________________
૬૯૬
શ્રીમદ્ રાજચંદ્ર રક્ષણ અર્થે તપશ્ચર્યા કરવી નહીં, આત્માર્થે કરવી. તપશ્ચર્યા બાર પ્રકારે કહી છે. આહાર નહીં લે એ વગેરે બાર પ્રકાર છે. સત સાધન કરવા માટે જે કાંઈ બતાવ્યું હોય તે સાચા પુરુષના આશ્રયે તે પ્રકારે કરવું. પિતાપણે વર્તવું તે જ સ્વછંદ છે એમ કહ્યું છે. સદ્દગુરુની આજ્ઞા વિના શ્વાસોચ્છવાસ ક્રિયા સિવાય બીજું કંઈ કરવું નહીં.
સાધુએ લઘુશંકા પણ ગુરુને કહીને કરવી એવી જ્ઞાની પુરુષોની આજ્ઞા છે.
સ્વચ્છંદાચારે શિષ્ય કરવું હોય તે આજ્ઞા માગે નહીં, અથવા કલ્પના કરે. પરોપકાર કરવામાં માઠી સંકલ્પના વર્તતી હોય, અને તેવા જ ઘણા વિકલ્પ કરી સ્વછંદ મૂકે નહીં તે અજ્ઞાની, આત્માને વિધ્ર કરે, તેમ જ આવા બધા પ્રકાર સેવે, અને પરમાર્થને રસ્તે બાદ કરીને વાણું કહે. આ જ પિતાનું ડહાપણુ, અને તેને જ સ્વછંદ કહેલ છે.
જ્ઞાનની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં ન્યૂનાધિક કે મેટા નાનાની કલ્પના કરવી નહીં. તેમજ તે વાતને આગ્રહ કરી ઝઘડે કર નહીં. જ્ઞાની કહે તે જ કલ્યાણને હેતુ છે એમ સમજાય તે સ્વછંદ મટે. આ જ યથાર્થ જ્ઞાની છે માટે તે કહે તે જ પ્રમાણે કરવું. બીજા કેઈ વિકલ્પ કરવા નહીં.
જગતમાં ભ્રાંતિ રાખવી નહીં, એમાં કાંઈ જ નથી. આ વાત જ્ઞાની પુરુષે ઘણું જ અનુભવથી વાણી દ્વારા કહે છે. જે વિચારવું કે “મારી બુદ્ધિ જાડી છે, મારાથી સમજાતું નથી. જ્ઞાની કહે છે તે વાક્ય સાચાં છે, યથાર્થ છે.” એમ સમજે તે સહેજે દોષ ઘટે.
જેમ એક વરસાદથી ઘણું વનસ્પતિ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતાં ઘણા ગુણે પ્રગટે છે.
જે જ્ઞાનીની યથાર્થ પ્રતીતિ આવી હોય, અને બરાબર તપાસ્યું છે કે “આ પુરુષ છે, આની દશા ખરેખરી આત્મદશા છે. તેમ એમનાથી કલ્યાણ થશે જ.” અને એવા જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે, તે ઘણું જ દોષ, વિક્ષેપ મટી જાય. જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં અહંકાર રહિત વર્તે અને તેનું બધું પ્રવર્તન સવળું જ થાય. એમ સત્સંગ, સપુરુષને વેગ અનંત ગુણને ભંડાર છે.
જગતને બતાવવા જે કંઈ કરતું નથી તેને જ સત્સંગ ફળીભૂત થાય છે. સત્સંગ ને પુરુષ વિના ત્રણે કાળને વિષે કલ્યાણ થાય જ નહીં.
બાહ્યત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. વેશ, વસ્ત્રાદિમાં ભ્રાંતિ ભૂલી જવી. આત્માની વિભાવ દશા, સ્વભાવદશા ઓળખવી.
કેટલાંક કર્મો ભગવ્યા વિના છૂટકે નથી. જ્ઞાનીને પણ ઉદયકર્મ સંભવે છે. પણ ગૃહસ્થપણું સાધુ કરતાં વધારે છે એમ બહારથી કલ્પના કરે તે કઈ શાઅને સરવાળે મળે નહીં.
તુચ્છ પદાર્થમાં પણ વૃત્તિ ડેલાયમાન થાય છે. ચૌદપૂર્વધારી પણ વૃત્તિની ચપળતાથી અને અહંપણું સ્કરવાથી નિગોદાદિમાં પરિભ્રમણ કરે છે. અગિયારમે ગુણસ્થાનકેથી પણ જીવ ક્ષણ લોભથી પડી પહેલે ગુણસ્થાનકે આવે છે. “વૃત્તિ શાંત કરી છે, એવું અહંપણું જીવને સ્કુર્યાથી, એવા ભુલાવાથી રખડી પડે છે. - અજ્ઞાનીને ધનાદિક પદાર્થને વિષે ઘણું જ આસક્તિ હોવાથી કોઈ પણ ચીજ વાઈ જાય છે તેથી કરી અનેક પ્રકારની આર્તધ્યાનાદિકની વૃત્તિને બહુ પ્રકારે ફેલાવી, પ્રસારી પ્રસારી ક્ષોભ પામે છે. કારણ કે તેણે તે પદાર્થની તુચ્છતા જાણી નથી, પણ તેને વિષે મહત્ત્વ માન્યું છે.
માટીના ઘડામાં તુચછતા જાણી છે એટલે તે ફૂટી જવાથી ક્ષોભ પામતું નથી. ચાંદી, સુવર્ણાદિને વિષે મહત્વ માન્યું છે તેથી તેને વિયોગ થવાથી અનેક પ્રકારે આર્તધ્યાનની વૃત્તિ સ્કરાવે છે.
જે જે વૃત્તિમાં સકુરે અને ઈચ્છા કરે તે “આસવ' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org