________________
૭૦૪
શ્રીમદ્ રાજચંદ્ર
તિથિના આગ્રહ કરે છે. આગ્રહ કરનાર બન્ને મિથ્યાત્વી છે. જે દિવસ જ્ઞાનીપુરુષોએ નિશ્ચિત કર્યાં હાય છે તે આજ્ઞાનું પાલન થવા માટે હાય છે. જ્ઞાનીપુરુષ આઠમ ના પાળવાની આજ્ઞા કરે અને બન્નેને સાતમ પાળવાની કહે અથવા સાતમ આઠમ વળી ભેગી કરશે એમ ધારી છઠ કહે અથવા તેમાં પણ પાંચમને ભેગ કરશે એમ ધારી ખીજી તિથિ કહે તે તે આજ્ઞા પાળવા માટે કહે, બાકી તિથિમિથિના ભેદ મૂકી દેવા. એવી કલ્પના કરવી નહીં, એવી ભંગજાળમાં પડવું નહીં. જ્ઞાની પુરુષાએ તિથિઓની મર્યાદા આત્માર્થે કરી છે.
જો ચાક્કસ દિવસ નિશ્ચિત ન કયેર્યાં હોત, તે આવશ્યક વિધિઓના નિયમ રહેત નહીં. આત્માર્થે તિથિની મર્યાદાના લાભ લેવે.
આનંદઘનજીએ શ્રી અનંતનાથ સ્વામીના સ્તવનમાં કહ્યું છે કે,
• એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લેાચન ન દેખે; ફળ અનેકાંત કિરિયા કરી ખાપડા, રડવડે ચાર ગતિમાંહીં લેખે, ' એટલે જે ક્રિયા કરવાથી અનેક ફળ થાય તે ક્રિયા મેાક્ષાર્થે નહીં. અનેક ક્રિયાનું ફળ એક મેાક્ષ થવા તે હેાવું જોઇએ. આત્માના અંશા પ્રગટ થવા માટે ક્રિયાઓ વર્ણવી છે. જો ક્રિયાઓનું તે ફળ ન થયું તે તે સર્વ ક્રિયા સંસારના હેતુએ છે.
નિંદામિ, ગરિહામિ, અપ્પાણું વાસિરામિ' એમ જે કહ્યું છે તેનો હેતુ કષાયને વાસરાવવાના છે, પણ લોકો તે બિચારા સચાડા આત્મા વાસરાવી દે છે!
જીવે દેવગતિની, મેાક્ષના સુખની અથવા ખીજી તેવી કામનાની ઇચ્છા ન રાખવી. પંચમકાળના ગુરુએ કેવા છે તે પ્રત્યે એક સંન્યાસીનું હૃષ્ટાંત : એક સંન્યાસી હશે તે પેાતાના શિષ્યને ત્યાં ગયે. ટાઢ ઘણી હતી. જમવા બેસવા વખતે શિષ્યે નાહવાનું કહ્યું ત્યારે ગુરુએ મનમાં વિચાર કર્યાં કે ટાઢ ઘણી છે, અને નાહવું પડશે.' આમ વિચાર કરી સંન્યાસીએ કહ્યું કે મેં તે જ્ઞાનગંગાજલમેં સ્નાન કર રહા હૂં.' શિષ્ય વિચક્ષણ હેાવાથી સમજી ગયા, અને તેને શિખામણ મળે તેમ રસ્તા લીધે. શિષ્યે ‘જમવા પધારે’ એવા માનસહિત ખેલાવી જમાડ્યા. પ્રસાદ પછી ગુરુમહારાજ એક ઓરડામાં સૂઈ રહ્યા. ગુરુને તૃષા લાગી એટલે શિષ્ય પાસે જળ માગ્યું; એટલે તરત શિષ્યે કહ્યું : ‘મહારાજ, જળ જ્ઞાનગંગામાંથી પીલા.' જ્યારે શિષ્યે આવા સખત રસ્તા લીધે ત્યારે ગુરુએ કબૂલ કર્યું કે ‘મારી પાસે જ્ઞાન નથી. દેહની શાતાને અર્થે ટાઢમાં મેં સ્નાન નહીં કરવાનું કહ્યું હતું.' મિથ્યાવૃષ્ટિનાં પૂર્વનાં જપતપ હજી સુધી એક આત્મહિતાર્થે થયાં નથી !
આત્મા મુખ્યપણે આત્મસ્વભાવે વર્તે તે અધ્યાત્મજ્ઞાન’. મુખ્યપણે જેમાં આત્મા વર્ણવ્યો હોય તે ‘અધ્યાત્મશાસ્ત્ર.' ભાવઅધ્યાત્મ વિના અક્ષર( શબ્દ )અધ્યાત્મીના મોક્ષ નથી થતા. જે ગુણા અક્ષરોમાં કહ્યા છે તે ગુણે! જો આત્મામાં પ્રવર્તે તે મેાક્ષ થાય. સત્પુરુષમાં ભાવઅધ્યાત્મ પ્રગટ છે. સત્પુરુષની વાણી સાંભળે તે દ્રવ્યઅધ્યાત્મી, શબ્દઅધ્યાત્મી કહેવાય છે. શબ્દઅધ્યાત્મી અધ્યાત્મની વાતો કરે, અને મહા અનર્થકારક પ્રવર્તન કરે; આ કારણથી તેઓને જ્ઞાનદગ્ધ કહેવા. આવા અધ્યાત્મીએ શુષ્ક અને અજ્ઞાની સમજવા.
જ્ઞાનીપુરુષરૂપી સૂર્ય પ્રગટ થયા પછી ખરા અધ્યાત્મી શુષ્ક રીતે પ્રવર્તે નહીં, ભાવઅધ્યાત્મમાં પ્રગટપણે વર્તે. આત્મામાં ખરેખરા ગુણા ઉત્પન્ન થયા પછી મેાક્ષ થાય. આ કાળમાં દ્રવ્યઅધ્યાત્મી, જ્ઞાનદગ્ધા ઘણા છે. દ્રવ્યઅધ્યાત્મી દેવળના ઈંડાના દૃષ્ટાંતે મૂળ પરમાર્થ સમજતા નથી.
મહાદિ વિકાર એવા છે કે સમ્યવૃષ્ટિને પણ ડોલાયમાન કરી નાખે છે; માટે તમારે તે સમજવું કે મેાક્ષમાર્ગ પામવામાં તેવાં વિજ્ઞો ઘણાં છે. આયુષ થાડું છે, અને કાર્ય મહાભારત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org