________________
પર્વ ૭ સે. હિરણ કરેલું જાણું અગ્નિની જેમ ક્રોધથી પ્રજવલિત થઈ ગયા. તેઓએ લંકામાં આવી યુદ્ધ કરીને નિર્ધાત બેચરને નિગ્રહ કર્યો. ચિરકાળનું વૈર મૃત્યુને માટે થઈ પડે છે. પછી લંકાપુરીમાં માળી રાજા થયા અને કિષ્ક્રિધિના કહેવાથી કિષ્કિધા નગરીમાં આદિત્યરજા રાજા થયે.
અહીં વૈતાઢયગિરિ પર આવેલા રથનૂપુર નગરમાં અશનિવેગ રાજાના પુત્ર સહસ્ત્રાર રાજાની ચિત્તસુંદરી નામે ભાર્યાને મંગળકારી શુભ સ્વપ્નનું દર્શન થતાં કોઈ ઉત્તમ દેવ
વીને તેના ગર્ભમાં અવતર્યો. સમય આવતાં ચિત્તસુંદરીને ઈંદ્રની સાથે સંભોગ કરવાને દેહદ થયો. તે દુર્વચ અને દુઃપૂર હોવાથી તેના દેહની દુર્બળતાનું કારણ થઈ પડો. સહસ્ત્રાર રાજાએ જ્યારે ઘણું આગ્રહથી પૂછયું, ત્યારે તેણીએ લજજાથી નમ્ર મુખ કરીને તે દેહદની વાર્તા પતિને જણાવી. પછી સહસ્ત્રારે વિદ્યાથી ઇંદ્રનું રૂપ લઈ તેણીને ઈપણું સમજાવી તેને દેહદ પૂર્ણ કર્યો. સમય આવતાં પૂર્ણ પરાક્રમી પુત્રનો જન્મ થયે. ઈદ્રના સંગનો દેહદ થયેલ હોવાથી તે પુત્રનું નામ ઈદ્ર પાડયું. યૌવન વન્ય પ્રાપ્ત થતાં એ વિદ્યાના અને ભૂજાના પરાક્રમી પુત્રને રાજય સેપી સહસ્ત્રાર રાજા ધર્મપરાયણ થયે. ઈન્દ્ર સર્વ વિદ્યાધરના રાજાઓને સાધી લીધા અને ઈદ્રના દેહદવડે જન્મવાથી તે પોતાને ઈંદ્ર માનવા લાગ્યો. તેણે ચાર દિગપાળે, સાત સેના તથા સેનાપતિઓ, ત્રણ પ્રકારની પર્ષદા, વજ આયુધ, ઐરાવણ હાથી, રંભાદિક વારાંગના, બ્રહસ્પતિ નામે મંત્રી અને નૈગમેથી નામે પત્તિસૈન્યને નાયક એ પ્રમાણે સર્વ સ્થાપિત કર્યું. એવી રીતે ઈદ્રના પરિવારના નામને ધરનારા વિદ્યાધરેથી હું ઈદ્ર છું' એવી બુદ્ધિવડે તેણે અખંડ રાજ્ય કરવા માંડયું.જ્યોતિઃપુરના રાજા મયુરધ્વજની આદિત્યકતિ નામની સ્ત્રીના ઉદરથી ઉત્પન્ન થયેલા સોમ નામના વિદ્યાધરને પૂર્વ દિશાને દિફપાળ કર્યો, કિષ્કિધાપુરીના રાજા કાલાગ્નિની સ્ત્રી શ્રીપ્રભાના પુત્ર યમ નામે રાજાને દક્ષિણ દિશાનો દિકપાળ કર્યો, મેઘપુરના રાજા મેઘરથની સ્ત્રી વરૂણાના ઉદરથી જન્મેલા વરૂણ નામે વિદ્યાધરને પશ્ચિમ દિશાનો દિકપાળ કર્યો અને કાંચનપુરના રાજા સુરની સ્ત્રી કનકાવતીના ઉદરથી જન્મેલા કુબેર નામે વિદ્યાધરને ઉત્તમ દિશાને દિપાળ કર્યો. ઈત્યાદિક સર્વ સંપત્તિ સહિત ઈદ્ર રાજા રાજ્ય કરવા લાગ્યું. હું ઈદ્ર છું” એમ માનતા તે ઈદ્ર વિદ્યાધરને બીજા હસ્તીને મદગંધી હાથી સહન કરી ન શકે, તેમ માળી રાજા સહન કરી શક્યો નહિ; તેથી અતુલ પરાક્રમી ભાઈઓ, મંત્રીઓ અને મિત્રો સહિત માળી રાજા તેની સાથે યુદ્ધ કરવા ચાલ્યા. “પરાક્રમી પુરૂષોને બીજો વિચાર હોતો નથી.” બીજા પણ રાક્ષસવીરે વાનરવીરોને લઈને સિંહ, હાથી, અશ્વ, મહિષ, વરાહ અને વૃષભાદિક વાહનો પર બેસી આકાશમાર્ગે ચાલવા લાગ્યા. તે સમયે ગધેડા, શિયાળીઆ અને સારસ વિગેરે તેમની દક્ષિણમાં રહ્યા છતાં ફળમાં વામપણાને ધારણ કરતાં તેઓને રિક્ટરૂપ થયાં. બીજા પણ અપશુકને અને દુનિમિત્ત થયાં એટલે સુબુદ્ધિમાન સુમાળીએ યુદ્ધ કરવા જતાં વાયેઃ પણ ભુજબળથી ગર્વ પામેલો માળી તેનું વચન નહિ માની વૈતાઢયગિરિ પર આવ્યો અને તેણે યુદ્ધને માટે ઈદ્ર વિદ્યાધરને બોલાવ્યા. ઈદ્ર રાવતપર બેસી હાથમાં વજને ઉછાળતે નેગમેષી પ્રમુખ સેનાપતિઓથી અને સોમાદિક ચાર કપાળથી પરવ - સતે વિવિધ આયુધને ધારણ કરનારા અનેક સુભટની સાથે રણક્ષેત્રમાં આવ્યો. આકાશમાં વિધુત અસ્ત્રથી ભયંકર મેઘની જેમ ઈદ્ર અને રાક્ષસનાં સૈનિકોનો પરસ્પર સંઘટ્ટ થયો. કઈ ઠેકાણે પર્વતના શિખરની જેમ રથો પડવા લાગ્યા. પવને ઉડાડેલી વાદળાંની જેમ કે
૧ ન કહી શકાય એ. ૨ ન પૂર્ણ થાય તેવો.