________________
ઉપદેશ છાયા
૭૩૧ જીવ નિર્પક્ષી રહેતા નથી. અનાદિથી પક્ષમાં પડ્યા છે, અને તેમાં રહીને કલ્યાણ ભૂલી જાય છે.
બાર કુળની ગોચરી કહી છે તેવી કેટલાક મુનિઓ કરતા નથી. તેમને લૂગડાં આદિ પરિગ્રહને મેહ મટ્યો નથી. એક વાર આહાર લેવાનું કહ્યું છતાં બે વાર લે છે. જે જ્ઞાની પુરુષના વચનથી આત્મા ઊંચે આવે તે સાચો માર્ગ, તે પિતાને માર્ગ. આપણે ધર્મ સાચે પણ પુસ્તકમાં છે. આત્મામાં ગુણ પ્રગટે નહીં ત્યાં સુધી કંઈ ફળ આપે નહીં. “આપણે ધર્મ એવી કલ્પના છે. આપણે ધર્મ શું ? મહાસાગર મેઈને નથી; તેમ ધર્મ કેઈના બાપને નથી. જેમાં દયા, સત્ય આદિ હોય તે પાળે. તે કોઈના બાપનાં નથી. અનાદિ કાળનાં છે; શાશ્વત છે. જે ગાંઠ પકડી છે કે આપણો ધર્મ છે, પણ શાશ્વત માર્ગ છે ત્યાં આપણે શું? શાશ્વત માર્ગથી સહુ મોક્ષે ગયા છે. રજોહરણે, દરે કે મુમતિ, કપડાં કેઈ આત્મા નથી.
કેઈ એક વહારે હતે. તે ગાડામાં માલ ભરીને સામે ગામ લઈ જતો હતે. ગાડાવાળાએ કહ્યું કે “ચેર આવશે, માટે સાવચેત થઈને રહે, નહીં તે લૂંટી લેશે. પણ તે વહોરાએ સ્વચ્છેદે કરી માન્યું નહીં ને કહ્યું કે “કંઈ ફિકર નહીં!” પછી માર્ગમાં ચોર મળ્યા. ગાડાવાળાએ માલ બચાવવા મહેનત કરવા માંડી પણ તે વહોરાએ કંઈ ન કરતાં માલ ઉપાડી જવા દીધે; ને ચોરે માલ લૂંટી ગયા. પણ તેણે માલ પાછો મેળવવા કંઈ ઉપાય કર્યો નહીં. ઘેર ગયે ત્યારે શેઠે પૂછ્યું કે, “માલ ક્યાં ?” ત્યારે તેણે કહ્યું કે, “માલ તે ચાર લૂંટી ગયા. ત્યારે શેઠે પૂછ્યું કે માલ પકડવા માટે કંઈ ઉપાય કર્યો છે?” ત્યારે તે વહેરાએ કહ્યું કે, “મારી પાસે ભરતિયું છે. તેથી ચોર માલ લઈ જઈને શી રીતે વેચશે ? માટે તે મારી પાસે ભરતિયું લેવા આવશે ત્યારે પકડીશ’ એવી જીવની મૂઢતા છે. “આપણા જૈનધર્મના શાસ્ત્રમાં બધું છે. શાસ્ત્રો આપણી પાસે છે. એવું મિથ્યાભિમાન જીવ કરી બેઠો છે. ક્રોધ, માન, માયા, ભરૂપી ચેર રાતદિવસ માલા ચારી લે છે, તેનું ભાન નથી.
તીર્થંકરને માર્ગ સાચે છે. દ્રવ્યમાં બદામ સરખી પણ રાખવાની આજ્ઞા નથી. વૈષ્ણવના કુળધર્મનાં કુગુરુઓ આરંભપરિગ્રહ મૂક્યા વગર લેકો પાસેથી લક્ષ્મી ગ્રહણ કરે છે; અને તે રૂપી વેપાર થઈ પડ્યો છે. તે પિતે અગ્નિમાં બળે છે, તે તેનાથી બીજાની અગ્નિ શી રીતે શાંત થાય ? જૈનમાર્ગને પરમાર્થ સાચા ગુરુથી સમજવાનું છે. જે ગુરુને સ્વાર્થ હોય તે પિતાનું અકલ્યાણ કરે; ને શિષ્યનું પણ અકલ્યાણ થાય. “
જૈનલિંગધારીપણું ધરી જીવ અનંતી વાર રખડ્યો છે. બાહ્યવતી લિગધારી લૌકિક વ્યવહારમાં અનંતી વાર ૨ખવ્યો છે. આ ઠેકાણે જેનમાર્ગને નિષેધતા નથી; જેટલા અંતરંગે સાચો માર્ગ બતાવે તે “જૈન” બાકી તે અનાદિ કાળથી જીવે છેટાને સાચું માન્યું છે, અને તે જ અજ્ઞાન છે. મનુષ્યદેહનું સાર્થક ખેટા આગ્રહ, દુરાગ્રહ મૂકી કલ્યાણ થાય તે છે. જ્ઞાની સવળું જ બતાવે. આત્મજ્ઞાન પ્રગટે ત્યારે જ આત્મજ્ઞાનીપણું માનવું, ગુણ પ્રગટ્યા વગર માનવું એ ભૂલ છે. ઝવેરાતની કિંમત જાણવાની શક્તિ વગર ઝવેરીપણું માનવું નહીં. અજ્ઞાની ખોટાને સાચું નામ આપી વાડા બંધાવે છે. સનું ઓળખાણ હોય તે કઈ વખત પણ સાચું ગ્રહણ થશે.
૧૪ આણંદ, ભા. વદ ૦)), મંગળ, સં. ૧૫ર જે જીવ પિતાને મુમુક્ષુ માનતે હોય, તરવાને કામી માનતે હેય, સમજુ છું એમ માનતે હોય તેણે દેહને વિષે રેગ થતી વખત આકુળવ્યાકુળપણું થયું હોય તે તે વખત વિચારવું કે તારું મુમુક્ષુપણું, ડહાપણ, ક્યાં ગયાં? તે વખતે વિચાર કેમ નહીં કરતે હોય? જે તરવાને કામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org