________________
સગ ૧ લા
નારા આ વિદ્યાધરોને મારા રાજ્યમાંથી ચારને કાઢી મૂકે તેમ પૂવૅ વતાય ગિરિની રાજધાનીમાંથી કાઢી મૂકયા છે. તે આ વિનીત અને કુલાધમને અહી પાછા કોણે ઓલાવ્યા છે ? પણ ફીકર નહી, હવે ફરીવાર ન આવે તેટલા માટે હું તેમને પશુઓની જેમ મારી નાખુ છું.” આ પ્રમાણે કહી મહા વીર્યવાન્ અને યમરાજ જેવા તે વિજયસિ'હુ આયુધાને ઉછાળતા કિષ્કિંધિ રાજાની પાસે તેના વધ કરવાને આવ્યા એટલે સુકેશ વિગેરે કિષ્કિંધિ તરફથી અને બીજા કેટલાક વિજયસિંહ તરફથી દુર પરાક્રમી વિદ્યાધરા સામસામે યુદ્ધ કરવાને તૈયાર થઈ ગયા. દાંતાતિ યુદ્ધ કરવાને પ્રવર્તેલા હાથીઓથી આકાશમાં તણખા ઝરવા લાગ્યા, ભાલાભાલી યુદ્ધમાં સ્વારેસ્વાર અથડાવા લાગ્યા, અને ખાણાખાણી યુદ્ધમાં મહારથીએ મરવા લાગ્યા અને ખડ્ગાખડ્ડી યુદ્ધમાં પેદળા પડવા લાગ્યા. થાડીવારમાં બધી ભૂમિ પંકિલ થઇ ગઈ. આ પ્રમાણે કલ્પાંત કાળની જેમ દારૂણ યુદ્ધે પ્રવğ. ચિરકાળ યુદ્ધ કરી કિષ્કિ`ધિના અનુજ બધુ અંધકે વૃક્ષપરથી ફળને પાડે તેમ વિજયસિંહના મસ્તકને ખાણથી પાડી નાખ્યું. તે વખતે વિજયસિંહના પક્ષના વિદ્યાધરો ત્રાસ પામી ગયા; કેમકે ધણી વિના શૌયતા કયાંથી રહે ? નાયક વગરનું સૈન્ય હણાયેલુ જ છે, પછી શરીરધારી જયલક્ષ્મી હેાય તેવી શ્રીમાળાને લઈ જય મેળવીને કિષ્કિંધિ રાજા પરિવાર સહિત કિષ્કિંધા નગરીએ આવ્યા. અકસ્માત્ વજ્રપાતની જેમ પુત્રના વધના વૃત્તાંત સાંભળી અશનેિવેગ વેગથી કિષ્ઠિ'ધિ ઉપર ચડી આવ્યેા. જળવડે મોટા દ્વીપની ભૂમિને નદીનું પૂર વીટી લે તેમ તેણે પુષ્કળ સૈન્યથી કિષ્કિંધ નગરીને વીટી લીધી. ગુઢ્ઢામાંથી એ સિહાની જેમ સુકેશ અને કિષ્કિધિ અંધક સહિત યુદ્ધ કરવાની ઈચ્છાથી નગરીની બહાર નીકળ્યા. અતિ ક્રાધ પામેલા વીર અનેિવેગ શત્રુઓને તૃણની જેમ ગણતા સર્વ પ્રકારે યુદ્ધ કરવાને પ્રત્યે, ક્રાધાંધ થયેલા અશિનવેગે રણભૂમિમાં સિંહ જેવા અને વિજયસિંહને હણનારા અંધકના મસ્તકને છેદી નાંખ્યું. પછી પવને આસ્ફાલિત કરેલા વાદળાની જેમ વાનરા અને રાક્ષસાનુ` સૈન્ય દશે દિશાઓમાં નાસી ગયું, અને લંકા તથા કિષ્કિંધાના પતિ પાતપેાતાનુ અંતઃપુર અને પરિવાર લઈ પાતાળલકામાં નાસી ગયા. એવે પ્રસ`ગે કાઈ ઠેકાણે પલાયન કરવું, તે પણ એક ઉપાય છે.’ આરાધર (મ્હાવત) ને મારીને હાથી શાંત થાય તેમ પેાતાના પુત્રના હણનારને મારીને રથનુપુરના રાજા અશનિવેગ શાંત કેપવાળા થયા. શત્રુઓના નિર્માતથી હર્ષ પામેલા અને નવું રાજ્ય સ્થાપન કરવામાં આચાર્ય જેવા તેણે લટકાના રાજ્ય ઉપર નિર્થાત નામના ખેચરને બેસાડવા પછી અનેિવેગ ત્યાંથી પાછે ફ્રી અમરાવતીમાં ઇંદ્ર આવે તેમ વૈતાઢગિર પર રહેલા પેાતાના રથનુપુર નગરમાં આવ્યા. અન્યદા વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેણે પોતાના પુત્ર સહસ્રારને રાજ્ય સાંપીને દીક્ષા ગ્રહણ કરી.
પાતાળલકામાં રહેલા સુકેશને ઈંદ્રાણી નામની સ્ત્રીથી માળી, સુમાળી અને માલ્યવાન નામે ત્રણ પુત્રો થયા; અને કિષ્કિંધિને શ્રીમાળાથી આયિરજા અને ઋક્ષા નામે એ પરાક્રમી પુત્રા થયા. એક વખતે કિષ્ઠિ ધિ મેરૂપર્વત પર શાશ્વત અર્હંતની યાત્રા કરીને પાછા સૂર્યાં, ત્યાં મા માં મધુ નામના પર્યંત તેના જોવામાં આવ્યા. બીજો મેરૂ હાય તેવા તે પર્વતની ઉપર મનારમ ઉદ્યાનમાં ક્રાડા કરવાથી કિષ્કિંધિનુ મન અધિક વિશ્રાંતિ પામ્યું. તેથી તે પરાક્રમી કિષ્કિંધિએ કૈલાસ ઉપર કુબેરની જેમ તે પર્વતની ઉપર નગર વસાવીને પોતાના પરિવાર સાથે ત્યાં નિવાસ કર્યાં. મુકેશના વીય વ ત ત્રણે પુત્રા પોતાના રાજ્યને શત્રુએ
૧. કાદવવાળી