________________
૨૪
સર્ગ ૨ જે
ગુપ્ત રાખવાને માટે તેના કારીગરોને મરાવી નાંખ્યા. કારણકે રાજાઓ કેઈના મિત્ર હેતા નથી. પછી તે શિલાની વેદી ઉપર ચેદી દેશના રાજા વસુએ પોતાનું સિંહાસન રાખ્યું. તેથી વસુરાજાના સત્યના પ્રભાવથી આ સિંહાસન જમીનથી અધર આકાશમાં રહ્યું છે એમ અબુધ લો કે જાણવા લાગ્યા, અને “સત્યથી સંતુષ્ટ થયેલા દેવતાઓ વસુરાજાની સાંનિધ્ય કરે છે આવી તેની ઉગ્ર પ્રસિદ્ધિ સર્વ દિશાઓમાં ફેલાણી. તે પ્રસિદ્ધિથી ભય પામીને અનેક રાજાએ તેને વશ થઈ ગયા. કારણકે સાચી કે ખોટી–ગમે તેવી પણ પ્રસિદ્ધિ માણસને જય આપે છે.
એક વખતે ફરતે ફરતે હું ત્યાં ગયે. તે વખતે બુદ્ધિમાન શિષ્યોને વેદની વ્યાખ્યા આપતે પર્વત મારા જોવામાં આવ્યું. તેમાં મદદ એ શબ્દને “મેંઢાથી યજ્ઞ કરે એ અર્થ તે શીખવતો હતો. તે સાંભળી મેં તેને કહ્યું-“અરે ભાઈ! ભ્રાંતિથી તું આવું કેમ બેસે છે ? આપણું ગુરૂએ તે અજ પદને અર્થ એ બતાવ્યું છે કે ત્રણ વર્ષનું જનું ધાન્ય કે જે ફરીવાર ઉગતું નથી તે ન કહેવાય છે. કારણ કે તેની વ્યુત્પત્તિ એવી છે કે “ના નાતે તિ બના:” જે ન ઉત્પન્ન થાય (ઉગે નહીં તે કહેવાય છે. આ પ્રમાણે આપણા ગુરૂએ બતાવેલી વ્યાખ્યા તુ શા હેતુથી ભૂલી ગયે ? પર્વત છે કે મારા પિતા (ગુરૂ)એ એવું કહ્યું જ નથી, તેમણે તે મન નો અર્થ “' (મું) જ કહેલ છે, અને નિઘંટુ (કેષ)માં પણ તેમજ છે.” મેં કહ્યું કે “શબ્દના અર્થોની કલપના મુખ્ય અને ગૌણ એમ બે પ્રકારની હોય છે, તેમાં ગુરૂએ અહીં ગૌણ અર્થ કહે છે. વળી ગુરૂ ધર્મને જ ઉપદેશ કરનાર હોય છે, અને ધર્માત્મક વચન તે જ વેદ કહેવાય છે, માટે હે મિત્ર ! તે બંનેને અન્યથા કરીને તું પાપ ઉપાર્જન કર નહિ.” પર્વત આક્ષેપથી બોલ્યા
અરે ! ગુરૂએ તે મન શબ્દનો અર્થ મેંઢજ કહેલ છે, તે છતાં ગુરૂને ઉપદેશ અને શબ્દનો અર્થ ઉલ્લંઘીને તું અધર્મ ઉપાર્જન કરે છે ? લે કે મિથ્યાભિમાનવાળી વાણી દંડના ભયથી બોલતા નથી, માટે આપણુ વચ્ચે પોતપોતાના પક્ષનું સ્થાપન કરવામાં જે ખાટ, ઠરે તેની જિહુવા છેદવાનું પણ થાઓ; અને આપણું બંનેની વચ્ચે આપણા સહાધ્યાયી અને સત્યવાદી વસુરાજાને પ્રમાણિક ઠરા.” તે સાંભળી મેં તે પ્રમાણે કબુલ રાખ્યું. કારણ કે સત્યવાદીઓને ક્ષોભ હોતો નથી.
આ પ્રતિજ્ઞાની ખબર થતાં પર્વતને તેની માતાએ એકાંતમાં કહ્યું-“હે પુત્ર! “અન્ન એટલે ત્રણ વર્ષનું ધાન્ય” એવું મેં પણ તારા પિતા પાસેથી ઘરનું કામકાજ કરતાં સાંભળ્યું હતું તેથી તે ગર્વથી જે આ જિહા છેદવાનું પણ કર્યું તે સારું કર્યું નથી. કારણ કે અવિચારિત કાર્યના કરનારા વિપત્તિનું સ્થાન થઈ પડે છે. પર્વત બે -બહે માતા ! હું તે એ પ્રતિજ્ઞા કરી ચુક્યા છું, તેથી હવે જે થયું તે થયું, બીજુ થવાનું નથી.” પછી પોતાના પુત્ર પર્વતને પ્રાપ્ત થવાનાં કષ્ટની પીડાથી હૃદયમાં આકુળવ્યાકુળ થતી તેની માતા વસુરાજાની પાસે આવી કારણ કે પુત્રને માટે પ્રાણી શું ન કરે ?
પર્વતની માતાને જઈ વસુરાજા બોલ્યા- હે અંબા ! આજે તમારા દર્શનથી મારે ક્ષીરકદંબ ગુરૂના દર્શન થયાં છે. કહો, તમારું શું કામ કરું? અથવા તમને શું આપું?” તે બોલી–હે રાજા ! મને પુત્રરૂપ ભિક્ષા આપે, હે વત્સ! પુત્ર વિના મારે બીજાં ધનધાન્ય શા કામનાં છે!” વસુ બે -“માતા ! તમારો પુત્ર પર્વત મારે પાળવા યોગ્ય છે અને પૂજવા ગ્ય છે. કારણકે “ગુરૂની જેમ ગુરૂના પુત્રની સાથે પણ વર્તવું જાઈએ” એમ વેદ કહે છે. હે માતા ! આજે અકાળે રેષ ધરનારા કાળે તેનું પાનું ઉખેળ્યું છે ? મારા ભાઈ