________________
વ્યાખ્યાન સાર-૨
૭૬૫
૭ આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતાં ઘણે વખત જાય. જ્યારે એક માત્ર શાંતપણું સેવ્યાથી તરત પ્રાપ્ત થાય છે.
૮ પર્યાયનું સ્વરૂપ સમજાવવા અર્થે શ્રી તીર્થંકરદેવે ત્રિપદ (ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય) સમજાવ્યાં છે.
૯ દ્રવ્ય ધ્રુવ, સનાતન છે. ૧૦ પર્યાય ઉત્પાદવ્યયવંત છે.
૧૧ છ દર્શન એક જૈનદર્શનમાં સમાય છે. તેમાં પણ જૈન એક દર્શન છે. બૌદ્ધ-ક્ષણિકવાદી=પર્યાયરૂપે “સ” છે. વેદાંત–સનાતન=દ્રવ્યરૂપે “સ” છે. ચાર્વાક નિરીશ્વરવાદી જ્યાં સુધી આત્માની પ્રતીતિ થઈ નથી ત્યાં સુધી તેને ઓળખવારૂપે “સ” છે.
૧૨ જીવ પર્યાયના બે ભેદ છે - સંસારપર્યાય અને સિદ્ધપર્યાય. સિદ્ધપર્યાય સે ટચના સેના તુલ્ય છે અને સંસારપર્યાય કથીરસહિત સેનાતુલ્ય છે.
૧૩ વ્યંજનપર્યાય. ૧૪ અર્થપર્યાય.
૧૫ વિષયને નાશ (વેદને અભાવ) ક્ષાયિકચારિત્રથી થાય છે. ચોથે ગુણસ્થાનકે વિષયની મંદતા હોય છે, ને નવમા ગુણસ્થાનક સુધી વેદને ઉદય હોય છે.
૧૬ જે ગુણ પિતાને વિષે નથી તે ગુણ પિતાને વિષે છે એમ જે કહે અથવા મનાવે તે મિથ્યાવૃષ્ટિ જાણવા. ૧૭ જિન અને જૈન શબ્દનો અર્થ :
ઘટ ઘટ અંતર્ જિન બસે, ઘટ ઘટ અંતર જૈન,
મત મદિરાકે પાનસે, મતવારા સમજે ન” –સમયસાર ૧૮ સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીને સાર પણ. તે જ છે. તે ષડ્રદર્શનમાં સમાય છે, અને તે ષડ્રદર્શન જૈનમાં સમાય છે.
૧૯ વીતરાગનાં વચને વિષયનું વિરેચન કરાવનારાં છે.
૨૦ જૈનધર્મને આશય, દિગંબર તેમ જ શ્વેતાંબર આચાર્યોને આશય, ને દ્વાદશાંગીને આશય માત્ર આત્માને સનાતન ધર્મ પમાડવાનું છે, અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓને વિકલ્પ નથી. તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે, પણ તે નથી સમજાતું એ જ મોટી આંટી છે.
૨૧ બાહ્ય વિષયેથી મુક્ત થઈ જેમ જેમ તેને વિચાર કરવામાં આવે તેમ તેમ આત્મા અવિરોધી થતો જાય; નિર્મળ થાય.
૨૨ ભંગજાળમાં પડવું નહીં. માત્ર આત્માની શાંતિને વિચાર કર ઘટે છે.
૨૩ જ્ઞાનીઓ કે વાણિયા જેવા હિસાબી (સૂક્ષ્મપણે શેધન કરી ત સ્વીકારનારા) છે, તેપણ છેવટે લેક જેવા લેક (એક સારભૂત વાત પકડી રાખનાર) થાય છે. અર્થાતુ છેવટે ગમે તેમ થાય પણ એક શાંતપણાને ચૂકતા નથી; અને આખી દ્વાદશાંગીને સાર પણ તે જ છે.
૨૪ જ્ઞાની ઉદયને જાણે છે, પણ શાતા અશાતામાં તે પરિણમતા નથી.
૨૫ ઇંદ્રિયેના ભેગસહિત મુક્તપણું નથી. દાદ્રિના ભેગ છે ત્યાં સંસાર છે ને સંસાર છે ત્યાં મુક્તપણું નથી. • ૨૬ બારમા ગુણસ્થાનક સુધી જ્ઞાનીને આશ્રય લેવાને છે; જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાનું છે.
૨૭ મહાન આચાર્યો અને જ્ઞાનીઓમાં દોષ તથા ભૂલ હેય નહીં. આપણાથી ન સમજાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org