________________
૨૧
પર્વ ૭ મું ધથી યુદ્ધ કરવા લાગ્યા. છેવટે ભુજાના વીર્યથી અજેય એવા માહિષ્મતીના રાજા સહસ્ત્રાંશુને જાણીને રાવણે હસ્તીની જેમ તેને વિદ્યાથી મોહિત કરીને પકડી લીધે. પિતાને જીતેલે માનતે રાવણ તે મહાવીર્યને જીતીને પણ તેની પ્રશંસા કરતા તે અનુસેકપણે તેને પિતાની છાવણીમાં લા.
જેવામાં રાવણ હર્ષ પામતે આવીને સભામાં બેઠે, તેવામાં શતબાહ નામે એક ચારણમુનિ આકાશમાંથી ઉતરીને સભામાં આવ્યા. મેઘની સાથે મયૂરની જે રાવણ તત્કાળ સિંહાસન ઉપરથી ઉભે થઈ મણિમય પાદુકાને છોડી દઈને તેમની સામે આવ્યું તેમને અહંતપ્રભુના ગણધર જેવા માનતે રાવણ પાંચ અંગથી ભૂમિનો સ્પર્શ કરતો તેમના ચરણમાં પડયો. પછી પિતે અર્પણ કરેલા આસન ઉપર તે મુનિને બેસાર્યા, અને પિોતે પ્રણામ કરીને તેમની સામે પૃથ્વી ઉપર બેઠો. મૂર્તિમાન્ વિશ્વાસ હોય તેવા વિશ્વને આશ્વાસન આપવામાં બાંધવરૂપ તે મુનિએ તેને કલ્યાણની માતા જેવી ધર્મલાભરૂપ આશીષ આપી. પછી રાવણે અંજલિ જેડીને એ શ્રેષ્ઠ મુનિને આવવાનું કારણ પૂછયું, એટલે તે મુનિ નિર્દોષ વાણીએ બોલ્યા--“હું શતબાહુ નામે માહિષ્મતી નગરીને રાજા હતે. અન્યદા અગ્નિથી સિંહની જેમ હું સંસારવાસથી ભય પામી ગયે; તેથી સહસ્ત્રાંશુ નામના મારા પુત્રને રાજ્ય સેપી મોક્ષમાર્ગમાં રથ જેવું આ વ્રત મેં ગ્રહણ કરેલું છે.” આટલું અર્ધ બેલતાં રાવણ ગ્રીવા નમાવીને બેલી ઉઠ–શું આ મહાભુજ આપ પૂજ્યપાદના પુત્ર છે !” મુનિએ હા કહી, એટલે રાવણ બે -“ હું દિગ્વિજય માટે ફરતાં આ રેવાનદીને કાંઠે આવ્યો, અને અહીં પડાવ કરી વિકસિત કમલોથી પ્રભુની પૂજા કરી તન્મય થઈ એકાગ્ર મને ધ્યાન કરવા લાગ્યો, તેવામાં આ તમારા પુત્રે પિતાના સ્નાનથી મલીન એવા જળને છોડી મારી પૂજામાં ભંગ કર્યો, તેથી કાપ લાવીને મે આ કરેલું છે; પરંતુ હું માનું છું કે એ મહાત્માએ આ કાર્ય અજ્ઞાનથી કરેલું હશે; કારણ કે તમારે પુત્ર કદી પણ આવી અર્હતની આશાતના કરે નહિ !” આ પ્રમાણે કહી રાવણ સહસ્રાંશુને ત્યાં લાવ્યા. લજજાથી નમ્ર મુખ કરી તેણે મુનિરૂપ પિતાને પ્રણામ કર્યા. રાવણે તેને કહ્યું કે “ હે સહસ્ત્રાંશુ ! આજથી તમે મારા ભ્રાતા છો અને તમારી જેમ આ મુનિ મારા પણ પિતા છે; માટે જાઓ, તમારા રાજ્ય ઉપર અધિકાર ચલાવે અને બીજી પણ પૃથ્વી ગ્રહણ કરે. અમે ત્રણ ભાઈએ છીએ તેમ રાજલકમીના અંશને ભજનારા આજથી તમે અમારા ચેથા ભાઈ છો.” આ પ્રમાણે કહી સહસ્ત્રાંશુને છોડી દીધો; એટલે તેણે કહ્યું કે- “મારે અત્યાર પછી આ રાજ્યનું કે શરીરનું પણ કાંઈ કામ નથી. હું તે પિતાએ આશ્રય કરેલા અને સંસારનો નાશ કરનારા વ્રતને જ આશ્રય કરીશ. એ સાધનો માર્ગ પ્રાંતે નિર્વાણુને આપે છે.” આ પ્રમાણે કહી પોતાને પુત્ર રાવણને સપી એ ચરમદેહી ૧ સહસ્રાંશુએ પિતાની પાસે વ્રત ગ્રહણ કર્યું. મિત્રતાને લીધે પિતે દીક્ષા ગ્રહણ કર્યાના ખબર અયોધ્યાના પતિ અનરણ્ય રાજાને કહેવરાવ્યા. તે ખબર સાંભળી અયોધ્યાના પતિએ વિચાર્યું કે મારા પ્રિય મિત્ર સહસ્ત્રાંશુની સાથે મારે એ સંકેત હતું કે આપણે સાથે વ્રત ગ્રહણ કરવું. આવી પિતાની પ્રતિજ્ઞા સંભારીને સત્યધનવાળા, તેણે પિતાના પુત્ર દશરથ રાજાને રાજ્ય સોંપીને વ્રત ગ્રહણ કર્યું. પછી રાવણ શતબાહ અને સહક્ષાંશુ મુનિને વંદન કરી સહસ્રાંશુના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને આકાશમાર્ગે ચાલે; તેવામાં યષ્ટિઓના ઘાતથી જર્જ૨ થઈ ગયેલ નારદ મુનિ “અન્યાય, અન્યાય
1 એજ ભવમાં મેક્ષે જવાવાળા હોવાથી છેલ્લે દેહ ધારણ કરનારા.