________________
આત્યંતર પરિણામ અવલેકન–હાથોંધ ૧
૮૦૯, વિચારવાનને આત્મા વિચારવાન લાગે છે. શૂન્યપણે ચિંતન કરનારને આત્મા શૂન્ય લાગે છે, અનિત્યપણે ચિંતન કરનારને અનિત્ય લાગે છે, નિત્યપણે ચિંતન કરનારને નિત્ય લાગે છે.
ચેતનની ઉત્પત્તિના કંઈ પણ સંગે દેખાતા નથી, તેથી ચેતન અનત્પન્ન છે. તે ચેતન વિનાશ પામવાને કંઈ અનુભવ થતો નથી માટે અવિનાશી છે – નિત્ય અનુભવસ્વરૂપ હોવાથી નિત્ય છે.
સમયે સમયે પરિણામોતર પ્રાપ્ત થવાથી અનિત્ય છે. સ્વસ્વરૂપને ત્યાગ કરવાને અગ્ય હોવાથી મૂળ દ્રવ્ય છે.
[હાથોંધ ૧, પૃષ્ઠ ૧૨૬] સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે, કેમકે જ્યાં રાગાદિ દોષને સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવાયેગ્ય નિયમ ઘટે છે.
શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે. પ્રત્યક્ષ તેમના વચનનું પ્રમાણ છે માટે. જે કોઈ પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતાગ્ય છે.
સાંખ્યાદિ દર્શને બંધ મોક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણુસિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે કહી છે, એમ જાણું છું.
શં, જે જિને તનું નિરૂપણ કર્યું છે, આત્માને ખંડ દ્રવ્યવત્ કહ્યો છે, કર્તા ભક્ત કહ્યો છે, અને નિર્વિકલ્પ સમાધિને અંતરાયમાં મુખ્ય કારણ થાય એવી પદાર્થવ્યાખ્યા કહી છે, તે જિનની શિક્ષા બળવાન પ્રમાણસિદ્ધ છે એમ કેમ કહી શકાય? કેવળ અદ્વૈત-અને [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૨૭ી.
સહજે નિર્વિકલ્પ સમાધિનું કારણ એ જે વેદાંતાદિ માર્ગ તેનું તે કરતાં અવશ્ય વિશેષ પ્રમાણસિદ્ધપણું સંભવે છે.
૩૦ યદ્યપિ એક વાર તમે કહો છો તેમ ગણીએ, પણ સર્વ દર્શનની શિક્ષા કરતાં જિનની કહેલી બંધ મેક્ષના સ્વરૂપની શિક્ષા જેટલી અવિકળ પ્રતિભાસે છે, તેટલી બીજ દર્શનની પ્રતિભાસતી નથી. અને જે અવિકળ શિક્ષા તે જ પ્રમાણસિદ્ધ છે.
ફાં, એમ જે તમે ધારે છે તે કઈ રીતે નિર્ણયને સમય નહીં આવે, કેમકે સર્વ દર્શનમાં જે જે દર્શનને વિષે જેની સ્થિતિ છે તે, તે તે દર્શન માટે અવિકળતા માને છે.
૩૦ યદ્યપિ એમ હોય છે તેથી અવિકળતા ન કરે, જેનું પ્રમાણે કરી અવિકળપણું હોય તે જ અવિકળ ઠરે.
શાં. જે પ્રમાણે કરી તમે જિનની શિક્ષાને અવિકળ જાણે છે તે પ્રકારને તમે કહો; અને જે પ્રકારે વેદાંતાદિનું વિકળપણું તમને સંભવે છે, તે પણ કહો.
હિાથોંધ ૧, પૃષ્ઠ ૧૩૦] પ્રત્યક્ષ અનેક પ્રકારનાં દુઃખને તથા દુઃખી પ્રાણુઓને જોઈને, તેમ જ જગતની વિચિત્ર રચના જાણીને તેમ થવાનો હેતુ શું છે? તથા તે દુઃખનું મૂળ સ્વરૂપ શું છે? અને તેની નિવૃત્તિ કયા પ્રકારે થઈ શકવા ગ્ય છે? તેમ જ જગતની વિચિત્ર રચનાનું અંતસ્વરૂપ શું છે, એ આદિ પ્રકારને વિષે વિચારદશા ઉત્પન્ન થઈ છે જેને એવા મુમુક્ષુ પુરુષ તેમણે, પૂર્વ પુરુષેએ ઉપર કહ્યા તે વિચારે વિષે જે કંઈ સમાધાન આપ્યું હતું, અથવા માન્યું હતું, તે વિચારના સમાધાન પ્રત્યે પણ યથાશક્તિ આલેચના કરી. તે આલેચના કરતાં વિવિધ પ્રકારના મતમતાંતર તથા અભિપ્રાય સંબંધી યથાશક્તિ વિશેષ વિચાર કર્યો. તેમ જ નાના પ્રકારના રામાનુજાદિ સંપ્રદાયનો વિચાર કર્યો. તથા વેદાંતાદિ દર્શનેને વિચાર કર્યો. તે આલેચના વિષે અનેક પ્રકારે તે દર્શનના સ્વરૂપનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org