________________
ઉપદેશ છાયા
૨૯૫
નુબંધીની ચાર પ્રકૃતિ ચક્રવર્તી સમાન છે. તે કોઈ રીતે ગ્રંથિમાંથી નીકળવા દે નહીં. મિથ્યાત્વ રખવાળ છે. આખું જગત તેની સેવા ચાકરી કરે છે!
પ્ર૦ :-- ઉદયકર્મ કેાને કહીએ ?
ઉ॰ :— ઐશ્વર્યપદ પ્રાપ્ત થતાં તેને ધક્કો મારીને પાછું કાઢે કે ‘આ મારે જોઇતું નથી; મારે આને શું કરવું છે?' કોઈ રાજા પ્રધાનપણું આપે તાપણુ પાતે લેવા ઇચ્છે નહીં. ‘મારે એને શું કરવું છે ? ઘરસંબંધીની આટલી ઉપાધિ થાય તા ઘણી છે.' આવી રીતે ના પાડે; ઐશ્વર્યપદ્મની નિરિચ્છા છતાં રાજા ફરી ફરી આપવા ઇચ્છે તેને લીધે આવી પડે, તે તેને વિચાર થાય કે ‘જો તારે પ્રધાનપણું હશે તેા ઘણા જીવાની યા પળાશે, હિંસા આછી થશે, પુસ્તકશાળાઓ થશે, પુસ્તકો છપાવાશે.’ એવા ધર્મના કેટલાક હેતુ જાણીને વૈરાગ્યભાવનાએ વેદે તેને ઉદય કહેવાય. ઇચ્છાસહિત ભાગવે, અને ઉદય કહે તે તે શિથિલતાના અને સંસાર રઝળવાના હેતુ થાય.
કેટલાક જીવા મેહગર્ભિત વૈરાગ્યથી અને કેટલાક દુઃખગર્ભિત વૈરાગ્યથી દીક્ષા લે છે. દીક્ષા લેવાથી સારા સારા નગર, ગામે ફરવાનું થશે. દીક્ષા લીધા પછી સારા સારા પદાર્થાં ખાવાને મળશે, ઉઘાડા પગે તડકે ચાલવું પડશે તેટલી મુશ્કેલી છે, પણ તેમ તે સાધારણ ખેડૂત કે પાટીદારો પણ તડકામાં કે ઉઘાડા પગે ચાલે છે, તે તેની પેરે સહજ થઈ રહેશે; પણ બીજી રીતે દુઃખ નથી અને કલ્યાણ થશે.' આવી ભાવનાથી દીક્ષા લેવાના જે વૈરાગ્ય થાય તે મેહગર્ભિત વૈરાગ્ય.’ પૂનમને દહાડે ઘણા લેાકેા ડાકોર જાય છે, પણ કોઈ એમ વિચારતું નથી કે આથી આપણું કલ્યાણ શું થાય છે? પૂનમને દહાડે રણછોડજીનાં દર્શન કરવા બાપદાદા જતા તે જોઈ કર જાય છે, પણ તેના હેતુ વિચારતાં નથી. આ પ્રકાર પણ મહગર્ભિત વૈરાગ્યના છે.
જે સાંસારિક દુઃખથી સંસારત્યાગ કરે છે તે દુઃખગર્ભિત વૈરાગ્ય સમજવે.
જ્યાં જાઓ ત્યાં કલ્યાણની વૃદ્ધિ થાય તેવી દૃઢ મતિ કરવી, કુળગચ્છના આગ્રહ મુકાવેા એ જ સત્સંગનું માહાત્મ્ય સાંભળવાનું પ્રમાણ છે. ધર્મના મતમતાંતરાદિ મોટા મોટા અનંતાનુબંધી પર્વતની ફાટની માફક મળે જ નહીં. કદાગ્રહ કરવા નહીં, ને કદાગ્રહ કરતા હોય તેને ધીરજથી સમજાવીને મુકાવવા ત્યારે સમજ્યાનું ફળ છે. અનંતાનુબંધી માન, કલ્યાણુ થવામાં આડા સ્તંભરૂપ કહેલ છે. જ્યાં જ્યાં ગુણી મનુષ્ય હોય ત્યાં ત્યાં તેના સંગ કરવાનું વિચારવાન જીવ કહે. અજ્ઞાનીનાં લક્ષણા લૌકિક ભાવના છે. જ્યાં જ્યાં દુરાગ્રહ હોય ત્યાં ત્યાંથી છૂટવું; ‘એને મારે જોઇતાં નથી’ એ જ સમજવાનું છે.
૫ રાળજ, ભાદરવા સુદ ૬, શનિ, ૧૯૫ર પ્રમાઢથી યાગ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીને પ્રમાદ છે. યાગથી અજ્ઞાન ઉત્પન્ન થતું હોય તે જ્ઞાનીને વિષે પણ સંભવે, માટે જ્ઞાનીને યાગ હોય પણ પ્રમાદ હાય નહીં.
સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું' એ જ મુખ્ય તેા સમજવાનું છે. ખાલવેાને સમજવા સારું સિદ્ધાંતાના મોટા ભાગનું વર્ણન જ્ઞાનીપુરુષોએ કર્યું છે.
કાઈ ઉપર રાષ કરવા નહીં, તેમ કોઇ ઉપર રાજી થવું નહીં. આમ કરવાથી એક શિષ્યને એ ઘડીમાં કેવળજ્ઞાન પ્રગટ થયું એમ શાસ્ત્રમાં વર્ણન છે.
જેટલા રાગ હાય તેટલી દવા કરવી પડે છે. જીવને સમજવું હેાય તે સહજ વિચાર પ્રગટે; પણ મિથ્યાત્વરૂપી મેટો રાગ છે તેથી સમજવા માટે ઘણા કાળ જવા જોઈએ. શાસ્ત્રમાં જે સાળ રાગ કહ્યા છે તે સઘળા આ જીવને છે એમ સમજવું.
જે સાધન બતાવ્યાં છે તે સાવ સુલભ છે. સ્વચ્છંદથી, અહંકારથી, લોકલાજથી, કુળધર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org