________________
૧. જીવનરેખા વગેરે ક્ષેત્રમાં કલમ ચલાવી છે. તેમાંની કેટલીક કૃતિઓ પૂર્ણ થયેલી છે, તે કેટલીક અપૂર્ણ રહેલી છે.
સ્ત્રીઓને સુધરવા ઉપયોગી થાય તેવા હેતુથી તેમણે ગરબીમાં રચેલું “સ્ત્રીનીતિબોધક” આજે પણ થોડું શિક્ષણ પામેલી સ્ત્રીને ઘણું ઉપયોગી થાય તેવું પુસ્તક છે. તેમાં સદ્દગુણ મેળવવા અને દુર્ગણથી મુક્ત થવા માટે સરળ ભાષામાં સ્ત્રીઓને શિખામણ આપેલી છે. વિ. સં. ૧૯૪૦માં પ્રગટ થયેલું શ્રીમદ્દનું આ સૌથી પહેલું પુસ્તક છે. તેમાં આપણને શ્રીમનો સુધારક તરીકે પરિચય થાય છે. એ જ રીતે તેમનો સુધારક તરીકેનો પરિચય આપણને તે સમયનાં “વિજ્ઞાનવિલાસ”, “સુધપ્રકાશ” આદિ માસિકમાં પ્રસિદ્ધ થયેલાં “સ્વદેશીઓને વિનંતી”, “ખરો શ્રીમંત કેશુ?વગેરે કાવ્યમાં થાય છે.
આ ઉપરાંત અવધાન સમયે શીવ્રતાથી રચાયેલી શ્રીમદની કેટલીક કૃતિઓ મળે છે. તે પદ્યરચનાઓ ભાગ્યે જ ચાર-આઠ પંક્તિઓથી લાંબી છે. છતાં આપણે, ઘણી વખત, તેમાં સચોટતા, માર્મિકતા અને શ્રીમદ્દમાં રહેલા વૈરાગ્યને પ્રગટ જોઈ શકીએ છીએ. આ શીધ્ર રચનાઓએ તથા ઉપલબ્ધ ધર્મેતર પદ્યસાહિત્યે તેમને લોકોમાં કવિ તરીકે વિશેષ સ્થાન અપાવ્યું હતું. - આ સિવાય તેમણે રચેલું સઘળું સાહિત્ય ધર્મને લગતું છે. તેમાં કેટલીક કૃતિઓ પૂર્ણ સ્વરૂપે તો કેટલીક અપૂર્ણ સ્વરૂપે મળે છે. હજાર-બારસે જેટલાં નીતિવચનો પણ તેમણે “પુષ્પમાળા”, “બોધવચન”, “વચનસપ્તશતી ” વગેરે જુદાં જુદાં શીર્ષક નીચે રચ્યાં છે. તેમાં પણ તેમને ધર્મને રંગ અછત રહેતું નથી.
વીસ વર્ષની ઉંમર પહેલાં શ્રીમદ્ રચેલા ધર્મને લગતા સાહિત્યમાં મોક્ષસુધ” એ પદ્યરચના અપૂર્ણ રહેલી છે. તેને નાન વિભાગ જ મળે છે. એટલે તેમાંથી શ્રીમદ્દ વિશેની કઈ સ્પષ્ટ છાપ આપણને મળતી નથી. છતાં તેમાંની “પ્રભુપ્રાર્થના” તેની ભાવનામયતાને લીધે ધ્યાન ખેંચે તેવી રચના બની છે. આ ઉપરાંત “નવ કાળ મૂકે કેઈને”, “ધર્મ વિશે” વગેરે છૂટક પદ્યરચનાઓ પણ મળે છે. આ બધાં સામાન્ય રીતે બેધકાવ્યો ગણી શકાય. તેમાં તેમની ઉરચ પ્રતિભાશક્તિને આવિર્ભાવ જોવા મળતો નથી.
તેમની ધર્મને લગતી, વીસ વર્ષ પહેલાંની, ગદ્યસાહિત્યની “ભાવનાબેધ” અને મોક્ષમાળા” એ બે જ રચના તરીકે પૂર્ણ થયેલી છે. બંનેમાં છૂટીછવાઈ પદ્યરચનાઓ જોવા મળે છે, પણ તેમાં મુખ્યત્વે ગદ્ય રચાયેલું છે. આ પદ્યરચનાઓમાં ક્યારેક કાવ્યત્વના ચમકારા જેવા મળે છે. “ભાવનાબેધમાં અનિત્ય, અશરણ વગેરે બાર ભાવનાઓની સદષ્ટાંત સમજણ આપેલી છે. “મોક્ષમાળા”માં સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ રત્નત્રયીને સમજાવવા તત્ત્વવિચારણાને લગતા પાંઠે, રાગ આદિનું અસત્ય, અનિષ્ટ વર્ણવતા કે બ્રહ્મચર્ય, સત્યધર્મ, દઢતા વગેરેનું મહત્ત્વ બતાવતાં દૃષ્ટાંતોના પાઠે તથા આઠ પદ્યપાઠ એમ કુલ ૧૦૮ પાઠની રચના શ્રીમદે કરી છે. તેમાં જૈનમાર્ગને યથાતથ્ય સમજાવવાને તેમણે પ્રયત્ન કર્યો છે. આ બંને પુસ્તકનું ગદ્ય સરળ, મર્માળુ, ક્યારેક હાસ્યયુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org