________________
૭૧૨
શ્રીમદ્ રાજચંદ્ર પ્ર :-- મેક્ષ એટલે શું?
ઉ૦ – આત્માનું અત્યંત શુદ્ધપણું તે, અજ્ઞાનથી છૂટી જવું તે, સર્વ કર્મથી મુક્ત થવું તે મેક્ષ'. યથાતથ્ય જ્ઞાન પ્રત્યે મેક્ષ. બ્રાંતિ રહે ત્યાં સુધી આત્મા જગતમાં છે. અનાદિકાળનું એવું જે ચેતન તેને સ્વભાવ જાણપણું, જ્ઞાન છે, છતાં ભૂલી જાય છે તે શું? જાણપણામાં ન્યૂનતા છે, યથાતથ્ય જાણપણું નથી. તે ન્યૂનતા કેમ મટે ? તે જાણપણારૂપી સ્વભાવને ભૂલી ન જાય; તેને વારંવાર દૃઢ કરે તે ન્યૂનતા મટે. જ્ઞાની પુરુષનાં વચનેનું અવલંબન લેવાથી જાણપણું થાય. સાધન છે તે ઉપકારના હેતુઓ છે. જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. પુરુષના આશ્રયે લે તે સાધને ઉપકારના હેતુઓ છે. પુરુષની દૃષ્ટિએ ચાલવાથી જ્ઞાન થાય છે. પુરુષનાં વચને આત્મામાં પરિણામ પામ્ય મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, અશુભગ વગેરે બધા દે અનુક્રમે મેળા પડે. આત્મજ્ઞાન વિચારવાથી દોષ નાશ થાય છે. પુરુષ પિકારી પિકારીને કહી ગયા છે, પણ જીવને લેકમાર્ગમાં પડી રહેવું છે, અને કેત્તર કહેવરાવવું છે ને દોષ કેમ જતા નથી એમ માત્ર કહ્યા કરવું છે. લેકને ભય મૂકી સત્પષનાં વચને આત્મામાં પરિણમાવે તે સર્વ દોષ જાય. જીવે મારાપણું લાવવું નહીં. મોટાઈ ને મહત્તા મૂક્યા વગર સમ્યકત્વને માર્ગ આત્મામાં પરિણામ પામ કઠણ છે.
વેદાંતશાસ્ત્રો વર્તમાનમાં સ્વછંદથી વાંચવામાં આવે છે, ને તેથી શુષ્કપણુ જેવું થઈ જાય છે. ષડ્રદર્શનમાં ઝઘડો નથી, પણ આત્માને કેવળ મુતદ્રષ્ટિએ જોતાં તીર્થકરે લાંબો વિચાર કર્યો છે. મૂળ લક્ષગત થવાથી જે જે વક્તા(પુરુષ)એ કહ્યું તે યથાર્થ છે એમ જણશે.
આત્માને ક્યારેય પણ વિકાર ન ઊપજે, તથા રાગદ્વેષપરિણામ ન થાય ત્યારે જ કેવળજ્ઞાન કહેવાય. દર્શનવાળાએ જે વિચાર કર્યા છે તેથી આત્માનું તેમને ભાન થાય છે, પણ તારતમ્યપણામાં ફેર પડે. મૂળમાં ભૂલ નથી. પણ વદર્શન પિતાની સમજણે બેસાડે તે કોઈ વાર બેસે નહીં. તે બેસવું સત્યરુષના આશ્રયે થાય. જેણે આત્મા અસંગ, અક્રિય વિચાર્યો હોય તેને ક્રાંતિ હોય નહીં, સંશય હોય નહીં, આત્માના હોવાપણું સંબંધમાં પ્રશ્ન રહે નહીં.
પ્ર :- સમ્યક્ત્વ કેમ જણાય?
ઉ૦ :– માંહીથી દશા ફરે ત્યારે સમ્યકત્વની ખબર એની મેળે પિતાને પડે. સદેવ એટલે રાગદ્વેષ ને અજ્ઞાન જેનાં ક્ષય થયાં છે તે. સદૂગુરુ કેણ કહેવાય? મિથ્યાત્વગ્રંથિ જેની છેદાઈ છે તે. સદ્દગુરુ એટલે નિગ્રંથ. સધર્મ એટલે જ્ઞાની પુરુષોએ બધે ધર્મ. આ ત્રણે તત્વ યથાર્થ રીતે જાણે ત્યારે સમ્યકત્વ થયું ગણાય.
અજ્ઞાન ટાળવા માટે કારણે, સાધને બતાવ્યાં છે. જ્ઞાનનું સ્વરૂપ જ્યારે જાણે ત્યારે મોક્ષ થાય.
પરમઘરૂપી સદ્ગુરુ મળે અને ઉપદેશરૂપી દવા આત્મામાં પરિણામ પામે ત્યારે રોગ જાય; પણ તે દવા અંતરમાં ન ઉતારે, તે તેને કોઈ કાળે રેગ જાય નહીં. જીવ ખરેખરું સાધન કરતું નથી. જેમ આખા કુટુંબને ઓળખવું હોય તે પહેલાં એક જણને ઓળખે તે બધાની ઓળખાણ થાય, તેમ પહેલાં સમ્યકત્વનું ઓળખાણ થાય ત્યારે આત્માના બધા ગુણરૂપી કુટુંબનું એાળખાણ થાય. સમ્યકત્વ સર્વોત્કૃષ્ટ સાધન કહ્યું છે. બહારની વૃત્તિઓ ઘટાડી અંતરૂપરિણામ કરે, તે સમ્યકત્વને માર્ગ આવે. ચાલતાં ચાલતાં ગામ આવે, પણ વગર ચાલ્ય ગામ સામું ન આવે. જીવને યથાર્થ સત પુરુષની પ્રાપ્તિ અને પ્રતીતિ થઈ નથી.
બહિરાત્મામાંથી અંતરાત્મા થયા પછી પરમાત્મપણું પ્રાપ્ત થવું જોઈએ. દૂધ ને પાણી જુદાં છે તેમ પુરુષના આશ્રયે, પ્રતીતિએ દેહ અને આત્મા જુદા છે એમ ભાન થાય, અંતરમાં પિતાના આત્માનુભવરૂપે, જેમ દૂધ ને પાણી જુદાં થાય તેમ દેહ અને આત્મા જુદા લાગે ત્યારે પરમાત્માપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org