________________
વ્યાખ્યાનસાર–૧
૧૪૭ ખની શકે તેટલેા પુરુષાર્થ કરી આગળ વધવા જરૂર છે.
૧૪૮ ન પ્રાપ્ત થઈ શકે તેવી ધીરજ, સંઘયણુ, આયુષની પૂર્ણતા ઇત્યાદિના અભાવથી કદાચ સાતમા ગુણસ્થાનક ઉપરના વિચાર અનુભવમાં ન આવી શકે, પરંતુ સુપ્રતીત થઈ શકવા યેાગ્ય છે. ૧૪૯ સિંહના દાખલાની માફ્ક :—સિંહને લેાઢાના જબરજસ્ત પાંજરામાં પૂરવામાં આવ્યા હાય તે તે અંદર રહ્યો પાતાને સિંહ સમજે છે, પાંજરામાં પુરાયેલેા માને છે; અને પાંજરાની બહારની ભૂમિકા પણ જુએ છે; માત્ર લેાઢાના મજબૂત સળિયાની આને લીધે બહાર નીકળી શકતા નથી. આ જ રીતે સાતમા ગુણસ્થાનક ઉપરના વિચાર સુપ્રતીત થઈ શકે છે.
૭૫૩
૧૫૦ આ પ્રમાણે છતાં જીવ મતભેદાદિ કારણેાને લઈને રોકાઈ જઈ આગળ વધી શકતા નથી. ૧૫૧ મતભેદ અથવા રૂઢિ આદિ નજીવી ખાખત છે, અર્થાત્ તેમાં મેક્ષ નથી. માટે ખરી રીતે સત્યની પ્રતીતિ કરવાની જરૂર છે.
૧૫૨ શુભાશુભ, અને શુદ્ધાશુદ્ધ પરિણામ ઉપર બધો આધાર છે. અલ્પ અલ્પ બાબતમાં પણ દોષ માનવામાં આવે ત્યાં મેક્ષ થતા નથી. લેાકરૂઢિમાં અથવા લેાકવ્યવહારમાં પડેલા જીવ મેાક્ષતત્ત્વનું રહસ્ય જાણી શકતા નથી, તેનું કારણ તેને વિષે રૂઢિનું અથવા લાકસંજ્ઞાનું માહાત્મ્ય છે. આથી કરી બાદરક્રિયાને નિષેધ કરવામાં આવતા નથી. જે કાંઈ પણ ન કરતાં તદ્દન અનર્થ કરે છે, તે કરતાં ખાદરક્રિયા ઉપયેગી છે. તાપણ તેથી કરી બાદરક્રિયાથી આગળ ન વધવું એમ પણ કહેવાના હેતુ નથી.
૧૫૩ જીવને પોતાનાં ડહાપણ અને મરજી પ્રમાણે ચાલવું એ વાત મનગમતી છે, પણ તે જીવનું ભૂંડું કરનાર વસ્તુ છે. આ દોષ મટાડવા સારું પ્રથમ તે કોઇને ઉપદેશ દેવાના નથી, પણ પ્રથમ ઉપદેશ લેવાના છે, એ જ્ઞાનીના ઉપદેશ છે. જેનામાં રાગદ્વેષ ન હાય, તેવાના સંગ થયા વિના સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. સમ્યક્ત્વ આવવાથી ( પ્રાપ્ત થવાથી) જીવ ફરે છે, જીવની દશા કરે છે); એટલે પ્રતિકૂળ હાય તા અનુકૂળ થાય છે. જિનની પ્રતિમા (શાંતપણા માટે ) જોવાથી સાતમા ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીની જે શાંત દશા છે તેની પ્રતીતિ થાય છે.
૧૫૪ જૈનમાર્ગમાં હાલમાં ઘણા ગચ્છ પ્રવર્તે છે, જેવા કે તપગચ્છ, અંચલગચ્છ, લુંકાગચ્છ, ખરતરગચ્છ ઇત્યાદિ. આ દરેક પાતાથી અન્ય પક્ષવાળાને મિથ્યાત્વી માને છે. તેવી રીતે ખીજા વિભાગ છ કોટિ, આઠ કોટિ ઇત્યાદિ દરેક પાતાથી અન્ય કેટિવાળાને મિથ્યાત્વી માને છે. વાજબી રીતે નવ કોટિ જોઈએ. તેમાંથી જેટલી એછી તેટલું એછું; અને તે કરતાં પણ આગળ જવામાં આવે તે સમજાય કે છેવટે નવ કાટિયે છેડ્યા વિના રસ્તા નથી.
૧૫૫ તીર્થંકરાદિ મેક્ષ પામ્યા તે માર્ગ પામર નથી. જૈનરૂઢિનું થોડું પણ મૂકવું એ અત્યંત આકરું લાગે છે, તે મહાન અને મહાભારત એવા મેાક્ષમાર્ગ તે શી રીતે આદરી શકાશે ? તે વિચારવા યાગ્ય છે.
૧૫૬ મિથ્યાત્વપ્રકૃતિ ખપાવ્યા વિના સમ્યક્ત્વ આવે નહીં. સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તેની દશા અદ્ભુત વર્તે. ત્યાંથી ૫, ૬, ૭ અને ૮મે જઇ એ ઘડીમાં મેક્ષ થઈ શકે છે. એક સમ્યક્ત્વ પામવાથી કેવું અદ્ભુત કાર્ય બને છે! આથી સમ્યક્ત્વની ચમત્કૃતિ અથવા તેનું માહાત્મ્ય કોઈ અંશે સમજી શકાય તેમ છે.
૧૫૭ દુર્ધર પુરુષાર્થથી પામવા યાગ્ય માક્ષમાર્ગ તે અનાયાસે પ્રાપ્ત થતા નથી. આત્મજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org