________________
આત્યંતર પરિણામ અવકન–હાથને ૨
૮૧૯
[હાથોંધ ૨, પૃષ્ઠ ૧૫] જીવને બંધનના મુખ્ય હેતુ છેઃ
રાગ અને દ્વેષ. રાગને અભાવે દ્વેષને અભાવ થાય.
રાગનું મુખ્યપણું છે. રાગને લીધે જ સંગમાં આત્મા તન્મયવૃત્તિમાન છે.
તે જ કર્મ મુખ્યપણે છે. જેમ જેમ રાગદ્વેષ મંદ, તેમ તેમ કર્મબંધ મંદ અને જેમ જેમ રાગદ્વેષ તીવ્ર, તેમ તેમ કર્મબંધ તીવ્ર, રાગદ્વેષને અભાવ ત્યાં કર્મબંધને સાંપરાયિક અભાવ.
રાગદ્વેષ થવાનું મુખ્ય કારણમિથ્યાત્વ એટલે અસભ્યદર્શન છે.
સમ્યફજ્ઞાનથી સમ્યફદર્શન થાય છે. તેથી અસમ્યક્દર્શન નિવૃત્તિ પામે છે.
તે જીવને સમ્યફચારિત્ર પ્રગટે છે,
જે વીતરાગદશા છે. સંપૂર્ણ વીતરાગદશા જેને વર્તે છે તે ચરમશરીરી જાણીએ છીએ.
[હાથોંધ ૨, પૃષ્ઠ ૧૭] હે જીવ! સ્થિર દ્રષ્ટિથી કરીને તું અંતરંગમાં છે, તે સર્વ પદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે.
હે જીવ! અસમ્યફદર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, વ્યા મેહ અને ભય છે.
સમ્યકદર્શનને વેગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ થશે. હે સમ્યકદર્શની! સમ્યફચારિત્ર જ સમ્યક્દર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા. જે પ્રમત્તભાવ ઉત્પન્ન કરે છે તે કર્મબંધની તને સુપ્રતીતિને હેતુ છે.
હે સમ્યફચારિત્રી ! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણે અંતરાય હતે તે નિવૃત્ત થયે, તે હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે?
હિાથોંધ ૨, પૃષ્ઠ ૨૧] દુઃખને અભાવ કરવાને સર્વ જીવ ઈચ્છે છે.
ખને આત્યંતિક અભાવ કેમ થાય? તે નહીં જણાવાથી દુઃખ ઉત્પન્ન થાય તે માર્ગને દુઃખથી મુકાવાને ઉપાય જીવ સમજે છે.
જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે, અથવા આ પ્રમાણે પાંચ કારણ છે.
મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org