________________
વ્યાખ્યાન સાર-૧
૭૬૧ રૂપી પદાર્થ છે, મૂર્તિમંત છે તેના એક સ્કંધના એક ભાગમાં અનંતા ભાગ છે એ વાત પ્રત્યક્ષ હેવાથી માનવામાં આવે છે, પણ તેટલા જ ભાગમાં જીવ અરૂપી, અમૂર્તિમંત હોવાથી વધારે સમાઈ શકે છે. પણ ત્યાં અનંતાને બદલે અસંખ્યાતા કહેવામાં આવે તે પણ માનવામાં આવતું નથી, એ આશ્ચર્યકારક વાત છે.
આ પ્રમાણે પ્રતીત થવા માટે અનેક નય, રસ્તા બતાવવામાં આવ્યા છે, જેથી કઈ રીતે જે પ્રતીતિ થઈ તે વડના બીજની પ્રતીતિ માફક મેક્ષના બીજની સમ્યક્ત્વરૂપે પ્રતીતિ થાય છે મેક્ષ છે એ નિશ્ચય થાય છે, એમાં કશે શક નથી.
૨૨૨. ધર્મ સંબંધી (શ્રી રત્નકરંડ શ્રાવકાચાર) –
આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ. આત્માને સ્વભાવ તે ધર્મ. સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ. પરભાવ વડે કરીને આત્માને દુર્ગતિએ જવું પડે તે ન જવા દેતાં સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ. સમ્યફ શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ, ત્યાં બંધને અભાવ છે. સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્રચારિત્ર એ રત્નત્રયીને શ્રી તીર્થંકરદેવ ધર્મ કહે છે. પદ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ.. જે સંસારપરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ. આસ એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપને સત્યાર્થ પ્રગટ કરનાર, આગમ એટલે આપ્ટે કહેલા પદાર્થની શબ્દદ્વારાએ કરી રચનારૂપ શાસ્ત્ર. આતના પ્રરૂપ્યાં શાસ્ત્રાનુસાર આચરણ કરવાવાળા, આમના દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદ્દગુરુ. સમ્યદર્શન એટલે સત્ય આમ, શાસ્ત્ર અને ગુરુનું શ્રદ્ધાન.
સમ્યકદર્શન ત્રણ મૂઢતા કરી રહિત, નિઃશંકાદિ આઠ અંગ સહિત, આઠ મદ અને છે અનાયતનથી રહિત છે.
સાત તત્ત્વ અથવા નવ પદાર્થના શ્રદ્ધાનને શાસ્ત્રમાં સમ્યક દર્શન કહ્યું છે. પરંતુ દોષરહિત શાસ્ત્રના ઉપદેશ વિના સાત તવનું શ્રદ્ધાન કેવી રીતે થાય? નિર્દોષ આત વિના સત્યાર્થ આગમ શી રીતે પ્રગટ થાય? તેથી સમ્મદર્શનનું મૂળ કારણ સત્યાર્થ આપ્ત જ છે.
આસપુરુષ ક્ષુધાતૃષાદિ અઢાર દોષ રહિત હોય છે. ધર્મનું મૂળ આમ ભગવાન છે. આત ભગવાન નિર્દોષ, સર્વજ્ઞ અને હિતેપદેશક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org