________________
૨૩૪
શ્રીમદ્ રાજચંદ્ર
મુંબઈ, વૈશાખ વદ ૫, શુક્ર, ૧૯૪૬ ઈચ્છા વગરનું કઈ પ્રાણી નથી. વિવિધ આશાથી તેમાં પણ મનુષ્ય પ્રાણી રેકાયેલું છે. ઈચ્છા, આશા જ્યાં સુધી અતૃપ્ત છે, ત્યાં સુધી તે પ્રાણ અધવૃત્તિવત્ છે. ઈચ્છાવાળું પ્રાણી ઊર્ધ્વગામીવત્ છે.
(૭) મુંબઈ, જેઠ સુદ ૪, ગુરુ, ૧૯૪૬ પરિચયી ! તમને હું ભલામણ કરું છું કે, તમે યોગ્ય થવાની તમારામાં ઈચ્છા ઉત્પન્ન કરે. હું તે ઈચ્છા પૂર્ણ કરવામાં સહાયક થઈશ.
તમે મારા અનુયાયી થયાં, અને તેમાં મને પ્રધાનપદ જન્માંતરના વેગથી હોવાથી તમારે મારી આજ્ઞાનું અવલબને કરી પ્રવર્તવું એ ઉચિત ગણું છે.
અને હું પણ તમારી સાથે ઉચિતપણે પ્રવર્તવા ઇચ્છું છું, બીજી રીતે નહીં.
જે તમે પ્રથમ જીવનસ્થિતિ પૂર્ણ કરે, તે ધર્માર્થે મને ઈચ્છે, એવું કરવું ઉચિત ગણું છું; અને જે હું કરું તે ધર્મપાત્ર તરીકે મારું સ્મરણ થાય એમ થવું જોઈએ.
બન્ને ધર્મમૂર્તિ થવા પ્રયત્ન કરીએ. મેટા હર્ષથી પ્રયત્ન કરીએ.
તમારી ગતિ કરતાં મારી ગતિ શ્રેષ્ઠ થશે એમ અનુમાન્યું છે—મતિમાં. તેને લાભ તમને આપવા ઈચ્છું છું; કારણ ઘણુ નિકટનાં તમે સંબંધી છે. તે લાભ તમે લેવા ઈચ્છતાં છે, તે બીજી કલમમાં કહ્યા પ્રમાણે જરૂર કરશે એવી આશા રાખું છું.
તમે સ્વચ્છતાને બહુ જ ઈચ્છજે. વીતરાગભક્તિને બહુ જ ઈચ્છ. મારી ભક્તિને સમભાવથી ઈચ્છજો. તમે જે વેળા મારી સંગતિમાં હો તે વેળા સર્વ પ્રકારે મને આનંદ થાય તેમ રહેજે.
વિદ્યાભ્યાસી થાઓ. વિદ્યાયુક્ત વિદી સંભાષણ મારાથી કરજે. તમને યુક્ત બોધ આપીશ. તમે રૂપસંપન્ન, ગુણસંપન્ન અને રિદ્ધિ તેમ જ બુદ્ધિસંપન્ન તેથી થશે.
પાછી એ દશા જોઈ હું પરમ પ્રસન્ન થઈશ.
(૮) મુંબઈ, જેઠ સુદ ૧૧, શુક, ૧૯૪૬ સવારના છ થી આઠ સુધી વખત સમાધિયુક્ત ગયે હતે. અખાજીના વિચારે ઘણું સ્વસ્થ ચિત્તથી વાંચ્યા હતા, મનન કર્યા હતા.
| (૯) મુંબઈ, જેઠ સુદ ૧૨, શનિ, ૧૯૪૬ આવતી કાલે રેવાશંકરજી આવવાના છે, માટે ત્યારથી નીચે કમ પ્રભુ પાર્શ્વ સચવાવે. ૧. કાર્યપ્રવૃત્તિ. ૨. સાધારણ ભાષણ-સકારણ. ૩. બન્નેના અંતઃકરણની નિર્મળ પ્રીતિ. ૪. ધર્માનુષ્ઠાન. ૫. વૈરાગ્યની તીવ્રતા.
(૧૦) મુંબઈ, જેઠ વદ ૧૧, શુક, ૧૯૪૬ તને તારું હોવાપણું માનવામાં ક્યાં શંકા છે? શંકા હોય તે તે ખરી પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org