________________
11
પર્વ ૭ મું તેની કક્ષિથી મંદોદરી નામે એક દહિતા થઈ હતી. તે યૌવનવતી થતાં તેને પિતા મય વિદ્યાધર તેનાં વરને માટે વિદ્યાધરકુમારોના ગુણગુણને વિચાર કરવા લાગ્યા. જ્યારે તેમાં કઈ ગ્ય વર તેના જોવામાં આવ્યું નહિ, ત્યારે તે તેની ચિંતામાં મગ્ન થઈ ગયે. તેવામાં તેના મંત્રીએ કહ્યું “સ્વામી ! ખેદ કરે નહિ, બલવાન અને રૂપવાન એ રત્નથવાને પુત્ર દશાનન તેને ગ્ય વર છે. પર્વતેમાં મેરૂની જેમ સહસ્ત્ર વિદ્યાને સિદ્ધ કરનાર અને દેવતાઓથી પણ અકંપિત એ રાવણની સદશ વિદ્યાધરોમાં કોઈપણ રાજકુમાર નથી.” તે સાંભળી તારી વાત બરાબર છે એવું કહી હર્ષિત થઈને બાંધવ, રૌન્ય અને અંત:પુરના પરિવાર સાથે મદદરીને પણ લઇ, પ્રથમથી પોતાના આવવાના ખબર પુત્રી રાવણને આપવા માટે મય વિદ્યાધર સ્વયંપ્રભ નગરે આવ્યા. ત્યાં સુમાળી વગેરે જે ગોત્રવૃદ્ધ મહાશયે હતા તેઓ રાવણ ને મંદોદરીને સંબંધ કરવાને કબુલ થયા. પછી શુભ દિવસે સુમાળી અને મય વિગેરેએ તેમને વિવાહ કરાવ્યું. વિવાહોત્સવ કરીને મય વિગેરે સર્વ પિતાને નગરે ગયા. રાવણ એ સુંદર રમણીની સાથે ચિરકાળ ક્રીડા કરવા લાગ્યા.
એક વખતે રાવણ પડખે લટકતા મેઘમંડલથી જાણે પાંખેવાળે હોય તેવા મેઘરવ નામના પર્વત ઉપર ક્રીડા કરવાને ગયે. ત્યાં ક્ષીરસાગરમાં અપ્સરાની જેમ એક સરેવરમાં સ્નાન કરતી છ હજાર ખેચરકન્યાઓ તેના જોવામાં આવી. તે વખતે પદ્મિનીઓ જેમ સૂર્યને જુએ તેમ નેત્રકમળને પ્રફુલિત કરતી તેઓ પોતાને સ્વામી કરવાની ઈચ્છાએ રાવણને અનુરાગથી જોવા લાગી. સ્વ૯૫ સમયમાં કામથી અતિ પીડિત થતાં તેઓ લજજા છેડી ‘તમે અમારા પતિ થાઓ એમ સ્વતઃ રાવણને પ્રાર્થના કરવા લાગી. તેઓમાં સર્વશ્રી અને સુરસુંદરની પુત્રી પદ્માવતી, મનોવેગા અને બુધની દુહિતા અશકલતા તથા કનક અને સંધ્યાની પુત્રી વિદ્યાપ્રભા મુખ્ય હતી. તેમને તથા તે સિવાય બીજી પણ જગપ્રખ્યાત વંશમાં ઉત્પન્ન થયેલી તે સર્વ સરાગી કન્યાઓને રાગી રાવણ તેજ વખત ગાંધર્વ પરણ્યા. તે કન્યાઓને રક્ષકપુરૂષો એ જઈને તેમના પિતાને જણાવ્યું કે ‘તમારી કન્યાએને પરણી લઈને કેઈક ચાલ્યા જાય છે. તે સાંભળી અમરસુંદર નામે વિદ્યાધરને ઈદ્ર તે કન્યાઓના પિતાઓની સાથે ક્રોધ પામીને રાવણને મારવાની ઈચ્છાથી તેની પછવાડે દેડડ્યો. તેને આવતો જોઈ તે સર્વ નવોઢા કન્યાઓએ રાવણને કહ્યું કે-“સ્વામી ! વિમાનને ત્વરાથી ચલાવે, વિલંબ કરે નહીં; કેમકે આ અમરસુંદર વિદ્યાધરનો ઈદ્ર એટલે પણ અજણ્ય છે, તે કનક અને બુધ વિગેરેના પરિવારથી પરવાર્યો સતો આવે છે ત્યારે તો શી વાત કરવી !'? તેમની આવી વાણી સાંભળી રાવણ હસીને બોલ્યા- અરે સુંદરીઓ ! સર્પોની સાથે ગરૂડની જેમ તેઓની સાથે મારું યુદ્ધ જુઓ.” આ પ્રમાણે રાવણ કહેતે હતો, તેટલામાં તે મહાગિરિપર મેઘની જેમ તે વિદ્યાધરે શસ્ત્રથી દુદન કરતા તેની પાસે આવી પહોંચ્યા. વીર્યથી દારૂણ એવા રાવણે અવડે અસ્ત્રોને ખંડિત કરી તેમને નહીં મારવાની ઈચ્છાથી પ્રસ્થાપન નામના અસ્ત્રવડે મોહિત કરી દીધા, અને નાગપાશવડે તેમને પશુની જેમ બાંધી લીધા. પછી જ્યારે સર્વ પ્રિયાઓએ પિતૃભિક્ષા માગી, ત્યારે રાવણે તેમને છોડી મૂક્યા; એટલે તેઓ પોતપોતાના નગરમાં ચાલ્યા ગયા, અને હર્ષ પામેલા
કે જેને અર્ઘ આપતા હતા એ રાવણ તે બાળાઓની સાથે સ્વયંપ્રભ નગરમાં આવ્યું. - કુંભપુરના રાજા મહેદરની સુરૂપનયના પત્નીના ઉદરથી ઉત્પન્ન થયેલી વિદ્યુતની માળા જેવી કાંતિવાળી અને પૂર્ણ કુંભના જેવા સ્તનવાળી તડિમાળા નામે એક યૌવનવતી પુત્રીને