________________
આત્યંતર પરિણામ અવલેાકન—હાથનોંધ ૧
૦૫
તેની કેવા પ્રકારે નિવૃત્તિ કરવી, એ હજી વિશેષપણે મારે વિચારવું ઘટે છે એમ માનું છું, કેમકે વીર્યને વિષે કંઈ પણ મંદ દશા વર્તે છે. તે મંદ દશાના હેતુ શા ?
ઉદયખળે પ્રાપ્ત થયા એવા પરિચય માત્ર પરિચય, એમ કહેવામાં કંઈ ખાધ છે ? તે રિચયને વિષે વિશેષ અરુચિ રહે છે, તે છતાં તે પરિચય કરવા રહ્યો છે. તે પરિચયના દોષ કહી શકાય નહીં, પણ નિજદોષ કહી શકાય. અરુચિ હાવાથી ઇચ્છારૂપ દોષ નહીં કહેતાં ઉડ્ડયરૂપ દોષ કહ્યો છે.
૪૦
[હાથનેાંધ ૧, પૃષ્ઠ ૯૬]
ઘણા વિચાર કરી નીચેનું સમાધાન થાય છે.
એકાંત દ્રવ્ય, એકાંત ક્ષેત્ર, એકાંત કાળ અને એકાંત ભાવરૂપ સંયમ આરાધ્યા વિના ચિત્તની શાંતિ નહીં થાય એમ લાગે છે. એવા નિશ્ચય રહે છે.
તે યાગ હજી કંઈ દૂર સંભવે છે, કેમકે ઉદયનું ખળ જોતાં તે નિવૃત્ત થતાં કંઇક વિશેષ કાળ જશે.
૪૧
[હાથનેાંધ ૧, પૃષ્ઠ ૯૭] માહ સુદ ૭ શનિવાર – વિક્રમ સંવત ૧૯૫૧ ત્યાર પછી દોઢ વર્ષથી વધારે સ્થિતિ નહીં. અને તેટલા કાળમાં ત્યાર પછી જીવનકાળ શી રીતે વેદવે તે વિચારવાનું બનશે.
[હાથનાંધ ૧, પૃષ્ઠ ૯૮]
૪૨ अवि अप्पणो वि देहमि, नायरंति ममाइयं ।
૪૩
કામ, માન અને ઉતાવળ એ ત્રણના વિશેષ સંયમ કરવા ઘટે છે.
[હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૦૦]
૪૪
[હાથનેાંધ ૧, પૃષ્ઠ ૧૦૧]
હે જીવ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા, નિવૃત્ત! તે વ્યવસાય કરવાને વિષે ગમે તેટલે અળવાન પ્રારÀાય દેખાતા હાય તાપણુ તેથી નિવૃત્ત થા, નિવૃત્ત !
જોકે શ્રી સર્વજ્ઞે એમ કહ્યું છે કે ચૌદમે ગુણઠાણે વર્તતા એવા જીવ પણ પ્રારબ્ધ વેવા વિના મુક્ત થઈ શકે નહીં, તાપણુ તું તે ઉદયના આશ્રયરૂપ હાવાથી નિજ દોષ જાણી તેને અત્યંત તીવ્રપણે વિચારી તેથી નિવૃત્ત થા, નિવૃત્ત!
કેવળ માત્ર પ્રારબ્ધ હાય, અને અન્ય કર્મદેશા વર્તતી ન હોય તે તે પ્રારબ્ધ સહેજે નિવૃત્ત થવા દેવાનું અને છે, એમ પરમ પુરુષે સ્વીકાર્યું છે, પણ તે કેવળ પ્રારબ્ધ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રાણાંતપર્યંત નિષ્ઠાભેદૃષ્ટિ ન થાય, અને તને સર્વ પ્રસંગમાં એમ બને છે, એવું જ્યાં સુધી કેવળ નિશ્ચય ન થાય ત્યાં સુધી શ્રેય એ છે કે, તેને વિષે ત્યાગબુદ્ધિ ભજવી, આ વાત વિચારી હે જીવ! હવે તું અલ્પ કાળમાં નિવૃત્ત થા, નિવૃત્ત!
Jain Education International
૪૫
હે જીવ! હુવે તું સંગનિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર!
For Private & Personal Use Only
[હાથનેાંધ ૧, પૃષ્ઠ ૧૦૨]
www.jainelibrary.org