________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૦ લબ્ધિ ક્ષેાભકારી અને ચારિત્રને શિથિલ કરનારી છે. લબ્ધિ આદિ, માર્ગેથી પડવાનાં કારણેા છે. તેથી કરી જ્ઞાનીને તેને તિરસ્કાર હેાય છે. જ્ઞાનીને જ્યાં લબ્ધિ, સિદ્ધિ આદિથી પડવાના સંભવ ઉત્પન્ન થાય છે ત્યાં તે પેાતાથી વિશેષ જ્ઞાનીના આશ્રય શેાધે છે.
૧૧ આત્માની યાગ્યતા વગર એ શક્તિ આવતી નથી. આત્માએ પાતાના અધિકાર વધારવાથી તે આવે છે.
૧૨ દેહ છૂટે છે તે પર્યાય છૂટે છે; પણ આત્મા આત્માકારે અખંડ ઊભા રહે છે; પોતાનું કાંઇ જતું નથી; જે જાય છે તે પોતાનું નથી એમ પ્રત્યક્ષ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૃત્યુને ભય લાગે છે. “ગુરુ ગણધર ગુણધર અધિક (સકલ), પ્રચુર પરંપર ઔર; વ્રતતપર, તનુ નગનતર, વંદા વૃષ સિરમૌર.’’
૧૩
---સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા-ટીકા-દોરા ૩ ગણુધર=ગણુ–સમુદૃાયના ધરવાવાળા. ગુણુધર=ગુણુના ધરવાવાળા. પ્રચુર=ધણા; વૃષ=ધર્મ. સિરમૌર=માથાના મુકુટ.
૧૪ અવગાઢ=મજબૂત. પરમાવગાઢ=ઉત્કૃષ્ટપણે મજબૂત. અવગાહ=એક પરમાણુપ્રદેશ શકે તે, વ્યાપવું. શ્રાવક=જ્ઞાનીના વચનના શ્રોતા; જ્ઞાનીનું વચન શ્રવણ કરનાર. દર્શનજ્ઞાન વગર, ક્રિયા કરતાં છતાં, શ્રુતજ્ઞાન વાંચતાં છતાં શ્રાવક કે સાધુ હાઈ શકે નહીં. ઔયિક ભાવે તે શ્રાવક, સાધુ કહેવાય; પારિણામિક ભાવે કહેવાય નહીં. સ્થવિર=સ્થિર, જામેલ.
૧૫ સ્થવિરકલ્પ=જે સાધુ વૃદ્ધ થયેલ છે તેઓને શાસ્ત્રમર્યાદાએ વર્તવાના, ચાલવાના જ્ઞાનીઓએ મુકરર કરેલા, ખધેલા, નક્કી કરેલા માર્ગ; નિયમ.
૧૬ જિનકલ્પ=એકાકી વિચરનારા સાધુએને માટે કલ્પેલા અર્થાત્ ખાંધેલા, મુકરર કરેલા જિનમાર્ગ વા નિયમ.
૭૮૦
૨૧
મારી, અષાડ વદ ૮, ગુરુ, ૧૯૫૬
૧ સર્વ ધર્મ કરતાં જૈનધર્મ ઉત્કૃષ્ટ યાપ્રણીત છે. દયાનું સ્થાપન જેવું તેમાં કરવામાં આવ્યું છે, તેવું ખીજા કોર્ટમાં નથી. ‘માર' એ શબ્દ જ ‘મારી' નાખવાની સજ્જડ છાપ તીર્થંકરાએ આત્મામાં મારી છે. એ જગાએ ઉપદેશનાં વચને પણ આત્મામાં સર્વોત્કૃષ્ટ અસર કરે છે. શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણુ જ ન હાય એવા અહિંસાધર્મ શ્રી જિનના છે. જેનામાં યા ન હોય તે જિન ન હેાય. જૈનને હાથે ખૂન થવાના બનાવા પ્રમાણમાં અલ્પ હશે. જૈન હાય તે અસત્ય ખેલે નહીં.
૨ જૈન સિવાય બીજા ધર્માંને મુકાબલે અહિંસામાં બૌદ્ધ પણ ચઢી જાય છે. બ્રાહ્મણાની યજ્ઞાદિ હિંસક ક્રિયાના નાશ પણ શ્રી જિને અને બુદ્ધે કર્યાં છે, જે હજી સુધી કાયમ છે. ૩ બ્રાહ્મણેા યજ્ઞાદિ હિંસક ધર્મવાળા હોવાથી શ્રી જિને તથા યુદ્ધે સખત શબ્દો વાપરી ધિક્કાર્યાં છે, તે યથાર્થ છે.
૪ બ્રાહ્મણેાએ સ્વાર્થબુદ્ધિથી એ હિંસક ક્રિયા દાખલ કરી છે. શ્રી જિને તેમ જ શ્રી બુદ્ધે જાતે વૈભવત્યાગ કરેલા હેાવાથી તેએએ નિઃસ્વાર્થ બુદ્ધિએ દયાધર્મના ઉપદેશ કરી હિંસક ક્રિયાના વિચ્છેદ કર્યાં. જગતસુખમાં તેએની સ્પૃહા નહેાતી.
૫ હિંદુસ્તાનના લોકો એક વખત એક વિદ્યાના અભ્યાસ એવી રીતે ડી દે છે કે ફરીને તે ગ્રહણ કરતાં તેઓને કંટાળા આવે છે. યુરેપિયન પ્રજામાં તેથી ઊલટું છે, તેઓ તદ્ન છેડી દેતા નથી, પણ ચાલુ જ રાખે છે. પ્રવૃત્તિના કારણને લઈને વત્તોઆછા અભ્યાસ થઇ શકે એ વાત જુદી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org