________________
પર્વ ૭ મું રાવણ અનુજ બંધુઓની સાથે ભીમ નામના અરણ્યમાં ગયે. જ્યાં સુતેલા સિંહોના નિશ્વાસથી આસપાસનાં વૃક્ષે કંપતાં હતાં, ગર્વિષ્ઠ કેશરીનાં પુંછડાંના પછાડાથી ભૂમિતળ કુટી જતું હતું, ઘણાં ઘુવડ પક્ષીઓના ધુત્કારથી વૃક્ષો અને ગુહાઓ અતિ ભયંકર લાગતી હતી, અને નાચતા ભૂતોના ચરણઘાતથી ગિરિના શિખર પરથી પાષાણ પડતા હતા. દેવતાઓને પણ ભયંકર અને આપત્તિના એક સ્થાનરૂપ એ અરણ્યમાં રાવણે અનુજ બંધુઓની સાથે પ્રવેશ કર્યો. તપસ્વીની જેમ મસ્તક પર જટામુગટને ધારણ કરી, અક્ષસૂત્ર માળા હાથમાં રાખી, નાસિકાના અગ્ર ભાગ ઉપર દૃષ્ટિ કરી, અને વેત વસ્ત્ર પહેરી તે ત્રણે બંધુઓએ બે પહોરમાં સર્વ વાંછિતને આપનારી અષ્ટાક્ષરી વિદ્યાને સાધી લીધી. પછી જેને દશહજાર કેટી જાપ કરવાથી ફલપ્રાપ્તિ થાય છે એ ડશાક્ષર મંત્ર જપવાનો તેઓએ આરંભ કર્યો.
એ સમયે જંબુદ્વીપનો પતિ અનાદત નામે દેવતા અંતઃપુર સહિત ત્યાં ક્રીડા કરવા આવ્યો. તેણે એ ત્રણે જણને મંત્ર સાધતા જોયા. તે યક્ષપતિએ તેમને વિદ્યા સાધવામાં વિન કરવા સારૂ અનુકૂલ ઉપસર્ગ કરવાને માટે પોતાની સ્ત્રીઓને તેની પાસે મોકલી. તે સ્ત્રીઓ તેમને ક્ષોભ કરવાને આવી; પણ તેઓના અતિ સુંદર રૂપથી પોતાના સ્વામીનું શાસન ભૂલી જઈ પોતે જ ક્ષોભ પામી ગઈ. તેઓને નિર્વિકારી, સ્થિર આકૃતિવાળા અને મૌન રહેલા જોઈ ખરા કામદેવના આવેશથી પરવશ થઈને તેઓ કહેવા લાગી—“ અરે ! ધ્યાનમાં જડ થઈ ગયેલા વીરા ! યત્નપૂર્વક અમારી સામે તો જુઓ ! આ દેવીઓ પણ તમને વશ થઈ ગઈ છે, તે એથી બીજી કઈ સિદ્ધિ તમારે જોઈએ છીએ ? હવે વિદ્યાસિદ્ધિને માટે કેમ યત્ન કરો છો ? આ કલેશ કરવાની હવે જરૂર નથી, તમે વિદ્યાથી શું કરવાના છો ? અમે દેવીઓ જ તમને સિદ્ધ થઈ ચુકી છીએ. માટે ત્રણ જગતના રમણીય રમણીય પ્રદેશમાં જઈ દેવ સમાન એવા તમે વેચ્છાએ અમારી સાથે યથારૂચિ ક્રીડા કરો.” આવી રીતે તેઓએ કામનાથી કહ્યું, પરંતુ ઘણું બૈર્યવાન હોવાથી તેઓ ડગ્યા નહિ, એટલે તે યક્ષિણીઓ વિલખી થઈ ગઈ. કેમકે “એક હાથે તાળી પડતી નથી. તે સમયે જંબુદ્વીપપતિ યક્ષે પિતે ત્યાં આવીને કહ્યું-“ અરે મુગ્ધ પુરૂષ! તમે આવું કાષ્ટચેષ્ટિત કેમ આરંભ્ય છે ? હું ધારું છું કે કોઈ દુરામાં અનાપ્ત પાંખડીએ અકાળ મૃત્યુને માટે તમને આ પાખંડ શિક્ષા આપી લાગે માટે હવે આ ધ્યાનનો દરા ગ્રહ છોડીને ચાલ્યા જાઓ; અથવા માગે, હું પણ કપાળ થઈને તમને વાંછિત આપીશ.” આ પ્રમાણે કહ્યા છતાં પણ જ્યારે તેઓ મૌન રહ્યા, ત્યારે તે યક્ષ કોધ કરીને બોલ્યો - અરે મૂઢ ! મારા જેવા પ્રત્યક્ષ દેવને છોડી તમે બીજાનું
ધ્યાન કેમ કરો છો ?” આવી રીતે ક્રૂર વાણી બોલતા યક્ષે તેમને ક્ષોભ કરવાને માટે પિતાના વાનમંતરર સેવકોને ભ્રકુટીની સંજ્ઞાથી આજ્ઞા કરી. તત્કાલ કિલકિલ શબ્દ કરતા
અને બહુ રૂપને ધારણ કરતા તે સેવકો પર્વતના શિખરે ઉપાડી ઉપાડીને તેમની આગળ નાંખવા લાગ્યા કેઈ સર્પ થઈ ચંદનનાં વૃક્ષની જેમ તેમની ફરતા વીંટાવા લાગ્યા, કોઈ સિંહ થઈ તેમની આગળ દારૂણ શબ્દ કરવા લાગ્યા, અને કાઈ રીબ, ભલલ, ન્હા૨, વ્યાધ્ર અને બિડાળ વિગેરેનાં રૂપ લઈ તેમને હીવરાવવા લાગ્યા; તથાપિ તેઓ જરાપણ ક્ષોભ પામ્યા નહિ. પછી તેઓએ કૈકસી. રત્નશ્રવા અને સૂર્પણખાનાં રૂપ વિકુવી તેમને બાંધી તેઓની આગળ નાંખ્યા. તે માયામય રત્નશ્રવા વિગેરે નેત્રમાં અશ્રુ લાવી કરૂણ સ્વરે આ
૧. જેનું વચન પ્રમાણ ન થાય તેવા અપ્રમાણિક. ૨, વ્યંતર જાતિના દેવ.