________________
૭૪
શ્રીમદ્ રાજચંદ્ર
૧૩ મોરબી, અષાડ વદ ૧, શુક, ૧૯૫૬ ૧ દેવાગમસ્તેત્ર જે મહાત્મા સમંતભદ્રાચાર્યે (જેના નામને શબ્દાર્થ કલ્યાણ જેને માન્ય છે,” એ થાય છે) બનાવેલ છે, અને તેના ઉપર દિગંબર તથા શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરી છે. એ મહાત્મા દિગંબર આચાર્ય છતાં તેઓનું કરેલું ઉપરનું સ્તોત્ર શ્વેતાંબર આચાર્યોને પણ માન્ય છે. તે તેત્રમાં પ્રથમ નીચેને શ્લેક છે –
'देवागमनभोयानचामरादिविभूतयः
मायाविष्वपि दृश्यते, नातस्त्वमसि नो महान.' આ લેકને ભાવાર્થ એ છે કે દેવાગમ (દેવતાઓનું આવવું થતું હોય), આકાશગમન (આકાશગમન થઈ શકતું હોય), ચામરાદિ વિભૂતિ (ચામર વગેરે વિભૂતિ હોય–સમવસરણ થતું હોય એ આદિ) એ બધાં તે માયાવીઓનામાં પણ જણાય છે, (માયાથી અર્થાત્ યુક્તિથી પણ થઈ શકે) એટલે તેટલાથી જ આપ અમારા મહત્તમ નથી. (તેટલા ઉપરથી કાંઈ તીર્થંકર વા જિનેન્દ્રદેવનું અસ્તિત્વ માની શકાય નહીં. એવી વિભૂતિ આદિનું કાંઈ અમારે કામ નથી. અમે તે તેને ત્યાગ કર્યો છે.)
આ આચાર્યું કેમ જાણે ગુફામાંથી નીકળતા તીર્થંકરનું કાંડું પકડી ઉપર પ્રમાણે નિરપેક્ષપણે વચને કહ્યા હોય એ આશય આ સ્થળે બતાવવામાં આવ્યું છે.
૨ આસન અથવા પરમેશ્વરનાં લક્ષણે કેવાં હોવાં જોઈએ તે સંબંધી “તત્વાર્થસૂત્ર'ની ટીકામાં (સર્વાર્થસિદ્ધિમાં) પહેલી ગાથા નીચે પ્રમાણે છે –
મોક્ષમાર્ચ નેતા, મેરા મૂકૃતામ્,
ज्ञातारं विश्वतत्त्वानां, वंदे तद्गुणलब्धये.' સારભૂત અર્થ - “મેક્ષમાર્ગમ્ય નેતાર), (મોક્ષમાર્ગે લઈ જનાર નેતા) એમ કહેવાથી મોક્ષનું “અસ્તિત્વ”, “માર્ગ', અને “લઈ જનાર’ એ ત્રણ વાત સ્વીકારી. જે મોક્ષ છે તે તેને માર્ગ પણ જોઈએ અને જે માર્ગ છે તે તેને દ્રષ્ટા પણ જોઈએ, અને જે દ્રષ્ટા હોય તે જ માર્ગે લઈ જઈ શકે. માર્ગે લઈ જવાનું કાર્ય નિરાકાર ન કરી શકે, પણ સાકાર કરી શકે, અર્થાત્ મેક્ષમાર્ગનો ઉપદેશ સાકાર ઉપદેશ એટલે દેહસ્થિતિએ જેણે મેક્ષ અનુભવ્યો છે એવા કરી શકે. ભેસ્તારં કર્મભૂભૂત (કર્મરૂપ પર્વતને ભેદવાવાળા) અર્થાત્ કર્મરૂપી પર્વત તોડ્યાથી મોક્ષ હોઈ શકે, એટલે જેણે દેહસ્થિતિએ કર્મરૂપી પર્વતે તેડ્યા છે તે સાકાર ઉપદેષ્ટા છે. તેવા કેણુ? વર્તમાન દેહ જે જીવન્મુક્ત છે તે. જે કર્મરૂપી પર્વતે તેડી મુક્ત થયા છે તેને ફરી કર્મનું હવાપણું ન હોય; માટે કેટલાક માને છે તેમ મુક્ત થયા પછી દેહ ધારણ કરે એવા જીવન્મુક્ત ન જોઈએ. “જ્ઞાતારું વિશ્વતત્વાના” (વિશ્વતત્ત્વના જાણનાર) એમ કહેવાથી એમ દર્શાવ્યું કે આ કેવા જોઈએ કે જે સમસ્ત વિશ્વના જ્ઞાયક હોય. ‘વંદે તદ્દગુણલબ્ધયે” (તેના ગુણની પ્રાપ્તિને અર્થે તેને વંદના કરું છું), અર્થાત્ આવા ગુણવાળા પુરુષ હોય તે જ આમ છે અને તે જ વંદન યોગ્ય છે.
૩ મોક્ષપદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ, એક જીવઆશ્રયી નહીં, એટલે એ ચૈતન્યને સામાન્ય ધર્મ છે. એક જીવને હોય અને બીજા જીવને ન હોય એમ બને નહીં.
૪ “ભગવતી આરાધના” ઉપર શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરેલ છે તે પણ તે જ નામે કહેવાય છે.
૫ કરણનુગ કે દ્રવ્યાનુયેગમાં દિગંબર અને શ્વેતાંબર વચ્ચે તફાવત નથી. માત્ર બાહ્ય વ્યવહારમાં તફાવત છે.
૬ કરણાનુગમાં ગણિતાકારે સિદ્ધાંતે મેળવેલા છે. તેમાં તફાવત હેવાને સંભવ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org