________________
૭૧૮
શ્રીમદ્ રાજચંદ્ર તે સમજાય નહીં ત્યાં સુધી બીજી વાર સાંભળવું નહીં. સાંભળેલું ભૂલવું નહીં, એક વાર જમ્યા તે પચ્યા વગર બીજું ખાવું નહીં તેની પેઠે. તપ વગેરે કરવાં તે કાંઈ મહાભારત વાત નથી, માટે તપ કરનારે અહંકાર કરવો નહીં. તપ એ નાનામાં નાનો ભાગ છે. ભૂખે મરવું ને ઉપવાસ કરવા તેનું નામ તપ નથી. માંહીથી શુદ્ધ અંતઃકરણ થાય ત્યારે તપ કહેવાય અને તે મેક્ષગતિ થાય. બાહ્ય તપ શરીરથી થાય. તપ છ પ્રકારે :– (૧) અંતત્તિ થાય છે. (૨) એક આસને કાયાને બેસાડવી તે. (૩) ઓછો આહાર કરે તે. (૪) નીરસ આહાર કર અને વૃત્તિઓ ઓછી કરવી તે. (૫) સંસીનતા. (૬) આહારને ત્યાગ તે.
તિથિને અર્થે ઉપવાસ કરવાના નથી, પણ આત્માને અર્થે ઉપવાસ કરવાના છે. બાર પ્રકારે તપ કહ્યું છે. તેમાં આહાર ન કરે તે તપ જિહાઇદ્રિય વશ કરવાને ઉપાય જાણુને કહ્યો છે. જિહાઈદ્રિય વશ કરી, તે બધી ઇદ્રિય વશ થવાનું નિમિત્ત છે. ઉપવાસ કરે તેની વાત બહાર ન કરે; બીજાની નિંદા ન કરે, ક્રોધ ન કરે; જો આવા દોષે ઘટે તે મેટો લાભ થાય. તપાદિ આત્માને અર્થે કરવાનાં છે; લેકને દેખાડવા અર્થે કરવાના નથી. કષાય ઘટે તેને “તપ” કહ્યું છે. લૌકિક દ્રષ્ટિ ભૂલી જવી. લોકો તે જે કુળમાં જન્મે છે તે કુળના ધર્મને માને છે ને ત્યાં જાય છે પણ તે તે નામમાત્ર ધર્મ કહેવાય, પણ મુમુક્ષુએ તેમ કરવું નહીં.
સહુ સામાયિક કરે છે, ને કહે છે કે જ્ઞાની સ્વીકારે તે ખરું. સમકિત હશે કે નહીં તે પણ જ્ઞાની સ્વીકારે તે ખરું. પણ જ્ઞાની સ્વીકારે શું ? અજ્ઞાની સ્વીકારે તેવું તમારું સામાયિક વ્રત અને સમકિત છે ! અર્થાત્ વાસ્તવિક સામાયિક વ્રત અને સમકિત તમારાં નથી. મન, વચન અને કાયા વ્યવહારસમતામાં સ્થિર રહે તે સમકિત નહીં. જેમ ઊંઘમાં સ્થિર લેગ માલુમ પડે છે છતાં તે વસ્તુતઃ સ્થિર નથી; અને તેટલા માટે તે સમતા પણ નથી. મન, વચન, કાયા ચૌદમાં ગુણસ્થાનક સુધી હોય; મન તે કાર્ય કર્યા વગર બેસતું જ નથી. કેવળીના મનગ ચપળ હોય, પણ આત્મા ચપળ હોય નહીં. આત્મા ચોથે ગુણસ્થાનકે અચપળ હોય, પણ સર્વથા નહીં.
- “જ્ઞાન” એટલે આત્માને યથાતથ્ય જાણવે તે. “દર્શન” એટલે આત્માની યથાતથ્ય પ્રતીતિ તે. ચારિત્ર એટલે આત્મા સ્થિર થાય તે.
આત્મા ને સદગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદ્દગુરુને આત્મા એ સદ્ગુરુ છે. જેણે આત્મસ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે આત્મા અને સદ્ગુરુ એક જ એમ સમજવાનું છે. પૂર્વે જે અજ્ઞાન ભેળું કર્યું છે તે ખસે તે જ્ઞાનીની અપૂર્વ વાણું સમજાય.
બેટી વાસના = ધર્મના બેટા સ્વરૂપને ખરું જાણવું તે.
તપ આદિક પણ જ્ઞાનીની કટી છે. શાતાશીલિયું વર્તન રાખ્યું હોય, અને અશાતા આવે, તે તે અદુઃખભાવિત જ્ઞાન મંદ થાય છે. વિચાર વગર ઇઢિયે વશ થવાની નથી. અવિચારથી ઇંદ્રિયે દોડે છે. નિવૃત્તિ માટે ઉપવાસ બતાવ્યા છે. હાલમાં કેટલાક અજ્ઞાની છે ઉપવાસ કર્યો હોય ત્યારે દુકાને બેસે છે, અને તેને પૌષધ ઠરાવે છે. આવા કપિત પૌષધ જીવે અનાદિકાળથી કર્યા છે. તે બધા જ્ઞાનીઓએ નિષ્ફળ ઠરાવ્યા છે. સ્ત્રી, ઘર, છોકરાં છેયાં ભૂલી જવાય ત્યારે સામાયિક કર્યું કહેવાય. સામાન્ય વિચારને લઈને, દપ્રિયે વશ કરવા છકાયને આરંભ કાયાથી ન કરતાં વૃત્તિ નિર્મળ થાય ત્યારે સામાયિક થઈ શકે. વ્યવહારસામાયિક બહુ નિષેધવા જેવું નથી; જોકે સાવ જડ વ્યવહારરૂપ સામાયિક કરી નાખેલ છે. તે કરનારા જીવોને ખબર પણ નથી હોતી કે આથી કલ્યાણ શું થશે? સમ્યકત્વ પહેલું જોઈએ. જેનાં વચન સાંભળવાથી આત્મા સ્થિર થાય, વૃત્તિ નિર્મળ થાય તે પુરુષનાં વચન શ્રવણ થાય તે પછી સમ્યકત્વ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org