________________
७४८
શ્રીમદ્ રાજચંદ્ર પર્યાયને સમયે તે જીવ તે જેલા પદાર્થની ક્રિયા નથી કરતે તેપણું, જ્યાં સુધી તેને મેહભાવ વિરતિપણાને નથી પામે ત્યાં સુધી, અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે.
૧૦૨ હાલના પર્યાયને સમયે તેના અજાણપણાને લાભ તેને મળી શકતું નથી. તે જીવે સમજવું જોઈતું હતું કે આ પદાર્થથી થતું પ્રાગ જ્યાં સુધી કાયમ રહેશે ત્યાં સુધી તેની પાપક્રિયા ચાલુ રહેશે. તે જેલા પદાર્થથી અવ્યક્તપણે પણ થતી (લાગતી) ક્રિયાથી મુક્ત થવું હોય તે મેહભાવને મૂકો. મેહ મૂકવાથી એટલે વિરતિપણું કરવાથી પાપક્રિયા બંધ થાય છે. તે વિરતિપણું તે જ પર્યાયને વિષે આદરવામાં આવે, એટલે જેલા પદાર્થના જ ભવને વિષે અંદરવામાં આવે તે તે પાપક્રિયા જ્યારથી વિરતિપણું આદરે ત્યારથી આવતી બંધ થાય છે. અહીં જે પાપક્રિયા લાગે છે તે ચારિત્રમેહનીયના કારણથી આવે છે. તે મેહભાવના ક્ષય થવાથી આવતી બંધ થાય છે.
૧૦૩ ક્રિયા બે પ્રકારે થાય છે - એક વ્યક્ત એટલે પ્રગટપણે, અને બીજી અવ્યક્ત એટલે અપ્રગટપણે. અવ્યક્તપણે થતી ક્રિયા કે તમામથી જાણી નથી શકાતી, પરંતુ તેથી થતી નથી એમ નથી.
૧૦૪ પાણીને વિષે લહેર અથવા હિલ્લેળ તે વ્યક્તપણે જણાય છે, પરંતુ તે પાણીમાં ગંધક અથવા કસ્તૂરી નાંખી હોય, અને તે પાણી શાંતપણામાં હોય તે પણ તેને વિષે ગંધક અથવા કસ્તુરીની જે ક્રિયા છે તે જોકે દેખાતી નથી, તથાપિ તેમાં અવ્યક્તપણે રહેલી છે. આવી રીતે અવ્યક્તપણે થતી ક્રિયાને ન શ્રદ્ધવામાં આવે અને માત્ર વ્યક્તપણાને શ્રદ્ધવામાં આવે તે એક જ્ઞાની જેને વિષે અવિરતિરૂપ ક્રિયા થતી નથી તે ભાવ, અને બીજે ઊંઘી ગયેલે માણસ જે કંઈ કિયા વ્યક્તપણે કરતું નથી તે ભાવ સમાનપણને પામે છે; પરંતુ વાસ્તવિક રીતે તેમ છે નહીં. ઊંઘી ગયેલા માણસને અવ્યક્તપણે ક્રિયા લાગે છે. આ જ પ્રમાણે જે માણસ (જે જીવ) ચારિત્રમેહનીય નામની નિદ્રામાં સૂવે છે, તેને અવ્યક્ત ક્રિયા લાગતી નથી એમ નથી. જે મેહભાવ ક્ષય થાય તે જ અવિરતિરૂપ ચારિત્રમેહનીયની ક્રિયા બંધ પડે છે તે પહેલાં બંધ પડતી નથી.
ક્રિયાથી થતે બંધ મુખ્ય એવા પાંચ પ્રકારે છે :– ૧ મિથ્યાત્વ ૨ અવિરતિ ૩ કષાય ૪ પ્રમાદ ૫ વેગ ૫ ૧૨ ૨૫
૧૫ ૧૦૫ મિથ્યાત્વની હાજરી હોય ત્યાં સુધી અવિરતિપણું નિર્મૂળ થતું નથી, એટલે જતું નથી; પરંતુ જે મિથ્યાત્વપણું ખસે તે અવિરતિપણને જવું જ જોઈએ એ નિઃસંદેહ છે; કારણ કે મિથ્યાત્વસહિત વિરતિપણું આદરવાથી મેહભાવ જ નથી. મેહભાવ કાયમ છે ત્યાં સુધી અત્યંતર વિરતિપણું થતું નથી; અને પ્રમુખપણે રહેલે એ જે મેહભાવ તે નાશ પામવાથી અત્યંતર અવિરતિપણું રહેતું નથી, અને બાહ્ય જે વિરતિપણું આદરવામાં ન આવ્યું હોય તે પણ જે અત્યંતર છે તે સહેજે બહાર આવે છે.
૧૦૬ અત્યંતર વિરતિપણું પ્રાપ્ત થયા પછી અને ઉદય આધીન બાહ્યથી વિરતિપણું ન આદરી શકે તેપણ, જ્યારે ઉદયકાળ સંપૂર્ણ થઈ રહે ત્યારે સહેજે વિરતિપણું રહે છે, કારણ કે અત્યંતર વિરતિપણું પહેલેથી પ્રાપ્ત થયેલું છે, જેથી હવે અવિરતિપણું છે નહીં, કે તે અવિરતિપણની ક્રિયા કરી શકે.
* ૧૦૭ મેહભાવ વડે કરીને જ મિથ્યાત્વ છે. મેહભાવને ક્ષય થવાથી મિથ્યાત્વને પ્રતિપક્ષ જે સમ્યકત્વભાવ તે પ્રગટે છે, માટે ત્યાં આગળ મેહભાવ કેમ હોય? અર્થાત્ હેતું નથી.
૧૦૮ જે એવી આશંકા કરવામાં આવે કે પાંચ ઈદ્રિય અને છઠું મન, તથા પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય, એમ બાર પ્રકારે વિરતિ આદરવામાં આવે તે લેકમાં રહેલા જીવ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org