________________
૨૮
સગ ૨ જે
રાખીને વિષયમાં ચિત્તને લુબ્ધ કરો છો, ત્યારે ગૃહવાસથી આ વનવાસ શી રીતે સારો કહેવાય ?' તે સાંભળી બ્રહ્મરૂચિએ જિનશાસનનો સ્વીકાર કરીને દીક્ષા લીધી, અને તે કૃમી પરમ શ્રાવિકા થઈ. મિથ્યાત્વને છોડી ત્યાં જ રહીને તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર જન્મસમયે રૂદન કર્યું નહોતું તેથી તેનું નામ નારદ પાડ્યું. એકદા તે કૂમ બીજે ગઈ હતી તે સમયે જભક દેવતાએ તેના પુત્રને હરી લીધો. એટલે પુત્રશોકથી તેણે ઇંદુમાળા નામની આર્યા પાસે જઈને દીક્ષા લીધી. જંભક દેવતાઓએ તે પુત્રને ઉછેર્યો અને શાસ્ત્ર ભણવ્યાં. પછી અનુક્રમે તેને આકાશગામિની વિદ્યા આપી. શ્રાવકનાં અણુવ્રત ધરતો એ પુત્ર યૌવન વયને પ્રાપ્ત થયે. મસ્તક પર શિખા રાખવાથી એ યતિ કે ગૃહસ્થ ગણાતે નથી. તે નારદ કલહ જોવાને આકાંક્ષી છે, ગીત અને નૃત્યના શોખીન છે, અને હમેશાં કામદેવની ચેષ્ટાથી રહિત છતાં અતિ વાચાલ અને અતિ વત્સલ છે, વીર અને કામુક પુરુ
ની વચ્ચે તે સંધિ ને વિગ્રહ કરાવે છે, હાથમાં છત્રી, અક્ષમાળ અને કમંડળ રાખે છે અને પગમાં પાદુકા પહેરે છે, દેવતાઓએ તેને ઉછેર્યો છે તેથી તે પૃથ્વીમાં દેવર્ષિના નામથી પ્રખ્યાત છે. અને પ્રાય: બ્રહ્મચારી અને સ્વેચ્છાચારી છે.” આ પ્રમાણે નારદની વાર્તા સાંભળીને મરૂત્ત રાજાએ પોતે અજ્ઞાનથી કરેલા યજ્ઞના અપરાધને ખમાવ્યો. પછી મરૂત્ત રાજાએ કનકપ્રભા નામની પિતાની કન્યા રાવણને આપી અને રાવણ તેની સાથે પરણ્ય.
પવનની જે બળવાન અને મોટા પરાક્રમવાળે રાવણ મરૂત્ત રાજાના યજ્ઞનો ભંગ કરીને ત્યાંથી મથુરા નગરીમાં આવ્યું. મથુરાના રાજા હરિવહન શિવની જેમ ત્રિશૂલધારી મધુ નામના પુત્રની સાથે રાવણની સામે આવ્યો. ભક્તિથી આવેલા હરિવહનની સાથે કેટલીક વાર્તા કર્યા પછી રાવણે પૂછ્યું કે આ તમારા પુત્રને ત્રિશુલનું આયુધ ક્યાંથી ?” પિતાએ બ્રગુટીની સંજ્ઞાથી આજ્ઞા આપી, એટલે મધુ મધુરતાથી બોલ્યો-“આ ત્રિશુલનું આયુધ મારા પૂર્વ જન્મના મિત્ર ચમકે આપેલું છે. એ આપતી વખતે ચમરે કહ્યું હતું કે-ઘાતકીખંડ દ્વીપના ઐરાવત ક્ષેત્રમાં શતદ્વાર નગરને વિષે સુમિત્ર નામે એક રાજપુત્ર અને પ્રભવ નામે એક કુલપુત્ર હતા. આ બંને વસંત અને મદનની જેમ મિત્ર હતા. તેઓ બાલ્યવયમાં એક ગુરૂની પાસે કળાભ્યાસ કરતા હતા, અને અશ્વિનીકુમારની જેમ અવિયુક્તપણે સાથે રહીને ક્રીડા કરતા હતા. જ્યારે સુમિત્રકુમાર યુવાન થઈને તે નગરમાં રાજા થયે, ત્યારે તેણે પોતાના મિત્ર પ્રભાવને પિતાની જેવો સરખી સમૃદ્ધિવાળો કર્યો. એક વખતે સુમિત્ર રાજા અધથી હરાઈ કઈ મહા અરણ્યમાં ગયા. ત્યાં એક પલ્લી પતિની વનમાળા નામની પુત્રીને પરો. તેને લઈ રાજા પોતાના નગરમાં આવ્યું એટલે ઉત્કટ રૂપ યૌવનવાળી તે વનમાળા પ્રભાવના જોવામાં આવી. તેનું દર્શન થયું ત્યારથી કામપીડિત થતે પ્રભવ કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ દિવસે દિવસે કૃશ થવા લાગ્યું. તેને મંત્રતંત્રથી અસાધ્ય રીતે અતિ કૃશ થતો જાણી રાજા સુમિત્રે કહ્યું- હે બાંધવ! તારા દિલમાં જે ચિંતા કે દુઃખ હોય તે ખુલ્લી રીતે કહી આપ.” પ્રભવે કહ્યું- હે વિભુ! તે કહી શકાય તેમ નથી; કારણ કે તે મનમાં રહ્યું છે તે પણ કુળને કલંકિત કરે છે. જ્યારે રાજાએ અતિ આગ્રહથી પૂછયું, ત્યારે તે બો૯યો-તમારી રાણી વનમાળા ઉપર અનુરાગ તેજે મારા દેહની દુર્બળતાનું કારણ છે” રાજાએ કહ્યું- તારે માટે આ રાજ્યને પણ ત્યાગ કરે, તે આ સ્ત્રી કોણ માત્ર છે ! આજે જ એ સ્ત્રી ગ્રહણ કર.' આ પ્રમાણે કહી, તેને વિદાય કરીને તેની પછવાડેજ રાત્રિના પ્રારંભમાં સ્વયંતૃતીની જેમ વનમાળાને તેને ઘેર મોકલી. તેણે આવીને પ્રભાવને કહ્યું–‘તમને દુઃખી જઈને રાજાએ મને તમને સોંપી દીધી છે. માટે હવે