________________
ઉપદેશ છાયા
૬૮૭
અપૂર્વપણું તેટલું તેટલું સમ્યક્ત્વનું નિર્મળપણું સમજવું. આવું સાચું સમ્યક્ત્વ પામવાની ઇચ્છા,
કામના સદાય રાખવી.
કદી પણ દંભપણે કે અહંકારપણે આચરણ કરવાનું જરાય મનમાં લાવવું નહીં. કહેવું ઘટે ત્યાં કહેવું પણ સહજ સ્વભાવે કહેવું. મંદપણે કહેવું નહીં તેમ આક્રોશથી કહેવું નહીં. માત્ર સહજ સ્વભાવે શાંતિપૂર્વક કહેવું.
સત આચરવામાં શૂરાતન રહે તેમ કરવું, મંદ પિરણામ થાય તેમ કરવું નહીં. જે જે આગાર બતાવ્યા છે તે ધ્યાનમાં રાખવા પણ ભાગવવાની બુદ્ધિએ ભાગવવા નહીં.
સત્પુરુષ પ્રત્યે તેત્રીસ આશાતનાદિક ટાળવાનું બતાવ્યું છે તે વિચારજો. આશાતના કરવાની બુદ્ધિએ આશાતના કરવી નહીં. સત્સંગ થયેા છે તે સત્સંગનું ફળ થવું જોઈએ. કોઈ પણ અયેાગ્ય આચરણ થાય અથવા અયેાગ્ય વ્રત સેવાય તે સત્સંગનું ફળ નહીં. સત્સંગ થયેલા જીવથી તેમ વર્તાય નહીં, તેમ વર્તે તે લોકોને નિંદવાનું કારણ થાય, તેમ તેથી સત્પુરુષની નિંદા કરે અને સત્પુરુષની નિંદા આપણા નિમિત્તે થાય એ આશાતનાનું કારણ અર્થાત્ અધોગતિનું કારણુ થાય માટે તેમ કરવું નહીં.
સત્સંગ થયા છે તેના શે! પરમાર્થ ? સત્સંગ થયા હેાય તે જીવની કેવી દશા થવી જોઇએ ? તે ધ્યાનમાં લેવું. પાંચ વરસના સત્સંગ થયા છે તે તે સત્સંગનું ફળ જરૂર થવું જોઇએ અને જીવે તે પ્રમાણે વર્તવું જોઇએ. એ વર્તન જીવે પોતાના કલ્યાણના અર્થે જ કરવું પણ લાકોને દેખાડવા અર્થે નહીં. જીવના વર્તનથી લેાકેામાં એમ પ્રતીત થાય કે જરૂર આને મળ્યા છે તે કોઈ સત્પુરુષ છે. અને તે સત્પુરુષના સમાગમનું, સત્સંગનું આ ફળ છે તેથી જરૂર તે સત્સંગ છે એમાં સંદેહ નહીં.
વારંવાર આધ સાંભળવાની ઇચ્છા રાખવા કરતાં સત્પુરુષના ચરણ સમીપમાં રહેવાની ઇચ્છા અને ચિંતના વિશેષ રાખવી. જે બેધ થયા છે તે સ્મરણમાં રાખીને વિચારાય તે અત્યંત કલ્યાણકારક છે.
४
રાળજ, શ્રાવણ વદ ૬, ૧૯૫૨
ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પે મટે. આવે એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે.
પ્ર૦ :—આત્મા કાણે અનુભવ્યો કહેવાય ?
૯૦ : — તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી માલૂમ પડે છે, તેમ દેહથી આત્મા સ્પષ્ટ જુદો બતાવે છે તેણે આત્મા અનુભવ્યા કહેવાય. દૂધ ને પાણી ભેળાં છે તેવી રીતે આત્મા અને દેડુ રહેલા છે. દૂધ અને પાણી ક્રિયા કરવાથી જુદાં પડે ત્યારે જુદાં કહેવાય. તેવી રીતે આત્મા અને દેહ ક્રિયાથી જુદા પડે ત્યારે જીદા કહેવાય. દૂધ દૂધના અને પાણી પાણીના પરિણામ પામે ત્યાં સુધી ક્રિયા કહેવી. આત્મા જાણ્યા હોય તેા પછી એક પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની ભ્રાંતિ થાય નહીં. પેાતાના દોષ ઘટે, આવરણ ટળે તે જ જાણવું કે જ્ઞાનીનાં વચના સાચાં છે.
આરાધકપણું નહીં એટલે પ્રશ્નો અવળાં જ કરે છે. આપણે ભવ્ય અભવ્યની ચિંતા રાખવી નહીં. અહા ! અહો !! પોતાના ઘરની પડી મૂકીને બહારની વાત કરે છે! પણ વર્તમાનમાં ઉપકાર કરે તે જ કરવું. એટલે હાલ લાભ થાય તેવા ધર્મવ્યાપાર કરવા.
જ્ઞાન તેનું નામ કે જે હર્ષે, શેાક વખતે હાજર થાય; અર્થાત્ હર્ષે, શાક થાય નહીં. સમ્યદૃષ્ટિ હર્ષશેાકાદિ પ્રસંગમાં તદ્ન એકાકાર થાય નહીં. તેમના નિર્ધ્વસ પરિણામ થાય નહીં; અજ્ઞાન ઊભું થાય કે જાણવામાં આવ્યે તરત જ દાખી દે; બહુ જ જાગૃતિ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org