________________
૨૦ :
સગ ૨
ને
સ્ના જેમ સર્વ જ્યોતિચક્રના વિમાનોને આછાદન કરે તેમ તે રેવાનદીએ તેની અંદર રહેલા બેટને ચારે તરફથી આચ્છાદન કરી દીધા. જેમ મહાવાયુ વેગના આવર્તથી વૃક્ષોના પટ્ટાને ઉછાળે તેમ તે જળપૂરે ઉછળતા મોટા ઉર્મિઓથી મસ્યોને ઉછાળવા માંડયા. તે ફીણવાળા અને કચરાવાળા જળપૂરે વેગથી આવીને રાવણની કરેલી અહંતપૂજાને જોઈ નાંખી. તે પૂજાને ભંગ રાવણને મસ્તકના છેદથી પણ અધિક લાગ્યો. તત્કાળ કોપ કરીને આક્ષેપપૂર્વક તે બોલી ઉઠયો--“ અરે ! આ દુર્વાર જળસમૂહ અતિ વેગથી અહંતની પૂજામાં અંતરાય કરવાને માટે કારણ વગર વરી થયેલા એવા કોણે છોડયો ? શું તે જળ છોડનાર કોઈ મિથ્યાદષ્ટિ અધમ નર છે ? વા કોઈ વિદ્યાધર છે ? કે સુર અસુર છે ?” આ સમયે કોઈ એક વિદ્યાધરે આવી રાવણને કહ્યું-“હે દેવ ! અહીથી આગળ જતાં એક માહિતી નામે નગરી છે. તેમાં બીજો સૂર્યો હોય તેવા અને સહસ્ત્ર રાજાઓથી સેવા સહસ્ત્રાંશુ નામે એક મહાભુજ રાજા છે. તેણે જળક્રીડાના ઉત્સવને માટે આ રેવાનદી ઉપર સેતુબંધ કરીને તેના જળને રોકી લીધું હતું. મોટા પરાક્રમી વીરેને શું અસાધ્ય છે ? તે સહસ્રાંશુ રાજા હાથીણીઓની સાથે હાથીની જેમ પોતાની સહસ્ત્ર રાણીઓની સાથે સુખે કરીને જળ ક્રીડા કરે છે. અને તે વખતે ઈદ્રની જેમ તેની ફરતા લાખો રક્ષકો કવચ પહેરી ઊંચા હથીઆર કરીને રેવાનદીના બને તીર ઉપર ઉભા રહે છે. અપરિમિત પરાક્રમવાળા એ રાજાને એવો અપૂર્વ અને અષ્ટપૂર્વ રૂવાબ છે કે તેના સૈનિકે ફક્ત શભા માટે કે કર્મના સાક્ષી રૂપે જ રહે છે. જ્યારે એ પરાક્રમી વીર જળકીડામાં ઉગ્ર કરાઘાત કરવા માંડયા, ત્યારે જળદેવી ક્ષેભ પામી ગઈ અને જળજતુઓ. પલાયન કરી ગયા. હજારો સ્ત્રીઓ સાથે રહેલા તે રાજાએ આ રેવાનદીનું જળ પ્રથમ અત્યંત રૂધીને પછી સ્વેચ્છાએ છોડી મૂકેલું છે, જેથી ભૂમિ અને આકાશને પ્લાવિત કરતા તે જળપૂરે ઉદ્ધતપણે વેગથી આવીને આ તમારી દેવપૂજાને પણ પ્લાવિત કરી નાખી છે. જઓ ! આ તે રાજાની સ્ત્રીઓના નિર્માલ્ય રેવાનદીના જળ ઉપર તરે છે, તે તેની નિશાની છે.” આવી તેની વાણી સાંભળીને આહુતિવડે અગ્નિની જેમ રાવણ અધિક ઉદ્દીપ્ત થયો અને બોલ્યો-“ અરે મરવાને ઇચ્છનારા તે રાજાએ કાજળથી દેવદૂષ્ય વસ્ત્રની જેમ પોતાના અંગથી દુષિત એવા જળવડે આ મારી દેવપૂજાને દુષિત કરી છે. માટે હે રાક્ષસસુભટો ! મસ્યને જેમ માછીમાર બાંધી લાવે તેમ એ પાપી અને વીમાની રાજાને બાંધીને તત્કાળ અહીં લઈ આવો.” રાવણની આવી શીઘ આજ્ઞા થતાંજ રેવાનદીના ઉદભટ તરગેની જેમ લાખા રાક્ષસવીરો રેવાનદીના કિનારાને અનુસરીને દેડવા લાગ્યા. અને બીજા વનના ગજે દ્રોની સાથે જેમ ગજે દ્રો યુદ્ધ કરે તેમ તીર ઉપર રહેલા સહસ્ત્રાંશુ રાજાના સૈનિકોની સાથે તે નિશાચરે યુદ્ધ કરવા લાગ્યા. મેઘ જેમ કરાઓથી અષ્ટાપદને ઉપદ્રવ કરે તેમ આકાશમાં રહીને વિદ્યાવડે તેમને મેહિત કરી તેઓ ઉપદ્રવ કરવા લાગ્યા. પોતાના રસૈનિકોને ઉપદ્રવ પામેલા જોઈ ક્રોધથી અધરને કંપાવતા સહસ્રાંશુએ હાથની સંજ્ઞાથી પોતાની પ્રિયાને આશ્વાસન આપ્યું. અને પિતે ગંગામાંથી રાવત હસ્તી બહાર નીકળે તેમ રેવાનદીમાંથી બહાર નીકળ્યો. તરતજ તેણે ધનુષ્ય ઉપર પણછ ચડાવી, અને રૂના સમૂહને પવન ઉડાડી મૂકે તેમ તે મહાબાહુ સહસ્ત્રાંશુએ બાણોથી આકાશમાં રહેલા રાક્ષસવીરને વિદ્રાવિત કરી નાંખ્યા. પિતાના સૈનિકોને રણમાંથી પાછા વળતાં જોઈ રાવણ ક્રોધાયમાન થયે અને સહસ્ત્રાંશુની ઉપર બાણોને વર્ષાવતે સામે આવ્યું. બંને વીર ક્રોધી, ઉગ્ર અને સ્થિર થઈ ચિરકાળ વિવિધ પ્રકારનાં આયુ
૧ આઠ પગવાળું સિંહ કરતાં જોરાવર જનાવર.