________________
૭૬૬
શ્રીમદ્ રાજચંદ્ર
તેને લીધે આપણે ભૂલ માનીએ છીએ. આપણાથી સમજાય તેવું આપણામાં જ્ઞાન નથી માટે તેવું જ્ઞાન પ્રાપ્ત થયે જે જ્ઞાનીના આશય ભૂલવાળા લાગે છે તે સમજાશે એવી ભાવના રાખવી. એકબીજા આચાર્યોના વિચારમાં કેઈ જગાએ કાંઇ ભેદ જોવામાં આવે તે તેમ થવું ક્ષયાપશમને લીધે સંભવે છે, પણ વસ્તુત્વે તેમાં વિકલ્પ કરવા જેવું નથી.
૨૮ જ્ઞાનીએ ઘણા ડાહ્યા હતા, વિષયસુખ ભોગવી જાણતા હતા, પાંચે છિદ્રયા પૂર્ણ હતી; (પાંચે ઇન્દ્રિયા પૂર્ણ હાય તે જ આચાર્યપદવીને ચેાગ્ય થાય.) છતાં આ સંસાર (ઇંદ્રિયસુખ ) નિર્માલ્ય લાગવાથી તથા આત્માના સનાતન ધર્મને વિષે શ્રેયપણું લાગવાથી તે વિષયસુખથી વિરમી આત્માના સનાતન ધર્મમાં જોડાયા છે.
૨૯ અનંતકાળથી જીવ રખડે છે, છતાં તેના મેાક્ષ થયા નહીં. જ્યારે જ્ઞાનીએ એક અંતર્મુહૂર્તમાં મુક્તપણું બતાવ્યું છે !
૩૦ જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તે અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે.
૩૧ અમુક વસ્તુએ વ્યવચ્છેદ ગઈ એમ કહેવામાં આવે છે; પણ તેને પુરુષાર્થ કરવામાં આવતા નથી તેથી વ્યવસ્થેઢ ગઈ કહે છે, યવિષે જો તેને સાચા, જેવા જોઇએ તેવા પુરુષાર્થ થાય તે તે ગુણા પ્રગટે એમાં સંશય નથી. અંગ્રેજોએ ઉદ્યમ કર્યાં તેા હુન્નરા તથા રાજ્ય પ્રાપ્ત કર્યાં; અને હિંદુસ્તાનવાળાએ ઉદ્યમ ન કર્યાં તે પ્રાપ્ત કરી શકયા નહીં, તેથી વિદ્યા (જ્ઞાન) વ્યવચ્છેદ ગઈ કહેવાય નહીં.
૩૨ વિષયે ક્ષય થયા નથી છતાં જે જીવા પાતાને વિષે વર્તમાનમાં ગુણ્ણા માની બેઠા છે તે જીવાના જેવી ભ્રમણા ન કરતાં તે વિષયે! ક્ષય કરવા ભણી લક્ષ આપવું.
૫
મારખી, અષાડ સુદ ૮, ગુરુ, ૧૯૫૬ ૧ ધર્મ, અર્થ, કામ ને મેાક્ષ એ ચાર પુરુષાર્થમાં પ્રથમ ત્રણથી ચઢિયાતા મેક્ષ; મેક્ષ અર્થે ખાકીના ત્રણે છે.
૨ સુખરૂપ આત્માના ધર્મ છે એમ પ્રતીત થાય છે. તે સેાના માક શુદ્ધ છે.
૩ કર્મ વડે સુખદુ:ખ સહન કરતાં છતાં પરિગ્રહ ઉપાર્જન કરવા તથા તેનું રક્ષણ કરવા સૌ પ્રયત્ન કરે છે. સૌ સુખને ચાહે છે; પણ તે પરતંત્ર છે. પરતંત્રતા પ્રશંસાપાત્ર નથી; તે દુર્ગતિના હેતુ છે. તેથી ખરા સુખના ઇચ્છકને માટે મેાક્ષમાર્ગ વર્ણવ્યો છે.
૪ તે માર્ગ ( મેક્ષ ) રત્નત્રયની આરાધના વડે સર્વ કર્મનો ક્ષય થવાથી પ્રાપ્ત થાય છે. ૫ જ્ઞાનીએ નિરૂપણ કરેલાં તત્ત્વાના યથાર્થ એધ થવા તે ‘સમ્યજ્ઞાન’
૬ જીવ, અજીવ, આસવ, સંવર, નિર્જરા, બંધ, માક્ષ એ તત્ત્વ છે. અત્રે પુણ્ય, પાપ આસવમાં ગણેલા છે.
૭ જીવના બે ભેદ :– સિદ્ધ અને સંસારી.
–
સિદ્ધ સિદ્ધને અનંત જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ એ સ્વભાવ સમાન છે; છતાં અનંતર પરંપર થવારૂપે પંદર ભેદ આ પ્રમાણે કહ્યાં છે :- (૧) તીર્થ. (૨) અતીર્થ. (૩) તીર્થંકર. (૪) અતીર્થંકર. (પ) સ્વયંબુદ્ધ. (૬) પ્રત્યેકબુદ્ધ, (૭) બુદ્ધએધિત. (૮) સ્ત્રીલિંગ. (૯) પુરુષલિંગ. (૧૦) નપુંસકલિંગ. (૧૧) અન્યલિંગ. (૧૨) જૈનલિંગ. (૧૩) ગૃહસ્થલિંગ. (૧૪) એક. (૧૫) અનેક.
સંસારી :- સંસારી જીવા એક પ્રકારે, એ પ્રકારે ઇત્યાદિ અનેક પ્રકારે કહ્યા છે. એક પ્રકારે : સામાન્યપણે ‘ઉપયેગ' લક્ષણે સર્વે સંસારી જીવે છે.
એ પ્રકારે : ત્રસ, સ્થાવર અથવા વ્યવહારરાશિ, અવ્યવહારરાશિ. સૂક્ષ્મ નિગેાદમાંથી નીકળી એક વખત ત્રસપણું પામ્યા છે તે ‘વ્યવહારરાશિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org