________________
વર્ષ ૩ર મું ૮૫૩ ઈડર, માર્ગશીર્ષ સુદ ૧૪, સેમ, ૧૯૫૫
ૐ નમ: પંચાસ્તિકાય અત્રે મોકલવાનું બને તે મકલશે. મોક્લવામાં વિલંબ થાય એમ હોય તે નહીં મોકલશે.
“સમયસાર” મૂળ પ્રાકૃત (માગધી ભાષામાં છે. તેમજ “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા એ ગ્રંથ પણ પ્રાકૃત ભાષામાં છે. તે જે પ્રાપ્ત થઈ શકે એમ હોય તે “પંચાસ્તિકાય” સાથે મોકલશે. થડા દિવસ અત્રે સ્થિતિને સંભવ છે. - જેમ બને તેમ વીતરાગશ્રતનું અનુપ્રેક્ષણ (ચિંતવન) વિશેષ કર્તવ્ય છે. પ્રમાદ પરમ રિપુ છે એ વચન જેને સમ્યફ નિશ્ચિત થયું છે તે પુરુષ કૃતકૃત્ય થતાં સુધી નિર્ભયપણે વર્તવાનું સ્વમ પણ ઈછતા નથી.
રાજ્યચંદ્ર
૮૫૪ ઈડર, માર્ગ, સુદ ૧૫, સોમ, ૧૫૫
» નમ: તમે તથા વનમાળીદાસે મુંબઈ ક્ષેત્રે એક કાગળ લખેલે તે ત્યાં પ્રાપ્ત થયું હતું.
હાલ એક અઠવાડિયું થયાં અત્રે સ્થિતિ છે. “આત્માનુશાસન ગ્રંથ વાંચવા માટે પ્રવૃત્તિ કરતાં આજ્ઞાને અતિક્રમ (ઉલંઘન) નથી. તમારે તથા તેમણે વારંવાર તે ગ્રંથ હાલ વાંચવા તથા વિચારવા ગ્ય છે. “ઉપદેશ–પત્રો વિષે ઘણું કરીને તરતમાં ઉત્તર પ્રાપ્ત થશે. વિશેષ યથાવસર.
રાજચંદ્ર.
૮૫૫
ઈડર, માર્ગ- સુદ ૧૫, સેમ, ૧૯૫૫
વીતરાગકૃતને અભ્યાસ રાખો.
૮૫૬ ઈડર, માર્ગ, વદ ૪, શનિ, ૧૯૫૫
ૐ નમ: તમારે લખેલે કાગળ તથા સુખલાલના લખેલા કાગળ મળ્યા છે. અત્રે સમાગમ હાલ થવું અશક્ય છે. સ્થિતિ પણ વિશેષને હવે સંભવ જણાતું નથી.
તમને જે સમાધાનવિશેષની જિજ્ઞાસા છે, તે કોઈ એક નિવૃત્તિયેગ સમાગમમાં પ્રાપ્ત થવા યોગ્ય છે.
જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ, અને જ્ઞાનબળ વર્ધમાન થવાને અર્થે આત્માથી જીવને તથારૂપ જ્ઞાની પુરુષને સમાગમ વિશેષ કરી ઉપાસવા ગ્ય છે. તેમાં પણ વર્તમાનકાળના જીવોને તે બળની દૃઢ છાપ પડી જવાને અર્થે ઘણું અંતરાયે જોવામાં આવે છે, જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુવૃત્તિએ દીર્ધકાળ પર્યત સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે. સત્સમાગમના અભાવે વીતરાગકૃત, પરમશાંતરસપ્રતિપાદક વીતરાગવચનની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્તસ્થર્ય માટે તે પરમ ઔષધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org