________________
સગે રને
કુંભકર્ણ પર, અને વૈતાઢવગિરિની દક્ષિણ શ્રેણીમાં જ્યોતિષપુરના રાજા વીરની નંદવતી રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી પંકજની શોભાને ચેરનાર દષ્ટિવાળી અને દેવાંગના જેવી પંકજશ્રી નામની કન્યા સાથે વિભીષણ પર. રાવણની સ્ત્રી મંદરીએ ચંદ્રના જેવા તેજસ્વી અને અદ્દભુત પરાક્રમી ઈદ્રજીત નામના એક પુત્રને જન્મ આપ્યો. કેટલાક કાળ ગયા પછી મેઘની જેમ નેત્રને આનંદ આપનાર મેઘવાહન નામના એક બીજા પુત્રને જન્મ આપ્યો.
કુંભકર્ણ અને વિભીષણ પિતાનું વૈર યાદ કરી વૈશ્રવણે આશ્રિત કરેલી લકને સદા ઉપદ્રવ કરવા લાગ્યા; તેથી એક વખતે બૈશ્રવણે દૂત મોકલી સુમાળીને કહેવરાવ્યું કે “રાવણના અનુજ બંધુ અને તમારા લઘુ પુત્ર કુંભકર્ણ અને વિભીષણને શિખામણ દઈને વારે. એ બંને વીમાની અને દુર્મદ બાળકે પાતાળલંકામાં રહેવાથી કુવાના દેડકાની જેમ પોતાની અને બીજાની શક્તિને જાણતા નથી. તેઓ મત્ત થઈ વિજય મેળવવાની ઈચ્છાએ છળ કરી મારી નગરીને ઉપદ્રવ કર્યા કરે છે, પણ ચિરકાળ મેં તેમની ઉપેક્ષા કરી છે. તે ક્ષુદ્ર ! જે તું તેમને સમજાવીશ નહીં તે તારી સાથે તેમને માળીને માર્ગે મોકલી દઈશ, તું તે અમારૂં બળ જાણે છે.” આવાં તૂતનાં વચન સાંભળી મહામનસ્વી રાવણ ક્રોધથી બોલ્યો“અરે ! એ વૈશ્રવણ કોણ છે? જે બીજાને કર આપનારે છે અને બીજાના શાસનથી જે લંકા પર શાસન ચલાવે છે, તે છતાં આવું પિતે બોલતાં કેમ લજવાતો નથી ? અહા કેવી મોટી ધીઠતા ! તું દૂત છે માટે તેને મારતા નથી, તેથી તું અહીંથી ચાલ્યો જા.” આ પ્રમાણે રાવણના કહેવાથી તે દ્વતે તત્કાળ વૈશ્રવણ પાસે જઈને તે બધું વૃત્તાંત કહ્યું. દૂતના ગયા પછી તેની પાછળ તરતજ રાવણ પોતાના સહદને અને સૈન્યને લઈ મોટા ક્રોધથી લંકા સમીપે આવે. આગળ મોકલેલા દૂતે તેને ખબર આપ્યા, એટલે વૈશ્રવણ યુદ્ધ કરવાને માટે મેટી સેના લઈને લંકાપુરીની બહાર નીકળે. ડા વખતમાં અનિવારિત પ્રસરતો પવન જેમ વનભૂમિને ભંગ કરે તેમ રાવણે તેની સેનાને ભંગ કરી નાંખે.
જ્યારે રાવણે તેની સેનાને ભંગ કર્યો ત્યારે પિતાનો ભંગ થયેલ માનનારા વૈશ્રવણને ક્રોધાગ્નિ બુઝાઈ ગયે; અને તે વિચાર કરવા લાગ્યા કે “કમળ છેડાતાં સરોવરની જેમ, દંતભગ થતાં દેતીની જેમ, શાખાછેદ થતા વૃક્ષની જેમ, મણિરહિત અલકારની જેમ,
નારહિત ચંદ્રની જેમ અને નિર્જળ થયેલા મેઘની જેમ શત્રઓએ માનભંગ કરેલા માની પુરૂષની સ્થિતિને ધિક્કાર છે ! પરંતુ તે પુરૂષ જે મુક્તિને માટે યત્ન કરે તો જરૂર વાસ્તવ સ્થાનને પામે છે. “થે ડું છોડી દઈ તેના બદલામાં બહુની ઈચ્છા કરનાર પુરૂષ લજજાનું સ્થાન થતું નથી. માટે અનેક અનર્થને આપનારા આ રાજ્યની મારે જરૂર નથી, હવે હું તે મોક્ષમંદિરના દ્વારરૂપ દીક્ષા ગ્રહણ કરીશ. આ કુંભકર્ણ અને વિભીષણ છે કે મારા અપકારી થયેલા હતા, પણ તે કારણે આવા માર્ગનું દર્શન થવાથી તેઓ મારા ઉપકારી થયા છે. આગળ પણ મારી માસીને પુત્ર હોવાથી રાવણુ મારે બંધુ છે અને અત્યારે કર્મથી પણ બંધ છે; કારણ કે તેના તરફથી આ ઉપકમ થયા વગર મારી આવી બુદ્ધિ થાત નહિ.” આ વિચાર કરી શૈશ્રવણે શસ્ત્રાદિક છોડી, તત્ત્વનિષ્ટ થઈ પિતાની મેળે દીક્ષા ગ્રહણ કરી. એ ખબર જાણી રાવણે તેમની પાસે આવી નમસ્કાર કરી અંજલિ જોડીને કહ્યું કે “તમે મારા જયેષ્ઠ બંધુ છે, માટે આ અનુજના અપરાધને ક્ષમા કરે. હે બાંધવા. તમે નિઃશંક થઈ આ લંકામાં રાજ્ય કરે. અમે અહીંથી બીજે જઈશું. કારણ કે પૃથ્વી ઘણી વિશાળ છે. આ પ્રમાણે રાવણે કહ્યું, તથાપિ તેજ ભવમાં મોક્ષે જનાર તે મહાત્મા શૈશ્રવણુ પ્રતિમા ધરી રહ્યા હતા તેથી કાંઈ પણ બોલ્યા નહિ. વૈશ્રવણને નિઃસ્પૃહ જાણી