________________
ઉપદેશ નેધ
૬૭૧ દેવ કેણુ? વીતરાગ. દર્શનોગ્ય મુદ્રા કઈ ? વીતરાગતા સૂચવે છે.
સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા વૈરાગ્યને ઉત્તમ ગ્રંથ છે. દ્રવ્યને, વસ્તુને યથાવત્ લક્ષમાં રાખી વૈરાગ્યનું એમાં નિરૂપણ કર્યું છે. દ્રવ્યનું સ્વરૂપ બતાવનાર ચાર શ્લેક અદ્ભુત છે. એને માટે આ ગ્રંથની રાહ જોતા હતા. ગઈ સાલ જેઠ માસમાં મદ્રાસ ભણી જવું થયું હતું. કાર્તિકસ્વામી એ ભૂમિમાં બહુ વિચર્યા છે. એ તરફના નગ્ન, ભવ્ય, ઊંચા, અડેલ વૃત્તિથી ઊભેલા પહાડ નીરખી સ્વામી કાર્તિકેયાદિની અડોલ, વૈરાગ્યમય દિગંબરવૃત્તિ યાદ આવતી હતી.
નમસ્કાર તે સ્વામી કાર્તિકેયાદિને.
- ૨૩
મેરબી, શ્રાવણ વદ ૮, ૧૯૫૬ ષડ્રદર્શનસમુચ્ચય” ને “ગદ્રષ્ટિસમુચ્ચયનાં ભાષાંતર ગુજરાતીમાં કરવા એગ્ય છે. “ષદર્શનસમુચ્ચય'નું ભાષાંતર થયેલ છે પણ તે સુધારી ફરી કરવા ગ્ય છે. ધીમે ધીમે થશે, કરશે. આનંદઘનજી વીશીના અર્થ પણ વિવેચન સાથે લખશે.
नमो
दुर्वाररागादिवैरिवारनिवारिणे
अर्हते योगिनाथाय महावीराय तायिने. શ્રી હેમચંદ્રાચાર્ય “ગશાસ્ત્રની રચના કરતાં મંગલાચરણમાં વીતરાગ સર્વજ્ઞ અરિહંત યોગીનાથ મહાવીરને સ્તુતિરૂપે નમસ્કાર કરે છે.
વાય વારી ન શકાય, વારવા બહુ બહુ મુશ્કેલ એવા રાગ, દ્વેષ, અજ્ઞાનરૂપી શત્રુના સમૂહને જેણે વાય, જીત્યા, જે વીતરાગ સર્વજ્ઞ થયા; વીતરાગ સર્વજ્ઞ થતાં જે અહંત પૂજવા ગ્ય થયા; અને વીતરાગ અહંત થતાં મોક્ષ અર્થે પ્રવર્તન છે જેનું એવા જુદા જુદા વેગીઓના જે નાથ થયા; નેતા થયા અને એમ નાથ થતાં જે જગતના નાથ, તાત, ત્રાતા થયા; એવા જે મહાવીર તેને નમસ્કાર હો.” અહીં સદેવના અપાયઅપગમ અતિશય, જ્ઞાન અતિશય, વચન અતિશય અને પૂજા અતિશય સૂચવ્યા. આ મંગલ સ્તુતિમાં સમગ્ર “ગશાસ્ત્રને સાર સમાવી દીધું છે. સદેવનું નિરૂપણ કર્યું છે. સમગ્ર વસ્તુસ્વરૂપ, તત્વજ્ઞાન ગુમાવી દીધું છે. ઉકેલનાર બેજક જોઈએ.
લૌકિક મેળામાં વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગ વિશેષ હોય. સાચે મેળે સત્સંગને. એવા મેળામાં વૃત્તિની ચંચળતા ઓછી થાય, દૂર થાય. માટે સત્સંગ મેળાને જ્ઞાનીઓએ વખાણ્યો છે, ઉપદે છે.
૨૪ વઢવાણ કેમ્પ, ભાદ્રપદ વદ, ૧૯૫૬ મેક્ષમાળા'ના પાઠ અમે માપી માપીને લખ્યા છે. ફરી આવૃત્તિ અંગે સુખ ઊપજે તેમ પ્રવર્તે. કેટલાંક વાક્ય નીચે લીટી દોરી છે તેમ કરવા જરૂર નથી. શ્રોતા વાંચકને બનતાં સુધી આપણું અભિપ્રાયે ન દોરવા લક્ષ રાખવું. શ્રોતા વાંચકમાં પિતાની મેળે અભિપ્રાય ઊગવા દે. સારાસાર તેલ કરવાનું વાંચનાર શ્રોતાના પર છોડી દેવું. આપણે તેમને દોરી તેમને પિતાને ઊગી શકે એવા અભિપ્રાયને થંભી ન દે.
પ્રજ્ઞાવબોધ” ભાગ “મોક્ષમાળા'ના ૧૦૮ મણકા અત્રે લખાવશું.
પરમ સત્કૃતના પ્રચારરૂપ એક યેાજના ધારી છે. તે પ્રચાર થઈ પરમાર્થમાર્ગ પ્રકાશ પામે તેમ થશે.
૧. જુઓ પત્રાંક ૯૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org