________________
૬૯૨
શ્રીમદ્ રાજચંદ્ર
કહેતા જ નથી; જેમ રાત્રે ખાવાથી હિંસાનું કારણ દેખાય છે, એટલે જ્ઞાની આજ્ઞા કરે જ નહીં
તું રાત્રે ખા. પણ જે જે અહંભાવે આચરણ કર્યું હાય, અને રાત્રિèાજનથી જ અથવા ફલાણાથી જ માક્ષ થાય, અથવા આમાં જ મેાક્ષ છે, એમ દુરાગ્રહથી માન્યું હાય તેા તેવા દુરાગ્રહ મુકાવવાને માટે જ્ઞાનીપુરુષ! કહે કે, ‘મૂકી દે; તારી અવૃત્તિએ કર્યું હતું મૂકી દે. અને જ્ઞાનીપુરુષોની આજ્ઞાએ તેમ કર.' અને તેમ કરે તે કલ્યાણ થાય. અનાદિકાળથી દિવસે તેમ જ રાત્રે ખાધું છે, પણ જીવના મેક્ષ થયે નહીં !
આ કાળમાં આરાધકપણાનાં કારણેા ઘટતાં જાય છે, અને વિરાધકપણાનાં લક્ષણા વર્ધમાનતા પામતાં જાય છે.
કેશીસ્વામી મોટા હતા, અને પાર્શ્વનાથસ્વામીના શિષ્ય હતા, તાપણુ પાંચ મહાવ્રત અંગીકાર કર્યાં હતાં. કેશીસ્વામી અને ગૌતમસ્વામી મહા વિચારવાન હતા, પણુ કેશીસ્વામીએ એમ ન કહ્યું, ‘હું દીક્ષાએ મેટો છું માટે તમે મારી પાસે ચારિત્ર લેા.’ વિચારવાન અને સરળ જીવ જેને તરત કલ્યાણયુક્ત થઈ જવું છે તેને આવી વાતને આગ્રહ હાય નહીં.
કોઈ સાધુ જેણે પ્રથમ આચાર્યપણે અજ્ઞાનઅવસ્થાએ ઉપદેશ કર્યાં હાય, અને પછી તેને જ્ઞાનીપુરુષને સમાગમ થતાં તે જ્ઞાનીપુરુષ જો આજ્ઞા કરે કે જે સ્થળે આચાર્યપણે ઉપદેશ કર્યાં હેાય ત્યાં જઈ એક ખૂણે છેવાડે બેસી બધા લોકોને એમ કહે કે મેં અજ્ઞાનપણે ઉપદેશ આપ્યા છે, માટે તમે ભૂલ ખાશેા નહીં; તે તે પ્રમાણે સાધુને કર્યાં વિના છૂટકો નહીં. જે તે સાધુ એમ કહે, મારાથી એમ થાય નહીં; એને બદલે આપ કહો તે પહાડ ઉપરથી પડતું મૂકું, અથવા ખીજું ગમે તે કહા કરું, પણ ત્યાં તે મારાથી નહીં જવાય.' જ્ઞાની કહે છે ત્યારે એ વાત જવા દે. અમારા સંગમાં પણ આવતા નહીં. કદાપિ તું લાખ વાર પર્વતથી પડે તેપણ કામનું નથી. અહીં તે તેમ કરશે તા જ મેક્ષ મળશે. તેમ કર્યા વિના મેાક્ષ નથી; માટે જઈને ક્ષમાપના માગે તેા જ કલ્યાણ થાય.’
ગૌતમસ્વામી ચાર જ્ઞાનના ધર્યાં હતા અને આનંદશ્રાવક પાસે ગયા હતા. આનંદશ્રાવકે કહ્યું મને જ્ઞાન ઊપજ્યું છે.’ ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું 'ના, ના. એટલું બધું હોય નહીં, માટે આપ ક્ષમાપના લે.' ત્યારે આનંદશ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે, કદાચ આ વખતે ભૂલ ખાય છે, તાપણુ ભૂલ ખાઓ છે એમ કહેવું યેાગ્ય નથી; ગુરુ છે માટે શાંતિથી કહેવું યાગ્ય છે એમ ધારી આનંદશ્રાવકે કહ્યું કે ‘મહારાજ ! સદ્ભૂત વચનના મિચ્છા મિ દુક્કડં કે અસદ્ભૂત વચનના મિચ્છા મિ દુક્કડં ?” ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે અસદ્ભૂત વચનના મિચ્છા મિ દુક્કડં.' ત્યારે આનંદશ્રાવકે કહ્યું : મહારાજ ! હું મિચ્છા મિ દુક્કડં લેવાને યેાગ્ય નથી.' એટલે ગૌતમસ્વામી ચાલ્યા ગયા, અને જઇને મહાવીરસ્વામીને પૂછ્યું. (ગૌતમસ્વામી તેનું સમાધાન કરે તેવા હતા, પણ તે ગુરુએ તેમ કરે નહીં જેથી મહાવીરસ્વામી પાસે જઈ હકીકત કહી.) મહાવીરસ્વામીએ કહ્યું, હે ગૌતમ ! હા, આનંદ દેખે છે એમ જ છે, અને તમારી ભૂલ છે; માટે તમે આનંદ પાસે જઈ ક્ષમાપના લે.' તત્' કહી ગૌતમસ્વામી ક્ષમાવવા ગયા. જો ગૌતમસ્વામીમાં ગ્રાહ નામના મહા સુભટ પરાભવ પામ્યા ન હેાત તા ત્યાં જાત નહીં, અને કદાપિ ગૌતમસ્વામી એમ કહેત કે ‘મહારાજ ! આપના આટલા બધા શિષ્ય છે તેમની હું ચાકરી કરું, પણ ત્યાં તે નહીં જાઉં,' તે તે વાત કબૂલ થાત નહીં. ગૌતમસ્વામી પાતે ત્યાં જઈ ક્ષમાવી આવ્યા !
‘સાસ્વાદનસમકિત' એટલે વમી ગયેલું સમકિત, અર્થાત્ જે પરીક્ષા થયેલી તેને આવરણ આવી જાય તાપણુ મિથ્યાત્વ અને સમકિતની કિંમત તેને જુદી ને જુદી લાગે.જેમ છાશમાંથી માખણુ લેાવી કાઢી લીધું, ને પછી પાછું છાશમાં નાખ્યું. માખણ ને છાશ પ્રથમ જેવાં એકએક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org