________________
વર્ષ ૧૭ માં પહેલાં
૨૫ જ્ઞાનદ્રષ્ટિએ અવલેતાં અને સૂક્ષમ બુદ્ધિએ વિચારતાં ખરા જ છે. જેમ અભયદાન સંબંધીને તેને અનુપમ સિદ્ધાંત આ વખતે તને તારા આ અનુભવથી ખરે લાગે તેમ તેના બીજા સિદ્ધાંતે પણ સૂક્ષમતાથી મનન કરતાં ખરા જ લાગશે. એમાં કાંઈ ન્યૂનાધિક નથી જ. સઘળા ધર્મમાં દયા સંબંધી થોડે થોડે બોધ છે ખરે; પરંતુ એમાં તે જે તે જેન જ છે. હરકેઈ પ્રકારે પણ ઝીણામાં ઝીણા જતુઓને બચાવ કરે, તેને કોઈ પણ પ્રકારે દુઃખ ન આપવું એવા જૈનના પ્રબળ અને પવિત્ર સિદ્ધાંતોથી બીજે કયે ધર્મ વધારે સારો હતે ! તે એક પછી એક એમ અનેક ધર્મો લીધા મૂક્યા, પરંતુ તારે હાથ જૈનધર્મ આવ્યો જ નહીં. રે! ક્યાંથી આવે? તારા અઢળક પુણ્યના ઉદય સિવાય ક્યાંથી આવે? એ ધર્મ તે ગંદો છે. નહીં નહીં મ્લેચ્છ જેવું છે. એ ધર્મને તે કેણું ગ્રહણ કરે? આમ ગણીને જ તે તે ધર્મ તરફ દ્રષ્ટિ સરખી પણ ન કરી. અરે! તુ દ્રષ્ટિ શું કરી શકે? તારા અનેક ભવના તપને લીધે તું રાજા થયે. તે હવે નરકમાં તે કેમ અટકે? “તપેશ્વરી તે રાજેશ્વરી અને રાજેશ્વરી તે નરકેશ્વરી” આ કહેવત તને તે ધર્મ હાથ લાગવાથી ખોટી ઠરત, અને તે નરકે જતા અટકત. હે મૂહાત્મા! આ સઘળા વિચારો હવે તને રહી રહીને સૂઝે છે. પણ હવે એ સૂછ્યું શું કામ આવે? કંઈયે નહીં. પ્રથમથી જ સૂછ્યું હોત તે આ દશા ક્યાંથી હેત? થનારું થયું. પરંતુ હવે તારા અંતઃકરણમાં દ્રઢ કર કે એ જ ધર્મ ખરે છે. એ જ ધર્મ પવિત્ર છે. અને હવે એને બીજા સિદ્ધાંત અવલોકન કર.
૨. ત૫ – એ વિષય સંબંધી પણ એણે જે ઉપદેશ આપ્યો છે તે અનુપમ છે. અને તપના મહાન યુગથી હું માળવા દેશનું રાજ્ય પામે છું એમ કહેવાય છે. તે પણ ખરું જ છે. મનગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ એ ત્રણ એણે તપનાં પિટાં પાડ્યાં છે. તે પણ ખરાં છે. આમ કરવાથી ઊપજતા સઘળા વિકારો શાંત થતા થતા કાળે કરીને લય થઈ જાય છે. તેથી કરીને બંધાતી કર્મજાળ અટકી પડે છે. વૈરાગ્ય સહિત ધર્મ પણ પાળી શકાય છે. અને અંતે એ મહાન સુખપ્રદ નીવડે છે. જે! એને આ સિદ્ધાંત પણ કે ઉત્કૃષ્ટ છે !
૩. ભાવ– ભાવ વિષે એણે કે ઉપદેશ આપે છે! એ પણ ખરે જ છે. ભાવ વિના ધર્મ કેમ ફળીભૂત થાય? ભાવ વિના ધર્મ હોય જ ક્યાંથી ? ભાવ એ તે ધર્મનું જીવન છે. જ્યાં સુધી ભાવ ન હોય ત્યાં સુધી કઈ વસ્તુ ભલી લાગત તેમ હતું? ભાવ વિના ધર્મ પાળી શકાતે નથી. ત્યારે ધર્મ પાળ્યા વિના મુક્તિ ક્યાંથી હોય? એ સિદ્ધાંત પણ એનો ખરો અને અનુપમ છે.
૪. બ્રહ્મચર્ય – અહે! બ્રહ્મચર્ય સંબંધીને એને સિદ્ધાંત પણ ક્યાં છે છે? સઘળા મહા વિકારોમાં કામવિકાર એ અગ્રેસર છે. તેને દમન કરે એ મહા દુર્ઘટ છે. એને દહન કરવાથી ફળ પણ મહા શાંતિકારક હોય, એમાં અતિશયોક્તિ શી ? કશીયે નહીં. દુઃસાધ્ય વિષયને સાધ્ય કરે એ દુર્ઘટ છે જ તે ! આ સિદ્ધાંત પણ એને કે ઉપદેશજનક છે!
૫. સંસારત્યાગ :– સાધુ થવાને એને ઉપદેશ કેટલાક વ્યર્થ ગણે છે. પરંતુ એ તેમની કેવળ મૂર્ખતા છે. તેઓ એ મત દર્શાવે છે કે ત્યારે સ્ત્રી પુરુષનું જોડું ઉત્પન્ન થવાની શી અગત્ય હતી? પરંતુ એ એમની ભ્રમણ છે. આખી સૃષ્ટિ કંઈ મોક્ષે જવાની નથી. આવું જેનનું એક વચન મેં સાંભળ્યું હતું. તે પ્રમાણે ચેડા જ મેક્ષવાસી થઈ શકે, એવું મારી ટૂંક નજરમાં આવે છે. ત્યારે સંસાર પણ ચેડા જ ત્યાગી શકે છે. એ ક્યાં છાનું છે? સંસારત્યાગ કર્યા વિના મુક્તિ ક્યાંથી હોય? સ્ત્રીના શૃંગારમાં લુબ્ધ થઈ જવાથી કેટલા બધા વિષયમાં લુખ્ખાઈ જવું પડે છે. સંતાન ઉત્પન્ન થાય છે. તેમને પાળવા–પિષવાં અને મેટાં કરવાં પડે છે. મારું તારું કરવું પડે છે. ઉદરભરણુદિ માટે તરખડથી વ્યાપારાદિમાં કપટ વેતરવાં પડે છે. મનુષ્યને ઠગવાં, અને સેળ પંચાં વાસી અને બે મૂકયા છૂટના આવા પ્રપંચે લગાવવા પડે છે. અરે! એવી તે અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org