________________
૮૨૬
શ્રીમદ રાજચંદ્ર
[હાથોંધ ૩, પૃષ્ઠ ૧૧)
» નમઃ
પ્રદેશ ) સમય પરમાણુ ) દ્રવ્ય ગુણ પર્યાય )
ચેતન
ઈ
હિાથોંધ ૩, પૃષ્ઠ ૧૩]
૩ નમઃ મૂળ દ્રવ્ય શાશ્વત. મૂળ દ્રવ્ય :- જીવ, અજીવ.
પર્યાય – અશાશ્વત. અનાદિ નિત્ય પર્યાય – મેરુ આદિ.
[હાથનેધ ૩, પૃષ્ઠ ૧૫] - ૐ નમઃ સર્વ જીવ સુખને ઈચ્છે છે. દુઃખ સર્વને અપ્રિય છે. દુઃખથી મુક્ત થવા સર્વ જીવ ઈચછે છે. વાસ્તવિક તેનું સ્વરૂપ ન સમજાવાથી તે દુઃખ મટતું નથી. તે દુઃખના આત્યંતિક અભાવનું નામ મેક્ષ કહીએ છીએ. અત્યંત વીતરાગ થયા વિના આત્યંતિક મેક્ષ હાય નહીં. સમ્યજ્ઞાન વિના વીતરાગ થઈ શકાય નહીં. સમ્યગ્દર્શન વિના જ્ઞાન અસમ્યફ કહેવાય છે.
વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે, તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી તેને સમ્યજ્ઞાન કહીએ છીએ.
[હાથનોંધ ૩, પૃષ્ઠ ૧૬] સભ્યજ્ઞાનદર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે. તે ત્રણેની એકતાથી મેક્ષ થાય. જીવ સ્વાભાવિક છે. પરમાણુ સ્વાભાવિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org