________________
૭૨૧
શ્રીમદ્ રાજચંદ્ર
રીતે મેાક્ષમાર્ગ છે તેનો નાશ નથી. અજ્ઞાની અકલ્યાણના માર્ગમાં કલ્યાણ માની, સ્વચ્છંદે કલ્પના કરી, જીવાને તરવાનું બંધ કરાવી દે છે. અજ્ઞાનીના રાગી ખાળાભાળા જીવા અજ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલે છે. અને તેવા કર્મના અંધેલા તે અન્ને માઠી ગતિને પ્રાપ્ત થાય છે. આવા કુટારા જૈનમતામાં વિશેષ થયેા છે.
સાચા પુરુષને બેધ પ્રાપ્ત થવા તે અમૃત પ્રાપ્ત થવા ખરાખર છે. અજ્ઞાની ગુરુઓએ બિચારા મનુષ્યાને લૂંટી લીધા છે. કોઈ જીવને ગચ્છના આગ્રહ કરાવી, કોઈને મતને આગ્રહ કરાવી, ન તરાય એવાં આલંબના દર્દીને સાવ લૂંટી લઇ મૂંઝવી નાંખ્યા છે; મનુષ્યપણું લૂંટી લીધું છે.
સમેાવસરણથી ભગવાનની એળખાણ થાય એ બધી કડાકૂટ મૂકી દેવી. લાખ સમેાવસરણુ હાય, પણ જ્ઞાન ન હેાય તા કલ્યાણ થાય નહીં. જ્ઞાન હૈાય તે કલ્યાણ થાય. ભગવાન માણસ જેવા માણસ હતા. તે ખાતા, પીતા, બેસતા, ઊઠતા; એવા ફેર નથી, ફેર બીજો જ છે. સમેાવસરણાદિના પ્રસંગેા લૌકિક ભાવના છે. ભગવાનનું સ્વરૂપ એવું નથી. ભગવાનનું સ્વરૂપ સાવ નિર્મળ આત્મા સંપૂર્ણ જ્ઞાન પ્રગચ્ચે હોય છે તેવું છે. સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ. વર્તમાનમાં ભગવાન હેાત તે તમે માનત નહીં. ભગવાનનું માહાત્મ્ય જ્ઞાન છે. ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરવાથી આત્મા ભાનમાં આવે; પણ ભગવાનના દેતુથી ભાન પ્રગટે નહીં. જેને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટે તેને ભગવાન કહેવાય. જેમ ભગવાન વર્તમાન હેાત, અને તમને ખતાવત તે માનત નહીં; તેમ વર્તમાનમાં જ્ઞાની હોય તેા મનાય નહીં. સ્વધામ પહોંચ્યા પછી કહે કે એવા જ્ઞાની થવા નથી. પછવાડેથી જીવા તેની પ્રતિમાને પૂજે, પણ વર્તમાનમાં પ્રતીત ન કરે. જીવને જ્ઞાનીનું એળખાણુ પ્રત્યક્ષમાં, વર્તમાનમાં થતું નથી.
સમકિતને ખરેખરું વિચારે તે નવમે સમયે કેવલજ્ઞાન થાય; નહીં તા એક ભવમાં કેવળજ્ઞાન થાય; છેવટે પંદરમે ભવે કેવળજ્ઞાન થાય જ. માટે સમકિત સત્કૃષ્ટ છે. જુદા જુદા વિચારભેદો આત્મામાં લાભ થવા અર્થે કહ્યા છે; પણ ભેદમાં જ આત્માને ગૂંચવવા કહ્યા નથી. દરેકમાં પરમાર્થ હાવા જોઈએ. સમકિતીને કેવળજ્ઞાનની ઇચ્છા નથી !
અજ્ઞાની ગુરુઓએ લાકોને અવળે માર્ગે ચઢાવી દીધા છે. અવળું ઝલાવી દીધું છે, એટલે લોકો ગચ્છ, કુળ આદિ લૌકિક ભાવમાં તદાકાર થઈ ગયા છે. અજ્ઞાનીએએ લેાકને સાવ અવળે જ માર્ગ સમજાવી દીધેા છે. તેઓના સંગથી આ કાળમાં અંધકાર થઈ ગયા છે. અમારી કહેલી દરેકે દરેક વાત સંભારી સંભારી પુરુષાર્થ વિશેષપણે કરવા. ગચ્છાદિના કદાચહા મૂકી દેવા જોઈએ. જીવ અનાદિ કાળથી રખડ્યો છે. સમકિત થાય તે સહેજે સમાધિ થાય, અને પરિણામે કલ્યાણ થાય. જીવ સત્પુરુષના આશ્રયે જો આજ્ઞાદિ ખરેખર આરાધે, તેના ઉપર પ્રતીત આણે, તે ઉપકાર થાય જ. એક તરફથી ચૌદ રાજલેાકનું સુખ હેાય, અને બીજી તરફ સિદ્ધના એક પ્રદેશનું સુખ હાય તાપણુ સિદ્ધના એક પ્રદેશનું સુખ અનંતું થઈ જાય.
વૃત્તિને ગમે તેમ કરી રાકવી; જ્ઞાનવિચારથી રાકવી; લેાકલાજથી રાકવી; ઉપયાગથી રાકવી; ગમે તેમ કરીને પણ વૃત્તિને રોકવી. મુમુક્ષુએએ કોઇ પદાર્થ વિના ચાલે નહીં એવું રાખવું નહીં. જીવ મારાપણું માને છે તે જ દુઃખ છે, કેમકે મારાપણું માન્યું કે ચિંતા થઈ કે કેમ થશે ? કેમ કરીએ ? ચિંતામાં જે સ્વરૂપ થઇ જાય છે, તે રૂપ થઈ જાય છે, તે જ અજ્ઞાન છે. વિચારથી કરી, જ્ઞાને કરી જોઇએ, તે કોઈ મારું નથી એમ જણાય. જો એકની ચિંતા કરો, તે આખા જગતની ચિંતા કરવી જોઈએ. માટે દરેક પ્રસંગે મારાપણું થતું અટકાવવું; તા ચિંતા, કલ્પના પાતળી પડશે. તૃષ્ણા જેમ બને તેમ પાતળી પાડવી. વિચાર કરી કરીને તૃષ્ણા ઓછી કરવી. આ દેહને પચાસ રૂપિયાના ખર્ચે જોઇએ તેને બદલે હજારા લાખાની ચિંતા કરી તે અગ્નિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org