________________
સગ ૨ નો
રર
એવા પોકાર કરતા ત્યાં આવ્યા. તેણે રાવણને કહ્યું- હે રાજા ! આ રાજપુર નગરમાં મરૂત્ત નામે રાજા છે, તે દુષ્ટ બ્રાહ્મણાના સહવાસથી મિથ્યાષ્ટિ થઈને યજ્ઞ કરે છે. તે યજ્ઞમાં હોમ કરવા માટે કસાઇઓની જેમ બ્રાહ્મણાએ પાશમાં બાંધીને આણેલા નિરપરાધી પશુએ પાકાર કરતા મારા જોવામાં આવ્યા. તેથી આકાશમાંથી નીચે ઉતરી બ્રાહ્મણાથી વીટાએલા તે મરૂત્તરાજાને મેં દયા લાવીને પૂછ્યું કે આ શું આપજ્યું છે ? ” મરૂત્તે કહ્યું-આ બ્રાહ્મણેાએ કહેલા યજ્ઞ થાય છે, અહી અતવે દીમાં દેવની તૃપ્તિને માટે પશુઓને હેામવાનાં છે. આ મહા ધર્મ છે અને તે સ્વર્ગ ના હેતુ કહેલા છે, માટે આ પશુએથી આજે હું યજ્ઞ કરીશ.' પછી મેં તેને કહ્યું-‘આ શરીર વેદી છે, આત્મા યજમાન છે, તપ અગ્નિ છે, જ્ઞાન વ્રત છે, સમિધ કર્યું છે, ક્રોધાદિક પશુએ છે, સત્ય યજ્ઞસ્તંભ છે, સર્વ પ્રાણીઓની રક્ષા તે દક્ષિણા છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર–એ ત્રણ રત્ના તે ત્રણ દેવ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર) છે. આ વેદોદિત યજ્ઞ જો ચાવિશેષથી કર્યા હોય તા તે મુક્તિનુ સાધન થાય છે. રાક્ષસની જેવા જે લેાકેા છાગ (મેંઢા) વિગેરે પ્રાણીઓના વધવડે યજ્ઞ કરે છે તે મૃત્યુ પામીને ઘાર નરકમાં જાય છે અને ત્યાં ચિરકાળ દુ:ખ ભાગવે છે. માટે હે રાજા ! તમે ઉત્તમ વશમાં ઉત્પન્ન થયા છે, બુદ્ધિમાન અને સમૃદ્ધિમાન છે, તેથી શિકારીઓને કરવા ચાગ્ય એવા આ પાપમાંથી નિવૃત્ત થાઓ. જો પ્રાણીઓના વધથી સ્વર્ગ મળતું હોય તે પછી આ બધા જીવલેાક થાડા દિવસેામાં શૂન્ય (ખાલી) થઇ જાય.’ આવાં મારાં વચન સાંભળી યજ્ઞના અગ્નિ જેવા સર્વ બ્રાહ્મણેા ક્રોધથી પ્રજવલિત થઈ હાથમાં દંડ અને પટ્ટક વિગેરે લઈ ઊભા થયા, અને તેઓએ મને મારવા માંડયો. ત્યાંથી નાસીને નદીના પૂરથી પરાભવ પામેલા માણસ જેમ બેટને પામે તેમ હું તમને પ્રાપ્ત થયા છું, અર્થાત્ તમે મને મળ્યા છે. તમારા અવલેાકનથી મારી તેા રક્ષા થઈ, પણ જે નિરપરાધી પશુઓને હણવા માટે તે નરપશુ તૈયાર થયા છે તેની ત્યાં જઇને રક્ષા કરો.’ આવાં તેનાં વચન સાંભળી તે સઘળું જોવાની ઇચ્છાએ રાવણ વિમાનમાંથી ઉતરીને યજ્ઞમ ડપમાં આવ્યા. મત્ત રાજાએ પાઘ તથા સિ`હાસન વિગેરે આપીને તેની પૂજા કરી. પછી રાવણે ક્રોધાયમાન થઈને મરૂત્ત રાજાને કહ્યું કે-‘અરે ! નરકની અભિમુખ થઈને તમે આવા યજ્ઞ કેમ કરો છે ? ત્રણ જગતના હિતકારી એવા સજ્ઞ પુરૂષોએ અહિંસાવડે ધર્મ કહેલા છે, તો આ પહિંસાત્મક યજ્ઞથી તે ધર્મ શી રીતે થાય? તેથી એ લાકના નાશ કરનાર આ ચન કરશે નહિ, જો કરશે! તેા આ લાકમાં મારા કારાગૃહમાં નિવાસ થશે અને ૫૨લેકે નરકમાં વાસ થશે.' તે સાંભળી મરૂત્ત રાજાએ તત્કાળ યજ્ઞ કરવા છેાડી દીધા. કેમકે બધા વિશ્વને ભયંકર એવી રાવણુની આજ્ઞા અલંઘનીય હતી.
પછી રાવણે નારદને પૂછ્યું કે ‘આવા પશુવધાત્મક યજ્ઞા કયારથી પ્રવર્ત્ય હશે ? ' નાગ્ડ ખેલ્યા-ચેઢી દેશમાં શુકિતમતી નામે એક વિખ્યાત નગરી છે; જેની આસપાસ ન સખી હોય તેવી શક્તિમતી નામની નદી વીટાએલી છે. તે નગરીમાં સારા આચરણવાળા અનેક રાજાઓ થઈ ગયા પછી મુનિસુવ્રત સ્વામીના તી'માં અભિચંદ્ર નામે સવ રાજ્યકર્તાઓમાં શ્રેષ્ઠ રાજા થયા હતા. તેના પુત્ર વસુ નામે થયા, જે મહાબુદ્ધિમાન અને સત્યવચનીપણામાં વિખ્યાત થયા. ક્ષીરકખ નામના એક ગુરૂની પાસે તે ગુરૂના પુત્ર પર્વત, રાજપુત્ર વસુ અને હુ' એમ ત્રણે જણ ભણતા હતા. એક વખતે રાત્રિએ અભ્યાસના શ્રમથી થાકી જઈને અમે ઘરની ઉપર અગાશીમાં સુતા હતા, તેવામાં કાઈ એ ચારણશ્રમણમુનિ આકાશમાર્ગે જતાં માંહેામાંહી આ પ્રમાણે બાલ્યા-આ ત્રણ વિદ્યાથી એમાં એક સ્વગે