________________
ઉપદેશ છાયા
૬૯૩ હતાં તેવાં એકમેક પછી થાય નહીં, તેમ મિથ્યાત્વની સાથે એકમેક થાય નહીં. હીરામણિની કિંમત થઈ છે, પણ કાચની મણિ આવે ત્યારે હીરામણિ સાક્ષાત્ અનુભવમાં આવે તે દૃષ્ટાંત પણ અત્રે ઘટે છે.
નિગ્રંથ ગુરુ એટલે પૈસારહિત ગુરુ નહીં, પણ જેની ગ્રંથિ છેદાઈ છે એવા ગુરુ. સદ્ગુરુની ઓળખાણ થાય ત્યારે વ્યવહારથી ગ્રંથિ છેદવાને ઉપાય છે. જેમ, એક માણસે કાચની મણિ લઈ ધાર્યું કે, “મારી પાસે સાચી મણિ છે, આવી કયાંય પ્રાપ્ત થતી નથી.” પછી તેણે એક વિચારવાન પાસે જઈ કહ્યું, “મારી મણિ સાચી છે. પછી તે વિચારવાને તેથી સારી, તેથી સારી, એમ વધતી વધતી કિંમતની મણિ બતાવીને કહ્યું કે જે, ફેર લાગે છે? બરાબર જેજે, ત્યારે તેણે કહ્યું “હા, ફેર લાગે છે. પછી તે વિચારવાને ઝુમર બતાવી કહ્યું જે, તારા જેવી તે હજાર મળે છે. આખું ઝુમર બતાવ્યા પછી સાચી મણિ બતાવી ત્યારે તેને તેની બરોબર કિંમત થઈ; પછી જૂહીને જૂઠી જાણી મૂકી દીધી. પછી કઈક સંગ મળવાથી તેણે કહ્યું કે તે આ મણિ જે સાચી જાણી છે એવી તે ઘણી મળે છે. આવાં આવરણથી વહેમ આવી જવાથી ભૂલી જાય; પણ પછી જૂઠી દેખે. જે પ્રકારે સાચાની કિંમત થઈ હોય તે પ્રકારે, તે તરત જાગૃતિમાં આવે કે સાચી ઝાઝી હેય નહીં, અર્થાત્ આવરણ હોય, પણ પ્રથમની ઓળખાણ ભુલાય નહીં. આ પ્રકારે વિચારવાનને સદગરનો વેગ મળતાં તત્વપ્રતીતિ થાય, પણ પછી મિથ્યાત્વના સંગથી આવરણ આવતાં શંકા થઈ જાય; જોકે તત્વપ્રતીતિ જાય નહીં પણ તેને આવરણ આવી જાય. આનું નામ “સાસ્વાદન સમ્યકત્વ.” - સદ્દગુરુ, સદેવ, કેવળીને પ્રરૂપેલે ધર્મ તેને સમ્યકત્વ કહ્યું, પણ સદેવ અને કેવળી એ બે સદ્ગુરુમાં સમાઈ ગયા.
સદ્દગુરુ અને અસદ્દગુરુમાં રાતદિવસ જેટલું અંતર છે.
એક ઝવેરી હતે. વેપાર કરતાં ઘણી ખોટ જવાથી તેની પાસે કોઈ પણ દ્રવ્ય રહ્યું નહીં. મરણ વખત આવી પહોંચે એટલે બૈરાંછોકરાંને વિચાર કરે છે કે મારી પાસે કાંઈ દ્રવ્ય નથી, પણ જે હાલ કહીશ તે છોકરે નાની ઉંમરને છે તેથી દેહ છૂટી જશે. સ્ત્રીઓ, સામું જોયું ત્યારે કહ્યું કે કાંઈ કહે છે? પુરુષે કહ્યું, શું કહું? સ્ત્રીએ કહ્યું કે મારું અને છોકરાનું ઉદરપોષણ થાય તેવું બતાવો ને કંઈ કહો, ત્યારે પિલાએ વિચાર કરીને કહ્યું કે ઘરમાં ઝવેરાતની પેટીમાં કિંમતી નંગની દાબડી છે તે જ્યારે તારે અવશ્યની જરૂર પડે ત્યારે કાઢીને મારા ભાઈબંધ પાસે જઈને વેચાવજે,
ત્યાં તને ઘણું દ્રવ્ય આવશે. આટલું કહીને પેલો પુરુષ કાળધર્મ પામ્યો. કેટલાક દિવસે નાણું વિના ઉદરપોષણ માટે પીડાતાં જાણી, પિલે કરે તેના બાપે પ્રથમ કહેલ ઝવેરાતનાં નંગ લઈ, તેના કાકા (પિતાને ભાઈબંધ ઝવેરી) પાસે ગયો ને કહ્યું કે મારે આ નંગ વેચવાં છે, તેનું દ્રવ્ય જે આવે તે મને આપો. ત્યારે પેલા ઝવેરીભાઈએ પૂછ્યું : “આ નંગ વેચીને શું કરવું છે?” “ઉદર ભરવા પૈસા જોઈએ છે,” એમ પેલા છોકરાએ કહ્યું ત્યારે તે ઝવેરીએ કહ્યું: “સે-પચાસ રૂપિયા જોઈએ તે લઈ જા, ને જ મારી દુકાને આવતે રહેજે, અને ખર્ચ લઈ જજે. આ નંગ હાલ રહેવા દે.પેલા છોકરાએ પેલા ભાઈની વાત સ્વીકારી; અને પેલું ઝવેરાત પાછું લઈ ગયો. પછી રોજ ઝવેરીની દુકાને જતાં ઝરીના સમાગમે તે છોકરો હીરા, પાના, માણેક, નીલમ બધાને ઓળખતાં શીખે ને તેની તેને કિંમત થઈ. પછી પેલા ઝવેરીએ કહ્યું “તું તારું જે ઝવેરાત પ્રથમ વેચવા લાવ્યો હતે તે લાવ, હવે વેચીએ.” પછી ઘેરથી છેકરાએ પિતાના ઝવેરાતની દાબડી લાવીને જોયું તે નંગ બોટાં લાગ્યાં. એટલે તરત ફેંકી દીધાં. ત્યારે તેને પેલા ઝવેરીએ પૂછ્યું કે તે નાખી કેમ દીધાં? ત્યારે તેણે કહ્યું કે સાવ ખોટી છે માટે નાંખી દીધાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org