________________
૪૯૦
શ્રીમદ્ રાજચંદ્ર
દ૬૧ મુંબઈ, પિષ સુદ ૮, મ, ૧લ્પર આજે પત્ર એક મળ્યું છે.
આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ' છે. સ્વછંદતા ટળી નથી, અને સત્સમાગમને વેગ પ્રાપ્ત થયું છે, તે ગે પણ સ્વછંદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કેઈ એક વચનને બહુવચન જેવું જણાવી, છે મુખ્ય સાધન એવા સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે, તે જીવને પણ “અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ” છે. આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે, અને તે પણ વછંદરહિત પુરુષને; એટલે લક્ષ રાખી સશાસ્ત્ર વિચારાય તે તે “શાસ્ત્રીય અભિનિવેશ” ગણવા ગ્ય નથી. સંક્ષેપથી લખ્યું છે.
મુંબઈ, પિષ વદ, ૧૯૫૨ | સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. એ નિશ્ચયમાં ત્રણે કાળને વિષે શંકા થવા ગ્ય નથી.
યુગ અસંખ જે જિન કહ્યા, ઘટમાંહી રિદ્ધિ દાખી રે, નવપદ તેમ જ જાણજે, આતમરામ છે સાખી રે.” –શ્રી શ્રીપાળરાસ
મુંબઈ, પિષ, ૧૫૨ ગૃહાદિ પ્રવૃત્તિના ગે ઉપગ વિશેષ ચલાયમાન રહેવા ગ્ય છે, એમ જાણીને પરમ પુરુષ સર્વસંગપરિત્યાગને ઉપદેશ કરતા હવા. –
મુંબઈ, પિષ વદ ૨, ૧૯૫૨ સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે.
મોટા મુનિઓને જે વૈરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યદશા તે ગૃહવાસને વિષે જેને પ્રાયે વર્તતી હતી, એવા શ્રી મહાવીર, ઋષભાદિ પુરુષે પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્ય છે.
ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એ નિયમ નથી, તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગવ્યવહારની ભલામણ પરમ પુરુષોએ ઉપદેશી છે, કેમકે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે, તેથી અને લેકને ઉપકારભૂત છે તેથી, ત્યાગ અકર્તવ્યલક્ષે કર્તવ્ય છે, એમાં સંદેહ નથી.
સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને “પરમાર્થસંયમ કહ્યો છે. તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોના ગ્રહણને “વ્યવહારસંયમ' કહ્યો છે. કઈ જ્ઞાની પુરુષોએ તે સંયમને પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષાલક્ષ વગર)એ જે વ્યવહારસંયમમાં જ પરમાર્થસંયમની માન્યતા રાખે તેના વ્યવહારસંયમનો, તેને અભિનિવેશ ટાળવા, નિષેધ કર્યો છે. પણ વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી, એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી.
પરમાર્થના કારણભૂત એવા “વ્યવહારસંયમને પણ પરમાર્થસંયમ કહ્યો છે. શ્રી ડુંગરની ઈચ્છા વિશેષતાથી લખવાનું બને તે લખશે.
પ્રારબ્ધ છે, એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી, પણ પરિણતિથી છૂટ્યા છતાં ત્યાગવા જતાં બાહ્ય કારણે રેકે છે, માટે જ્ઞાની ઉપાધિસહિત દેખાય છે, તથાપિ તેની નિવૃત્તિના લક્ષને નિત્ય ભજે છે.
પ્રણામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org