________________
સગર જે પ્રમાણે આજંદ કરવા લાગ્યા-હે વત્સ ! તીર્થંચોને જેમ લુબ્ધક હણે તેમ આ નિર્દય પુરૂષે તમારા જેવાં અને મારે છે, માટે હે વત્સ દશમુખ ! તું ઊભું થા, તારા જે એકાંતભક્ત પુત્ર અમારી ઉપેક્ષા કેમ કરે છે ? હે પુત્ર ! તું બાલક હતો ત્યારે તે પોતાની મેળે કંઠમાં મહાન હાર પહેર્યો હતો, તે તારૂં બાહુબળ અને અહંકાર અત્યારે કયાં ગયાં ? રે ભકણ ! તુ પણ અમારાં વચનોને કેમ સાંભળતો નથી ? અને ઉદાસીનની જેમ અમારી દીન થઈ ગયેલાની આવી ઉપેક્ષા કેમ કરે છે? રે પુત્ર વિભીષણ ! એક ક્ષણવાર પણ તું ભક્તિવિમુખ થતો નહતો, પણ અત્યારે દુષ્ટ દૈવે તને ફેરવી નાંખે હોય તેમ કેમ જણાય છે ?” આવી રીતે તેમણે વિલાપ કર્યો, તથાપિ તેઓ જ્યારે જરા પણ સમાધિથી ચલિત થયા નહિ, ત્યારે પછી યક્ષ કંકોએ તેમનાં મસ્તકો તેમની આગળ છેદી નાંખ્યાં. આવું તેમની આગળ થતું દારૂણ કર્મ પણ જાણે જોતાંજ ન હોય તેમ ધ્યાનને આધીન ચિત્ત કરીને રહેલા તેઓ જરાપણ ક્ષોભ પામ્યા નહિ. પછી તેમણે માયા રચીને કુંભકર્ણ અને વિભીષણનાં મસ્તક રાવણની આગળ પાડ્યાં અને રાવણનું મસ્તક તે બંનેની આગળ પાડયું. તે જોઈને ક્રોધ ઉત્પન્ન થવાથી કુંભકર્ણ અને વિભીષણ જરા #ભ પામી ગયા; પરંતુ તેનું કારણ માત્ર ગુરૂભક્તિ હતી, કાંઈ તેમનું અલ્પ સત્વ નહોતું. પરમાર્થને જાણનારે રાવણ તો તે અનર્થને માટે કાંઇ પણ ચિંતવન નહિ કરતો વિશેષ ધ્યાનનિષ્ઠ થઈ પર્વતની જેમ નિશ્ચળ રહ્યો. તે સમયે આકાશમાં “સાધુ, સાધુ” એવી દેવતાઓની વાણી થઈ. તેથી ચક્તિ થઈને યક્ષસેવકો તત્કાળ ત્યાંથી નાસી ગયા; અને તેજ વખતે “ અમે સર્વે તમારે વશ છીએ' એમ ઊંચે સ્વરે બોલતી એક હજાર વિદ્યાઓ આકાશને પ્રકાશિત કરતી રાવણની પાસે આવીને ઊભી રહી.
પ્રજ્ઞપ્તિ, રોહિણી, ગૌરી, ગાંધારી, નભસિંચારિણી, કામદાયિની, કામગામિની, અણિમા, લધિમા, અક્ષેત્યા, મનઃસ્તંભનકારિણી, સુવિધાના, તરૂપા, દહની, વિપુલોદરી, શુભપ્રહા, રજરૂપા, દિનરાત્રિવિધાયિની, વજોદરી, સમાકૃષ્ટિ, અદર્શની, અજરામરા, અનલિસ્તંભની, તેયસ્તંભની, ગિરિદારણી, અવલંકિની, વનિ, ઘેરા, વીરા, ભુજંગિની, વારિણી, ભુવના, અવધ્યા, દારૂણી, મદનાશની, ભાસ્કરી, રૂપસંપન્ના, રોશની, વિજયા, જયા, વદ્ધની, મોચની, વારાહી, કુટિલાકૃતિ, ચિત્તોદ્દભવકરી, શાંતિ, કૌબેરી, વશકારિણી, યોગેશ્વરી, બલેત્સાહી, ચંડા, ભીતિ, પ્રઘર્ષિણી, દુર્નિવારા, જગત્કંપકારિણી અને ભાનુમાલિની, ઈત્યાદિક મહાવિદ્યાઓ પૂર્વે કરેલાં સુકૃતવડે મહાત્મા રાવણને થોડા દિવસમાં સિદ્ધ થઈ. સંવૃદ્ધિ, જો ભણી, સર્વાહારિણી, વ્યોમગામિની અને ઈંદ્રાણી-એ પાંચ વિદ્યાએ કુંભકર્ણને સાધ્ય થઈસિદ્ધાર્થા, શત્રુદમની, નિર્ચાઘાતા અને આકાશગામિની-એ ચાર વિદ્યાઓ વિભીષણને સાધ્ય થઈ. જંબુદ્વીપના પતિ અનાદદેવે આવી રાવણને ખમાવ્યો. “મોટા પુરૂષોના અપરાધમાં તેમને પ્રણિપાત કર, તેજ તેને મુખ્ય ઉપાય છે.” પ્રથમ કરેલાં વિલનનું પ્રાયશ્ચિત કરવાને ઈચ્છતા હોય તેમ તે બુદ્ધિવાન યક્ષે રાવણને માટે સ્વયપ્રભ નામે નગર ત્યાં રચાવ્યું. તેઓને થયેલી વિદ્યાસિદ્ધિના ખબર સાંભળી તેમનાં માતપિતા, બેન અને બંધુવર્ગ ત્યાં આવ્યું. તેઓએ તેમને સત્કાર કર્યો. માતપિતાની દષ્ટિમાં અમૃતવૃષ્ટિ અને બંધુવંગમાં ઉત્સવ ઉત્પન્ન કરતા તે ત્રણે ભાઈઓ ત્યાં સુખે રહેવા લાગ્યા. પછી રાવણે છ ઉપવાસ કરીને દિશાઓને સાધવામાં ઉપયોગી ચંદ્રહાસ નામનું શ્રેષ્ઠ ખગ સાધ્યું.
તે સમયમાં શૈતાઢથગિરિ ઉપર દક્ષિણ શ્રેણીના આભૂષણભૂત સુરસંગીત નામના નગરમાં મય નામે વિદ્યાધરને રાજા હતા. તેને હેમવતી નામે ગુણોના ધામરૂપ એક સ્ત્રી હતી.