________________
વર્ષ ૩૦ મું
૫૬૯ ફળને ત્યાગી ન થે, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાને જ્ઞાનીને પરમાર્થ છે.
વખતને અવકાશ મેળવીને નિયમિત રીતે બેથી ચાર ઘડી સુધી મુનિઓએ હાલ “સૂયગડાંગ વિચારવું ઘટે છે,–શાંત અને વિરક્ત ચિત્તથી.
૭૫૦+ વવાણિયા, ફાગણ સુદ ૬, સેમ, ૧૯૫૩ મુનિ શ્રી લલ્લુજી તથા દેવકરણજી આદિ પ્રત્યે,
સહેજે સમાગમ થઈ આવે અથવા એ લેકે ઈચ્છીને સમાગમ કરવા આવતા હોય તે સમાગમ કરવામાં શું હાનિ છે? કદાપિ વિરધવૃત્તિથી એ લેકે સમાગમ કરવાનું કરતા હોય તે પણ શું હાનિ છે? આપણે તે તેના પ્રત્યે કેવળ હિતકારી વૃત્તિથી, અવિરોધ દ્રષ્ટિથી સમાગમમાં પણ વર્તવું છે, ત્યાં શે પરાભવ છે? માત્ર ઉદીરણ કરીને સમાગમ કરવાનું હાલ કારણ નથી. તમ સર્વ મુમુક્ષુઓના આચાર વિષે તેમને કંઈ સંશય હોય, તે પણ વિકલ્પને અવકાશ નથી. વડવામાં સપુરુષના સમાગમમાં ગયા આદિનું પ્રશ્ન કરે તે તેના ઉત્તરમાં તે એટલું જ કહેવું યોગ્ય છે કે “તમે અમે સૌ આત્મહિતની કામનાએ નીકળ્યા છીએ; અને કરવા એગ્ય પણ તે જ છે. જે પુરુષના સમાગમમાં અમે આવ્યા છીએ તેના સમાગમમાં કોઈ વાર તમે આવીને પ્રતીતિ કરી જોશો કે તેમના આત્માની દશા કેમ છે? અને તેઓ આપણને કેવા ઉપકારના કર્તા છે? હાલ એ વાત આપ જવા દો. વડવા સુધી સહેજે પણ જવું થઈ શકે, અને આ તે જ્ઞાનદર્શનાદિના ઉપકારરૂપ પ્રસંગમાં જવું થયું છે, એટલે આચારની મર્યાદાના ભંગનો વિકલ્પ કરવો ઘટતે નથી. રાગદ્વેષ પરિક્ષીણ થવાને માર્ગ જે પુરુષના ઉપદેશે કંઈ પણ સમજાય, પ્રાપ્ત થાય તે પુરુષને ઉપકાર કેટલે? અને તેવા પુરુષની કેવા પ્રકારે ભક્તિ કરવી તે તમે જ શાસ્ત્રાદિથી વિચારી જુઓ. અમે તે કંઈ તેવું કરી શકયા નથી, કેમકે તેમણે પિતે એમ કહ્યું હતું કે
તમારો મુનિપણને સામાન્ય વ્યવહાર એ છે કે બાહ્ય આ અવિરતિ પુરુષ પ્રત્યે વંદનાદિ વ્યવહાર કર્તવ્ય નહીં. તે વ્યવહાર તમારે પણ સાચવે. તે વ્યવહાર તમે રાખે તેમાં તમારે સ્વછંદ નથી, માટે રાખવા ગ્ય છે. ઘણુ જીવેને સંશયને હેતુ નહીં થાય. અમને કંઈ વંદનાદિની અપેક્ષા નથી.” આ પ્રકારે જેમણે સામાન્ય વ્યવહાર પણ સચવાવ્યો હતો, તેમની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ, તે તમે વિચાર કરે. કદાપિ હાલ તમને તે વાત નહીં સમજાય તે આગળ પર સમજાશે, એ વાતમાં તમે નિઃસંદેહ થાઓ.
“બીજા કંઈ સમાર્ગરૂપ આચારવિચારમાં અમારી શિથિલતા થઈ હોય તે તમે કહે, કેમકે તેવી શિથિલતા તે ટાળ્યા વિના હિતકારી માર્ગ પમાય નહીં, એમ અમારી દ્રષ્ટિ છે.” એ આદિ પ્રસંગે કહેવું ઘટે તે કહેવું અને તેમના પ્રત્યે અષભાવ છે એવું ખુલ્લું તેમને ધ્યાનમાં આવે તેવી વૃત્તિએ તથા રીતિએ વર્તવું, તેમાં સંશય કર્તવ્ય નથી.
બીજા સાધુ વિષે તમારે કાંઈ કહેવું કર્તવ્ય નથી. સમાગમમાં આવ્યા પછી પણ કંઈ ન્યૂનાધિકપણું તેમના ચિત્તમાં રહે તે પણ વિક્ષેપ પામવો નહીં. તેમના પ્રત્યે બળવાન અષભાવનાએ વર્તવું એ જ સ્વધર્મ છે.
+ જુએ પત્ર નં. ૫૦૨. પત્ર નં. ૫૦૨ છપાયા પછી આ પત્ર મિતિ સહિત આખે મળ્યો છે તેથી અહીં ફરીથી મૂકયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org