________________
૪૨૨
શ્રીમદ્ રાજચંદ્ર નિવર્તવું જ ઘટે છે, હળવે હળવે નિવૃત્ત થવાનાં કારણે ઉપર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે; અને તેમ કરતાં અશાતાદિ આપત્તિયેગ દવા પડતા હોય તે તેને વેદીને પણ પરપરિચયથી શીધ્રપણે દૂર થવાને પ્રકાર કરે એગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવા ગ્ય નથી.
જ્ઞાનનું બળવાન તારતમ્યપણું થયે તે જીવને પરપરિચયમાં કદાપિ સ્વાત્મબુદ્ધિ થવી સંભવતી નથી, અને તેની નિવૃત્તિ થયે પણ જ્ઞાનબળે તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે; પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને તે અવશ્ય પર પરિચયને છેદીને સત્સંગ કર્તવ્ય છે, કે જે સત્સંગથી સહેજે અવ્યાબાધ સ્થિતિને અનુભવ થાય છે. જ્ઞાની પુરુષ કે જેને એકાંતે વિચરતાં પણ પ્રતિબંધ સંભવ નથી, તે પણ સત્સંગની નિરંતર ઈચ્છા રાખે છે, કેમકે જીવને જે અવ્યાબાધ સમાધિની ઈચ્છા હોય તે સત્સંગ જે કઈ સરળ ઉપાય નથી.
આમ હોવાથી દિન દિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે, ઘણી વાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની જ ઈચ્છા વર્ધમાન થયા કરે છે. એ જ વિનંતિ.
આ૦ સ્વ. પ્રણામ,
૫૨૬ મુંબઈ, ભાદરવા વદ ૫, ગુરુ, ૧૫૦ શ્રી સૂર્યપુર સ્થિત, સત્સંગગ્ય, આત્મગુણ ઈચ્છક શ્રી લલ્લુજી પ્રત્યે,
શ્રી મેહમયી ક્ષેત્રથી જીવન્મુક્ત દશા ઈચ્છક . . . . . . ના આત્મસ્મૃતિપૂર્વક યથાયેગ્ય પ્રાપ્ત થાય. વિશેષ તમારાં લખેલાં બે પત્ર પહોંચ્યાં છે. હાલ કંઈ વધારે વિસ્તારથી લખવાનું બની શક્યું નથી. ચિત્તસ્થિતિને વિશેષ પ્રવેશ તે કાર્યમાં થઈ શકતું નથી.
“ગવાસિષ્ઠાદિ જે જે રૂડા પુરૂષનાં વચને છે તે સૌ અહંવૃત્તિને પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. જે જે પ્રકારે પિતાની ભ્રાંતિ કલ્પાઈ છે, તે તે પ્રકારે તે બ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું, એ જ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે, અને તે જ વાક્ય ઉપર જીવે વિશેષ કરી સ્થિર થવાનું છે, વિશેષ વિચારવાનું છે, અને તે જ વાકય અનુપ્રેક્ષાગ્ય મુખ્યપણે છે. તે કાર્યની સિદ્ધિને અર્થે સર્વ સાધન કહ્યાં છે. અહંતાદિ વધવાને માટે, બાહ્ય ક્રિયા, કે મતના આગ્રહ માટે, સંપ્રદાય ચલાવવા માટે, કે પૂજાલાઘાદિ પામવા અર્થે, કોઈ મહાપુરુષને કંઈ ઉપદેશ છે નહીં, અને તે જ કાર્ય કરવાની સર્વથા આજ્ઞા જ્ઞાની પુરુષની છે. પિતાને વિષે ઉત્પન્ન થયું હોય એ મહિમાગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી, પણ અલ્પ પણ નિજદેષ જેઈને ફરી ફરી પશ્ચાત્તાપમાં પડવું ઘટે છે, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે એ ભલામણ જ્ઞાનીપુરુષનાં વચનમાં સર્વત્ર રહી છે, અને તે ભાવ આવવા માટે સત્સંગ, સદ્ગુરુ અને સશાઆદિ સાધન કહ્યાં છે, જે અનન્ય નિમિત્ત છે. - તે સાધનની આરાધના જીવને નિજસ્વરૂપ કરવાના હેતુપણે જ છે, તથાપિ જીવ જે ત્યાં પણ વંચનાબુદ્ધિએ પ્રવર્તે તે કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. વંચનાબુદ્ધિ એટલે સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે ખરા આત્મભાવે માહાભ્યબુદ્ધિ ઘટે તે માહાસ્યબુદ્ધિ નહીં, અને પિતાના આત્માને અજ્ઞાનપણું જ વર્યા કર્યું છે, માટે તેની અલ્પજ્ઞતા, લઘુતા વિચારી અમાહાભ્યબુદ્ધિ નહીં, તે સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે આરાધવાં નહીં એ પણ વંચનાબુદ્ધિ છે ત્યાં પણ જે જીવ લઘુતા ધારણ ન કરે તે પ્રત્યક્ષપણે જીવ ભવપરિભ્રમણથી ભય નથી પામતે એમ જ વિચારવા યોગ્ય છે. વધારે લક્ષ તે પ્રથમ જીવને જે આ થાય તે સર્વ શાસ્ત્રાર્થ અને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવે છે. એ જ વિજ્ઞાપન.
આ૦ સ્વ. પ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org