમારા ગુણાથી તેનુ મન તા હરાઇ ગયેલુ' છે, માત્ર શરીરજ ત્યાં રહેલુ છે. હે માન! આ કિલ્લાને રક્ષણ કરનારી આશાળી નામની વિદ્યા છે તે ઉપર’ભા પેાતાના શરીરની જેમ તમારે આધીન કરી દેશે; તેથી તમે આ નગરને નલકુમર સહિત તાબે કરશેા. વળી હે દેવ ! અહી સુદન નામે એક ચક્ર તમે સાધ્ય કરશેા” રાવણે હાસ્ય સાથે વિભીષણ સામુ જોયુ. એટલે ‘વમસ્તુ' એમ કહીને તેણે તે કૃતિકાને વિદાય કરી. પછી રાવણે ક્રાધ લાવીને વિભીષણને કહ્યું–“અરે! આવુ કુળવરૂદ્ધ કા તેં કેમ સ્વીકાર્યુ ? રે મૂઢ ! આપણા કુળમાં કોઈ પુરૂષોએ રણભૂમિમાં શત્રુઓને પૃષ્ઠ અને પરસ્ત્રીને હૃદય કદિ પણ આપ્યુ નથી. અરે વિભીષણ ! આવાં વચનથી પણ તેં આપણા કુળમાં નવીન કલ`ક લગાડવુ છે ! તારી આવી મતિ કેમ થઇ કે જેથી તું એવું ખેલ્યા ?” વિભીષણે કહ્યું “હે આ મહાભુજ ! પ્રસન્ન થાએ, શુદ્ધ હૃદયવાળા પુરુષોને વાણીમાત્રથી કલંક લાગતું નથી. તે ઉપર'ભા ભલે આવે ને તમને વિદ્યા પણ આપે. શત્રુ તમારે વશ થાય, એટલે પછી તમે તેને અંગીકાર કરશેા નહી.. વાણીની યુક્તિથી તેને છેડી દેજો.” વિભીષણનાં આવાં વચન રાવણે સ્વીકાર્યાં, તેવામાં તેને આલિંગન કરવામાં લ’પટ એવી ઉપર'ભા ત્યાં આવી પહાંચી. પોતાના પતિએ નગરને કિલ્લા રૂપ કરેલી આશાળી વિદ્યા તેણે રાવણને આપી; અને તે સિવાય બીજા વ્યંતરરક્ષિત અમોઘ શસ્ત્ર પણ આપ્યાં. પછી રાવણે તે વિદ્યાથી તે અગ્નિના પ્રાકાર (કિલ્લા) સંહરી લીધા, અને લશ્કર તથા વાહન સહિત દુ ધ્યપુરમાં પ્રવેશ કર્યાં. તત્કાળ નલકુખર તૈયાર થઈ યુદ્ધ કવાને આવ્યા; પરંતુ હાથી જેમ ચામડાની ધમણને પકડી લે તેમ વિભીષણે તેને સહજમાં પકડી લીધા. સુર અને અસુરાથી અજેય એવુ' ઇ'દ્ર સ`બધી મહા દુર સુદર્શન ચક્ર રાવણને ત્યાંથી પ્રાપ્ત થયું. પછી નલકુખર નમી પડયા, એટલે રાવણે તેને તેનું નગર પાછું સાંપી દીધું. કારણ કે પરાક્રમી પુરુષો જેવા વિજયના અથી હાય છે તેવા દ્રવ્યના અથી હાતા નથી. પછી રાવણે ઉપર ભાને કહ્યું “હે ભદ્રે ! મારી સાથે વિનયથી વનાર અને તારા કુળને ચેાગ્ય એવા તારા પતિનેજ તુ અગીકાર કર; કારણ કે તેં મને વિદ્યાદાન કર્યું, તેથી તુ' તા મારે ગુરુસ્થાને છે, તેમજ પરસ્ત્રીઓને હું માતા અને બેનને ઠેકાણેજ જોઉં છું. તુ... કાસધ્વજની પુત્રી છે, અને સુ'દરીના ઉદરથી ઉત્પન્ન થયેલી છે, તા અને કુળમાં શુદ્ધ એવી તને કલંક ન લાગે.” આ પ્રમાણે કહી તેને નલકુખર રાજાને સાંપી જાણે રીસાઈને પિતાને ઘરે ગયેલી સ્ત્રી નિર્દોષપણે પાછી આવે તેમ તે આવી. રાજા નલકુખરે રાવણના માટી સત્કાર કર્યો.
30
પછી ત્યાંથી રાવણની સેનાની સાથે તે રથનૂપુર નગરે આવ્યા. રાવણને આવેલા સાંભળીને મહા બુદ્ધિમાન સહસ્રાર રાજાએ પાતાના પુત્ર ઇંદ્ર પ્રત્યે સ્નેહપૂર્વક કહ્યું–“હે વત્સ ! તારા જેવા મેાટા પરાક્રમી પુત્રે જન્મ લઈને બીજા વંશની ઉન્નતિ ન્યૂન કરી આપણા વંશને પરમ ઉન્નતિને પમાડવો છે. આ બધી ખાખત તે' એકલા પરાક્રમથી જ કરેલી છે; પરંતુ હવે નીતિને પણ અવકાશ આપવા જોઇ એ. કોઇવાર એકાંત પરાક્રમ વિપત્તિને પણ આપે છે. અષ્ટાપદ વિગેરે બલિષ્ઠ પ્રાણીએ એકાંત પરાક્રમથી વિનાશ પામે છે. આ પૃથ્વી હમેશાં બલવાનથી પણ અતિ બલવાન વીરાને ઉત્પન્ન કરે છે; માટે ‘હું ૧. પૂર્વે સહુન્નર રાજાએ દીક્ષા લીધાને અધિકાર આવી ગયા છે, પણ તે આ યુદ્ધ થયા
પછીની હકીક્ત સમજવી.