________________
૬૯૦
શ્રીમદ્ રાજચંદ્ર
વ્યસનીની કિંમત તેથી પણ તુચ્છ થઈ; એક પાઈના ચાર આત્મા થયા, માટે દરેક પદાર્થમાં તુચ્છપણું વિચારી વૃત્તિ બહાર જતી અટકાવવી; અને ક્ષય કરવી.
અનાથદાસજીએ કહ્યું છે કે, એક અજ્ઞાનીના કોટિ અભિપ્રાયા છે, અને કેટિ જ્ઞાનીના એક અભિપ્રાય છે.’
આત્માને જે માક્ષનાં હેતુ છે તે ‘સુપચ્ચખાણુ.’ આત્માને સંસારનાં હેતુ છે તે ‘દ્રુપચ્ચખાણુ.’ ઢુંઢિયા અને તા કલ્પના કરી જે માક્ષ જવાના માર્ગ કહે છે તે પ્રમાણે તે ત્રણે કાળમાં માક્ષ નથી.
ઉત્તમ જાતિ, આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, અને સત્સંગ એ આદિ પ્રકારથી આત્મગુણુ પ્રગટ
થાય છે.
તમે માન્યા છે તેવા આત્માના મૂળ સ્વભાવ નથી; તેમ આત્માને કર્યું કાંઇ સાવ આવરી નાંખ્યા નથી. આત્માના પુરુષાર્થધર્મના માર્ગ સાવ ખુલ્લા છે.
બાજરી અથવા ઘઉંના એક દાણા લાખ વર્ષ સુધી રાખી મૂક્યો હાય (સડી જાય તે વાત અમારા ધ્યાનમાં છે) પણ જો તેને પાણી, માટી આદિનો સંયાગ ન મળે તે ઊગવાને સંભવ નથી, તેમ સત્સંગ અને વિચારના યાગ ન મળે તે આત્મગુણ પ્રગટ થતા નથી.
શ્રેણિકરાજા નરકમાં છે, પણ સમભાવે છે, સમકિતી છે, માટે તેને દુઃખ નથી.
ચાર કઠિયારાના હૃષ્ટાંતે ચાર પ્રકારના જીવા છેઃ—ચાર કઠિયારા જંગલમાં ગયા. પ્રથમ સર્વેએ કાષ્ઠ લીધાં. ત્યાંથી આગળ ચાલ્યા કે સુખડ આવી. ત્યાં ત્રણે સુખડ લીધી. એક કહે એ જાતનાં લાકડાં ખપે કે નહીં, માટે મારે તેા લેવાં નથી, આપણે રાજ લઇએ છીએ તે જ મારે તે સારાં.’ આગળ ચાલતાં સેનુંરૂપું આવ્યું. ત્રણમાંથી એએ સુખડ નાંખી દઈ સાનુંરૂપું લીધું, એકે ન લીધું. ત્યાંથી આગળ ચાલ્યા કે રત્નચિંતામણિ આવ્યો. બેમાંથી એકે સેાનું નાંખી દઈ રત્નચિંતામણિ લીધા; એકે સાનું રહેવા દીધું.
(૧) આ જગાએ એમ દૃષ્ટાંત ઘટાવવું કે જેણે લાકડાં જ લીધાં અને ખીજું ન લીધું તે પ્રકારના એક જીવ છે; કે જેણે લૌકિક કર્યાં કરતાં જ્ઞાનીપુરુષને ઓળખ્યા નહીં; દર્શન પણ કર્યાં નહીં; એથી તેનાં જન્મ જરા મરણ પણ ટળ્યાં નહીં; ગતિ પણ સુધરી નહીં.
(૨) સુખડ લીધી અને કાષ્ઠ મૂકી દીધાં ત્યાં દૃષ્ટાંત એમ ઘટાવવું કે જેણે સહેજે જ્ઞાનીને એળખ્યા, દર્શન કર્યાં તેથી તેની ગતિ સારી થઈ.
(૩) સાનું આદિ લીધું તે દૃષ્ટાંત એમ ઘટાવવું તેને દેવગતિ પ્રાપ્ત થઈ.
જેણે જ્ઞાનીને તે પ્રકારે ઓળખ્યા માટે
(૪) રત્નચિંતામણિ જેણે લીધા તે દૃષ્ટાંત એમ ઘટાવવું કે જે જીવને જ્ઞાનીની યથાર્થ એળખાણ થઈ તે જીવ ભવમુક્ત થયા.
એક વન છે. તેમાં માહાત્મ્યવાળા પદાર્થા છે. તેનું જે પ્રકારે એળખાણ થાય તેટલું માહાત્મ્ય લાગે, અને તે પ્રમાણમાં તે ગ્રહે. આ રીતે જ્ઞાનીપુરુષરૂપી વન છે. જ્ઞાનીપુરુષનું અગમ્ય, અગાચર માહાત્મ્ય છે. તેનું જેટલું ઓળખાણ થાય તેટલું માહાત્મ્ય લાગે; અને તે પ્રમાણમાં તેનું
કલ્યાણ થાય.
સાંસારિક ખેદ્યનાં કારણેા જોઈ, જીવને કડવાશ લાગતાં છતાં તે વૈરાગ્ય ઉપર પગ દઈ ચાલ્યું જાય છે, પણ વૈરાગ્યમાં પ્રવૃત્તિ કરતા નથી.
લોકો જ્ઞાનીને લકવૃષ્ટિએ દેખે તો એળખે નહીં.
આહારાદિ વગેરેમાં પણ જ્ઞાનીપુરુષની પ્રવૃત્તિ બાહ્ય વર્તે છે. કેવી રીતે જે, ઘડો ઉપર (આકાશ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org