________________
સગ ર જો.
રાવણ દિગ્વિજય.
એક વખતે દશમુખે પોતાના અનુજ અંધુ સાથે આકાશમાં જોયું, તા વિમાનમાં એસીને આવતા સમૃદ્ધિવાન વૈશ્રવણ રાજાને દીઠા; એટલે ' આ કાણુ છે ?' એમ તેણે તેની માતાને પૂછ્યું. કૈકસી બેલી-“ મારી માટી એન કૌશિકાના એ પુત્ર છે, વિશ્રવા નામે વિદ્યાધરના રાજાનેા તે કુમાર છે અને સર્વ વિદ્યાધરાના સ્વામી ઇદ્ર રાજાના એ મુખ્ય સુભટ છે. ઈંદ્રે તારા પિતામહના જ્યેષ્ઠ બધુ માળીને મારીને રાક્ષસદ્વીપ સહિત આપણી લંકાનગરી આ વૈશ્રવણને આપી છે. હે વત્સ ! ત્યારથી લકાપુરી મેળવવાના મનારથ મનમાં રાખીને તારા પિતા અદ્યાપિ અહીં રહેલા છે. ‘સમર્થ શત્રુમાં એમ કરવુ જ યુક્ત છે.' રાક્ષસપતિ ભીમેન્દ્રે શત્રુઓના પ્રતીકારને માટે રાક્ષસવ...શના અંકુરરૂપ આપણા પૂર્વજના પુત્ર મેઘવાહન રાજાને રાક્ષસદ્વીપ, પાતાળલકા અને રાક્ષસીવિદ્યા સહિત લંકાનગરી આપેલી હતી. એ ઘણા કાળથી ચાલી આવતી આપણા વ'શની રાજધાની શત્રુઓએ હરી લેતાં તારા પિતામહ અને તારા પિતા પ્રાણરહિતની જેમ અહી રહેલા છે, અને રક્ષક વગરના ક્ષેત્રમાં સાંઢડાની જેમ તે લંકામાં આપણા શત્રુએ સ્વેચ્છાએ વિચરે છે, તે તારા પિતાને જીવતાં શલ્ય જેવું છે. હે વત્સ ! તે તારા પિતામહના આસન ઉપર અનુજબ સાથે બેઠેલા તને આ મદભાગ્યા ત્યારે જોશે ? અને તારા કારાગ્રહમાં કબજે કરેલા એ લકાના લુટારાને જોઈને હું પુત્રવતીઓમાં શિરામણ કયારે થઈશ ? હે વત્સ ! આકાશપુષ્પની જેવા આવા બ્ય મનોરથ કરતો હું મરૂદેશમાં હંસલીની જેમ પ્રતિક્રિન ક્ષીણ થતી જાઉ છું,”
માતાનાં આવાં વચન સાંભળી ક્રોધથી ભીષણ મુખ કરતા વિભીષણે કહ્યું—“ માતા ! ખેદ કશું નહિ, તમે તમારા પુત્રાનું પરાક્રમ જાણતા નથી. હે દેવી ! આ બલવાન આ દશમુખની આગળ ઇંદ્ર, વશ્રવણ અને ખીજા વિદ્યાધરો કાણુ માત્ર છે ! સુતેલા સિ’હું જેમ ગજેંદ્રની ગર્જનાને સહન કરે, તેમ આજ સુધી અજાણ્યા એવા મારા ભાઈ દશમુખે શત્રુઆના હાથમાં રહેલુ લકાનું રાજ્ય સહન કરેલુ છે. આ દશમુખની વાત તેા મૂકી દો, પણ આ આર્ય કુંભકર્ણે પણ બીજા સુભટોને નિઃશેષ કરવાને સમર્થ છે. વળી હે માતા ! તે કુંભકર્ણની વાત પણ કારે મૂકે, હું પણ તેની આજ્ઞાથી વજ્રના પાતની જેમ અકસ્માત્ શત્રુઓનો સંહાર કરવાને સમર્થ છું.” આ પ્રમાણે સાંભળીને દાંતવડે અધરને ડંસતા રાવણ ખેલ્યા-“હે માતા ! તું વના જેવી કઠિન જણાય છે કે આવુ શલ્ય ચિરકાળ થયાં ધારણ કરે છે. એ ઇંદ્રાદિક વિદ્યાધરાને તા હું એક ખાહુના બળથીજ હણી નાંખુ, તા પછી શસ્રાશસ્ત્રિની વાર્તા તો એક તરફજ રહેા. વસ્તુતાએ તે સઘળાએ મારે મન તૃણુ સમાન છે. જો કે ભુજાના પરાક્રમથી તે શત્રુને જીતવાને હુ' સમ છુ', તથાપિ કુળક માગતે આવેલી વિદ્યાશક્તિ મારે સાધવી જોઈ એ, માટે હે માતા ! હું મારા બંધુઓની સાથે તે નિર્દોષ વિદ્યાને સાધીશ, તેથી આજ્ઞા આપા એટલે હું તેની સિદ્ધિને માટે જાઉં.” આ પ્રમાણે કહી માતાપિતાને નમસ્કાર કરી, તેમણે મસ્તકપર ચુંબન કરેલા
અનુજ