________________
વયક્રમમાં શ્રીમદ્ના કેટલાક અંગત અભિપ્રાયા આવી જાય છે. તે ઉપરાંત તેમનું આભ્યંતરપરિણામઅવલાકન (Introspection) લખેલ ત્રણ હાથનેોંધ (Memo-Books) પ્રાપ્ત થયેલ તે અત્રે મૂકીએ છીએ, હાથમાંધમાં સ્વાલાચનાથી ઉદ્ભવેલા પૃથ-પૃથક્ ઉદ્ગારા સ્વઉપયાગાથૅ ક્રમરહિત લખેલા છે. આ હાથનાંધમાં બે વિલાયતના બાંધાની છે, અને એક અહીંના બાંધાની છે. પ્રથમની બેમાંથી એના પૂઠા ઉપર અંગ્રેજી વર્ષ ૧૮૯૦નું, અને ખીન્નમાં ૧૮૯૬નું ‘કૅલેન્ડર' છે. અહીંવાળીમાં નથી. વિલાયતવાળી ખન્નેનાં ૬ ઇંચ ૭×૪ છે; અને અહીંવાળીનું કદ ઇંચ ૬×૪ છે. ૧૮૯૦ વાળીમાં ૧૦૦, ૧૮૯૬ વાળીમાં ૧૧૬, અને ત્રીજી અહીંવાળીમાં ૬૦ પાનાં (Leaves) છે. આ ત્રણેમાં ધણું કરી એકે લેખ ક્રમવાર નથી. દૃષ્ટાંત તરીકે, ૧૮૯૦ વાળી હાથનેાંધમાં લખવાને પ્રારંભ બીજા પાના (ત્રીજા પૃષ્ઠ)થી ‘સહજ' એ મથાળા નીચેના લેખ જોતાં થયા જણાય છે. આ પ્રારંભલેખની શૈલી જોતાં તે અંગ્રેજી વર્ષ ૧૮૯૦ અથવા વિક્રમ સંવત્ ૧૯૪૬માં લખાયા હૈાય એમ સંભવે છે. આ પ્રારંભલેખ ખીજા પાના–ત્રીજા પૃષ્ઠ-માં છે; જ્યારે પ્રારંભલેખ લખતી વેળા પહેલું પૃષ્ઠ મૂકી દીધેલું તે પાછળથી લખ્યું છે. આ જ રીતે ૫૧મા પૃષ્ઠમાં સંવત ૧૯૫૧ના પેષ માસની મિતિના લેખ છે. ત્યાર પછી ૬૨મા પૃષ્ઠમાં સંવત્ ૧૯૫૩ ના ફાગણુ વદ ૧૨ ના લેખ છે અને ૯૭ મા પૃષ્ઠમાં સંવત્ ૧૯૫૧ ના માહ સુ૬ ૭ ના લેખ છે; જ્યારે ૧૩૦ મા પૃષ્ઠમાં જે લેખ છે. તે સંવત્ ૧૯૪૭ તે સંભવે છે કેમકે તે લેખને વિષય દર્શન-આલાચનારૂપ છે. જે દર્શન-આલાયના સંવત્ ૧૯૪૭માં સમ્યગ્દર્શન (જુએ હાથનોંધ પહેલીના આંક ૩૧-ઓગણીસમેં તે સુડતાળીસે, સમક્તિ શુદ્ધ પ્રકાશ્યું રે'-)થવા પૂર્વે હાવા યોગ્ય છે. વળી ૧૮૯૬ એટલે સંવત્ ૧૯૫ર વાળી હાથનાંધ લખવી શરૂ કર્યા પછી તેમાં જ લખ્યું એમ પણ નથી કેમકે સંવત્ ૧૯૫૨ વાળી નવી હાથનેાંધ છતાં ૧૮૯૦ (૧૯૪૬) વાળી હાથનાંધમાં સંવત્ ૧૯૫૩ના લેખા છે. સંવત્ ૧૯૫૨ (૧૮૯૬) વાળી હાથનાંધ પૂરી થઈ રહ્યા પછી ત્રીજી અહીંના બાંધાવાળી વાપરી છે એમ પણ નથી, કેમકે ૧૮૯૬ વાળીમાં ૨૭ પાનાં વાપર્યાં છે; અને ત્યાર પછી તમામ કારાં પડ્યાં છે. અને ત્રીજી અહીંના બાંધાવાળીમાં કેટલાક લેખા છે. જેમ સંવત્ ૧૮૯૬ વાળી મેમાજીકમાં સંવત્ ૧૯૫૪ના જ લેખ છે, તેમ અહીંના બાંધાવાળીમાં પણ છે. તેવી જ રીતે ૧૮૯૦ વાળમાં સંવત્ ૧૯૫૩ના જ લેખ હરો અને ત્યાર પછીના નહીં હાય એમ પણ કહી શકવું શકય નથી. તેમ ત્રર્ષે મેમેજીકમાં વચમાં વચમાં ઘણાં પાનાંઓ કેવળ ારાં પડતર છે; અર્થાત એમ અનુમાન થાય છે કે, જ્યારે જે મેમેજીક હાથ આવી, અને ઉઘાડતાં જે પાનું નીકળ્યું તેમાં ક્વચિત-ચિત્ સ્વાલાચના પેાતાને જ જાણવાને અર્થે લખી વાળેલ છે. જે અંગત લેખા વયક્રમમાં છે તે, અને આ ત્રણે મેમેાજીક- લેખા સ્વાલેાયના અર્થે છે; તેટલા માટે અમે આ હાથનેાંધાને આભ્યન્તરપરિણામઅવલેાકન' એવા મથાળા નીચે અત્રે દાખલ કરી છે. આ આલેચનામાં તેમની દશા, આત્મજાગૃતિ અને આત્મમ'તા, અનુભવ, સ્વવિચાર અર્થે લખેલાં પ્રશ્નોત્તર, અન્ય વેાના નિર્ણય કરવાના ઉદ્દેશથી લખેલા પ્રશ્નોત્તર, દર્શીતાાર યાજનાએ આદિ સંબંધે અનેક ઉદ્ગારા છે; જેમાં કેટલીક બાંધી લીધેલી ભાષા (સંજ્ઞા)માં છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org